________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
આઠમો અધિકાર
[ ૩૧૫
છે કે-પ્રમાણવિરુદ્ધ કથન કોઈ કરી શકે નહિ. શ્રી નેમિનાથસ્વામીનો જન્મ કોઈ ઠેકાણે સૌરીપુરમાં તથા કોઈ ઠેકાણે દ્વારાવતીમાં લખ્યો છે તે ગમે ત્યાં થયો હોય પણ નગરમાં જન્મ હોવો પ્રમાણવિરુદ્ધ નથી, આજ પણ થતો દેખાય છે.
અન્યમતમાં સર્વજ્ઞાદિ યથાર્થ જ્ઞાનીના કરેલા ગ્રંથ બતાવે છે, તેમાં પરસ્પર વિરુદ્ધતા ભાસે છે. ત્યાં કોઈ ઠેકાણે તો બાળબ્રહ્મચારીની પ્રશંસા કરે છે ત્યારે કોઈ ઠેકાણે કહે છે કે પુત્રવિના ગતિ થાય નહિ.' હવે એ બંને વિરુદ્ધ કથન સાચાં કેમ હોય? એવાં કથન ત્યાં ઘણાં જોવામાં આવે છે. વળી પ્રમાણ કથન પણ તેમાં હોય છે. જેમ કે-“મુખમાં વીર્ય પડવાથી માછલીને પુત્ર થયો.” હવે આ કાળમાં પણ એમ થતું કોઈને દેખાતું નથી અને અનુમાનથી પણ એ મળતું નથી; એવાં કથન પણ તેમાં ઘણાં જોવામાં આવે છે. અહીં કદાચિત્ સર્વજ્ઞાદિકની ભુલ માનીએ પણ તે કેમ ભૂલે ! અને વિરુદ્ધ કથન માનવામાં પણ આવે નહિ, માટે તેમના મતમાં દોષ ઠરાવીએ છીએ. એમ જાણી એક જિનમતનો જ ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય છે.
બીજું, પ્રથમાનુયોગાદિનો અભ્યાસ કરવો કહ્યો ત્યાં પહેલાં આનો અભ્યાસ કરવો પછી આનો અભ્યાસ કરવો, એવો કોઈ નિયમ નથી, પણ પોતાના પરિણામોની અવસ્થા જોઈ જેના અભ્યાસથી પોતાને ધર્મમાં પ્રવૃત્તિ થાય તેનો જ અભ્યાસ કરવો. અથવા કોઈ વખત કોઈ શાસ્ત્રનો તથા કોઈ વખત કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરવો. વળી જેમ રોજનામામાં તો અનેક રકમો જ્યાં-ત્યાં લખી છે તેની તે તે ખાતામાં બરાબર ખતવણી કરે તો લેણ-દેણાનો નિશ્ચય થાય; તેમ શાસ્ત્રમાં તો અનેક પ્રકારનો ઉપદેશ જ્યાં-ત્યાં આપ્યો છે પણ તેને સમ્યજ્ઞાનમાં યથાર્થ પ્રયોજનપૂર્વક ઓળખે તો હિત-અહિતનો નિશ્ચય થાય.
માટે સ્યાપદની સાપેક્ષતાસહિત સમ્યજ્ઞાન વડે જે જીવ જિનવચનમાં રમે છે તે જીવ થોડા જ વખતમાં શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત થાય છે. મોક્ષમાર્ગમાં પ્રથમ ઉપાય આગમજ્ઞાન કહ્યો છે, આગમજ્ઞાન વિના ધર્મનું સાધન થઈ શકે નહિ, માટે તમારે પણ યથાર્થ બુદ્ધિ વડે આગમનો અભ્યાસ કરવો, એથી તમારું કલ્યાણ થશે.
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્રમાં ઉપદેશનું સ્વરૂપ
પ્રતિપાદન કરવાવાળો આઠમો અધિકાર સમાસ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com