________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
નવમો અધિકાર
[ ૩૧૯
આકુળતા વધતાં દુઃખ નામ પામે છે, કયાંય બાહ્ય સામગ્રીથી સુખ-દુ:ખ નથી. જેમ કોઈ દરિદ્રીને કિંચિત ધનની પ્રાપ્તિ થઈ, ત્યાં કંઈક આકુળતા ઘટવાથી તેને સુખી કહીએ છીએ અને તે પણ પોતાને સુખી માને છે, તથા કોઈ ઘણા ધનવાનને કિંચિત્ ધનની હાનિ થઈ ત્યાં કંઈક આકુળતા વધવાથી તેને દુઃખી કહીએ છીએ અને તે પણ પોતાને દુ:ખી માને છે.
એ જ પ્રમાણે સર્વત્ર જાણવું.
વળી એ આકુળતાનું ઘટવું-વધવું પણ બાહ્યસામગ્રી અનુસાર નથી પણ કષાય-ભાવો ઘટવા-વધવાના અનસારે છે. જેમ કોઈને થોડું ધન છે પણ જો સંતોષ છે તો તેને આકુળતા ઘણી થોડી છે, તથા કોઈને ઘણું ધન છે પણ તૃષ્ણા છે તો તેને આકુળતા ઘણી છે. બીજું કોઈને કોઈએ બૂરું કહ્યું, અને જો તેને થોડો પણ ક્રોધ ન થયો તો તેને આકુળતા થતી નથી તથા જેને થોડી વાતો કહેતાં જ ઘણો ક્રોધ થઈ આવે તો તેને આકુળતા ઘણી થાય છે. વળી જેમ ગાયને વાછરડાથી કાંઈ પણ પ્રયોજન નથી પરંતુ મોહ ઘણો હોવાથી તેની રક્ષા કરવાની તેને ઘણી આકુળતા હોય છે, ત્યારે સુભટને શરીરાદિકથી ઘણાં કાર્ય સધાય છે પરંતુ રણક્ષેત્રમાં માનાદિના કારણે શરીરાદિકથી મોહ ઘટી જતાં મરણની પણ તેને થોડી આકુળતા થાય છે. માટે એમ જાણવું કે-સંસારઅવસ્થામાં પણ આકુળતા ઘટવા-વધવાથી જ સુખ-દુઃખ માનવામાં આવે છે, અને આકુળતાનું ઘટવું-વધવું રાગાદિ કષાયો ઘટવા-વધવાના અનુસારે છે.
વળી પારદ્રવ્યરૂપ બાહ્યસામગ્રી અનુસાર સુખ-દુઃખ નથી. કષાયથી ઇચ્છા ઉત્પન્ન થાય તથા તેની ઇચ્છાનુસાર બાહ્યસામગ્રી મળે અને તે કાળે તેને કંઈક કષાયનું ઉપશમન થવાથી આકુળતા ઘટે ત્યારે સુખ માને છે, તથા ઇચ્છાનુસાર સામગ્રી ન મળે ત્યારે કપાય વધવાથી આકુળતા વધે છે અને દુઃખ માને છે. હવે છે તો આ પ્રમાણે, પણ આ એવું જાણે છે કે-મને પદ્રવ્યના નિમિત્તથી સુખ-દુઃખ થાય છે; પણ એમ જાણવું એ ભ્રમ જ છે. માટે અહીં આવો વિચાર કરવો કે-સંસારઅવસ્થામાં કિંચિત્ કષાય ઘટવાથી સુખ માને છે અને તેને હિતરૂપ જાણે છે, તો જ્યાં સર્વથા કષાય દૂર થતાં વા કષાયનાં કારણો દૂર થતાં પરમ નિરાકુળતા થવાથી અનંતસુખ પ્રાપ્ત થાય છે–એવી મોક્ષ અવસ્થાને હિતરૂપ કેમ ન માને ?
વળી સંસારઅવસ્થામાં ઉચ્ચપદ પામે તોપણ કાં તો વિષયસામગ્રી મેળવવાની આકુળતા થાય છે, કાં તો વિષયસેવનની આકુળતા થાય છે, અગર કાં તો પોતાને ક્રોધાદિ કષાયથી કોઈ અન્ય ઇચ્છા ઊપજે તેને પૂર્ણ કરવાની આકુળતા થાય છે, પણ કોઈ વેળા તે સર્વથા નિરાકુળ થઈ શક્તો નથી; અભિપ્રાયમાં તો અનેક પ્રકારની આકુળતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com