________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૮ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
કારણ પણ દૂર થઈ જાય ત્યારે પ્રગટરૂપ નિરાકુળદશા ભાસે ત્યાં કેવળજ્ઞાની ભગવાન અનંતસુખરૂપ દશાને પ્રાપ્ત કહીએ છીએ.
અઘાતિકર્મોના ઉદયના નિમિત્તથી શરીરાદિકનો સંયોગ થાય છે; મોહકર્મનો ઉદય થતાં શરીરાદિકનો સંયોગ આકુળતાને બાહ્ય સહકારીકારણ છે. અંતરંગ મોહના ઉદયથી રાગાદિક થાય અને બાહ્ય અઘાતિકર્મોના ઉદયથી રાગાદિકનું કારણ શરીરાદિનો સંયોગ થાય ત્યારે આકુળતા ઊપજે છે. મોહનો ઉદય નાશ થવા છતાં પણ અઘાતિકર્મોનો ઉદય રહે છે પણ તે કાંઈપણ આકુળતા ઉપજાવી શક્તો નથી, પરંતુ પૂર્વે આકુળતાને સહકારી કારણરૂપ હતો માટે એ અઘાતિકર્મોનો નાશ પણ આત્માને ઇષ્ટ જ છે. કેવળીભગવાનને એના હોવા છતાં પણ કાંઈ દુ:ખ નથી માટે તેના નાશનો ઉધમ પણ નથી. પરંતુ મોહનો નાશ થતાં એ સર્વ કર્મો આપોઆપ થોડા જ કાળમાં નાશને પ્રાપ્ત થઈ જાય છે.
એ પ્રમાણે સર્વ કર્મોનો નાશ થવો એ આત્માનું હિત છે. અને સર્વ કર્મોના નાશનું જ નામ મોક્ષ છે માટે આત્માનું હિત એક મોક્ષ જ છે, અન્ય કાંઈ નથી, એવો નિશ્ચય કરવો.
પ્રશ્ન:- સંસારદશામાં પુણ્યકર્મનો ઉદય થતાં જીવ સુખી પણ થાય છે, તો ‘કેવળ મોક્ષ જ હિત છે’ એમ શામાટે કહો છો?
ઉત્ત૨:- સંસારદશામાં સુખ તો સર્વથા છે જ નહિ, દુઃખ જ છે; પરંતુ કોઈને કોઈ વેળા ઘણું દુ:ખ હોય છે તથા કોઈને કોઈ વેળા થોડું દુ:ખ હોય છે. હવે પૂર્વે ઘણું દુઃખ હતું વા અન્ય જીવોને ઘણું દુ:ખ હોય છે એ અપેક્ષાએ થોડા દુઃખવાળાને સુખી કહીએ છીએ, તથા એ જ અભિપ્રાયથી થોડા દુઃખવાળો પોતાને સુખી માને છે, પણ વસ્તુતાએ તેને સુખ નથી. વળી એ થોડું દુ:ખ પણ જો સદાકાળ રહે તો તેને પણ હિતરૂપ ઠરાવીએ પરંતુ તેમ પણ નથી. પુણ્યનો ઉદય થોડો કાળ જ રહે છે અને ત્યાંસુધી જ થોડું દુ:ખ થાય છે પણ પાછળથી ઘણું દુ:ખ થઈ જાય છે. માટે સંસાર-અવસ્થા હિતરૂપ નથી.
જેમ કોઈને વિષમજ્વર છે તેને કોઈ વેળા ઘણી અશાતા થાય છે તથા કોઈ વેળા થોડી થાય છે, થોડી અશાતા હોય ત્યારે તે પોતાને ઠીક માને છે; લોક પણ કહે છે કે ઠીક છે; પરંતુ પરમાર્થથી જ્યાંસુધી જ્વ૨નો સદ્દભાવ છે ત્યાંસુધી તેને ઠીક નથી; તેમ સંસારી જીવને મોહનો ઉદય છે તેને કોઈ વેળા ઘણી આકુળતા થાય છે તથા કોઈ વેળા થોડી થાય છે; થોડી આકુળતા હોય ત્યારે તે પોતાને સુખી માને છે, લોક પણ કહે છે કે સુખી છે; પરંતુ પરમાર્થથી જ્યાંસુધી મોહનો સદ્દભાવ છે ત્યાંસુધી સુખ નથી.
તથા સાંભળો, સંસારદશામાં પણ આકુળતા ઘટતાં સુખ નામ પામે છે તથા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com