________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
નવમો અધિકાર
[ ૩૧૭
આ શું કરે, તેને ભોગવે; તેને પણ સ્વવશપણે તો કિંચિત્ પણ દુ:ખને સહન કરી શક્તો નથી. તથા સંકોચ-વિસ્તારાદિ અવસ્થા જેવી થાય તેવી થાઓ, તેને અવશપણાથી પણ ભોગવે છે, ત્યાં સ્વભાવમાં તર્ક નથી, આત્માનો એવો જ સ્વભાવ છે એમ સમજવું.
જુઓ! દુઃખ થાય ત્યારે સૂવા ઇચ્છે છે, જોકે સૂવામાં જ્ઞાનાદિક મંદ થઈ જાય છે પરંતુ જડ જેવો બનીને પણ દુઃખને દૂર કરવા ઇચ્છે છે વા મરવા ઇચ્છે છે; હવે મરવામાં પોતાનો નાશ માને છે પરંતુ પોતાનું અસ્તિત્વ ગુમાવીને પણ દુઃખ દૂર કરવા ઇચ્છે છે. માટે એક દુઃખરૂપ પર્યાયનો અભાવ કરવો એ જ તેનું ર્તવ્ય છે.
હવે દુઃખ ન થાય એ જ સુખ છે. કારણ કે-આકુળતાલક્ષણ સહિત દુઃખ છે, તેનો જે અભાવ થવો એ જ નિરાકુળલક્ષણ સુખ છે. અને એ પણ પ્રત્યક્ષ જણાય છે કે-બાહ્ય કોઈ પણ સામગ્રીનો સંયોગ મળતાં જેના અંતરંગમાં આકુળતા છે તે દુઃખી જ છે તથા જેને આકુળતા નથી તે સુખી છે. વળી આકુળતા થાય છે તે રાગાદિક કષાય-ભાવ થતાં થાય છે, કારણ કેરાગાદિભાવો વડે આ જીવ તો દ્રવ્યોને અન્ય પ્રકારે પરિણાવવા ઇચ્છે છે અને તે દ્રવ્યો અન્ય પ્રકારે પરિણમે છે ત્યારે આને આકુળતા થાય છે. હવે કાં તો પોતાને રાગાદિભાવ દૂર થાય અથવા પોતાની ઇચ્છાનુસાર જ સર્વ દ્રવ્યો પરિણમે તો આકુળતા મટે, પરંતુ સર્વ દ્રવ્યો તો આને આધીન નથી. કોઈ વેળા કોઈ દ્રવ્ય જેવી આની ઇચ્છા હોય તેમ જ પરિણમે તોપણ આની આકુળતા સર્વથા દૂર થતી નથી. સર્વ કાર્ય આની ઇચ્છાનુસાર જ થાય, અન્યથા ન થાય ત્યારે જ આ નિરાકુળ રહે; પણ એમ તો થઈ જ શક્યું નથી. કારણ કે-કોઈ દ્રવ્યનું પરિણમન કોઈ દ્રવ્યને આધીન નથી માટે પોતાના રાગાદિભાવ દૂર થતાં નિરાકુળતા થાય છે, અને તે કાર્ય બની શકે એમ છે. કારણ કે રાગાદિભાવો આત્માના સ્વભાવભાવ તો છે નહિ પણ ઔપાધિકભાવ છે, પરનિમિત્તથી થયા છે અને એમાં નિમિત્ત મોહુ-કર્મનો ઉદય છે, તેનો અભાવ થતાં સર્વ રાગાદિભાવ નાશ પામી જાય ત્યારે આકુળતાનો નાશ થતાં દુઃખ દૂર થઈ સુખની પ્રાપ્તિ થાય છે. માટે મોહકર્મનો નાશ હિતકારી છે.
વળી તે આકુળતાને સહકારી કારણ જ્ઞાનાવરણાદિકનો ઉદય છે, જ્ઞાનાવરણદર્શનાવરણના ઉદયથી જ્ઞાન-દર્શન સંપૂર્ણ પ્રગટ થતાં નથી અને તેથી આને દેખવા-જાણવાની આકુળતા થાય છે; અથવા વસ્તુનો સ્વભાવ યથાર્થ સંપૂર્ણ જાણી શક્તો નથી ત્યારે રાગાદિરૂપ થઈ પ્રવર્તે છે ત્યાં આકુળતા થાય છે.
વળી અંતરાયના ઉદયથી ઇચ્છાનુસાર દાનાદિ કાર્ય ન બને ત્યારે આકુળતા થાય છે, એનો ઉદય છે તે મોહનો ઉદય થતાં આકુળતાને સહકારી કારણ છે, મોહના ઉદયનો નાશ થતાં એનું બળ નથી, અંતર્મુહૂર્તમાં આપોઆપ તે નાશ પામે છે. અને સહકારી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com