________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
આઠમો અધિકાર
[ ૩૮૯
જેવા એ કષાય નથી, કિંચિત કષાય છે, માટે એ નોકષાય છે એવો અર્થ ગ્રહણ કરવો. એમ અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી કોઈ ઠેકાણે કોઈ યુક્તિ વડે કથન કર્યું હોય ત્યાં તેનું પ્રયોજન ગ્રહણ કરવું. જેમશ્રી સમયસાર કળશ નં. ૨૯ માં એમ કહ્યું કે ધોબીના દષ્ટાંતવત્ પરભાવના ત્યાગની દૃષ્ટિ
જ્યાં સુધી પ્રવૃત્તિને પ્રાપ્ત ન થઈ તેટલામાં તો આ અનુભૂતિ પ્રગટ થઈ; હવે ત્યાં આ પ્રયોજન છે કે-પરભાવનો ત્યાગ થતાં જ અનુભૂતિ પ્રગટ થાય છે. લોકમાં પણ કોઈના આવતાની સાથે જ કોઈ કાર્ય થયું હોય તો ત્યાં એમ કહેવામાં આવે છે કે “એ આવ્યો જ નથી એટલામાં તો આ કાર્ય થઈ ગયું.' એવું જ પ્રયોજન અહીં ગ્રહણ કરવું. એ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી કોઈ ઠેકાણે પ્રમાણાદિક કાંઈ કહ્યા હોય તે જ પ્રમાણાદિ ન માની લેવાં પણ ત્યાં જે પ્રયોજન હોય તે જાણવું. જેમ જ્ઞાનાવર્ણવમાં કહ્યું કે આ કાળમાં બે-ત્રણ સત્પષ છે, હવે નિયમપૂર્વક કાંઈ એટલા જ નથી અહીં “થોડા છે” એવું પ્રયોજન જાણવું, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
એ જ પદ્ધતિપૂર્વક તથા અન્ય પણ અનેક પ્રકારથી શબ્દોના અર્થ થાય છે તેને યથાસંભવ જાણવા પણ વિપરીત અર્થ ન જાણવા.
વળી જે ઉપદેશ થાય તેને યથાર્થપણે ઓળખી પોતાના યોગ્ય જે ઉપદેશ હોય તેને અંગીકાર કરવો. જેમ વૈદ્યકશાસ્ત્રોમાં અનેક ઔષધિ કહી છે તેને જાણે તો ખરો પણ ગ્રહણ તો તેનું જ કરે કે જેથી પોતાનો રોગ દૂર થાય. પોતાને શીતનો રોગ હોય તો ઉષ્ણ ઔષધિનું જ ગ્રહણ કરે પણ શીતળ ઔષધિનું ગ્રહણ ન કરે, એ બીજાઓને કાર્યકારી છે એમ જાણે; તેમ જૈનશાસ્ત્રોમાં અનેક ઉપદેશ છે તેને જાણે તો ખરો પણ ગ્રહણ તો તેનું જ કરે કે જેથી પોતાનો વિકાર દૂર થાય. પોતાને જે વિકાર હોય તેનો નિષેધ કરવાવાળા ઉપદેશને ગ્રહણ કરે પણ તેને પોષવાવાળા ઉપદેશને ન ગ્રહણ કરે. એ ઉપદેશ અન્યને કાર્યકારી છે એમ જાણે.
અહીં ઉદાહરણ-જેમ શાસ્ત્રમાં કોઈ ઠેકાણે તો નિશ્ચપોષક ઉપદેશ છે તથા કોઈ ઠેકાણે વ્યવહારપોષક ઉપદેશ છે, ત્યાં પોતાને જો વ્યવહારની અધિક્તા હોય તો નિશ્ચય-પોષક ઉપદેશને ગ્રહણ કરી યથાવત્ પ્રવર્તે તથા જો પોતાને નિશ્ચયની અધિક્તા હોય તો વ્યવહારપોષક ઉપદેશને ગ્રહણ કરી યથાવત્ પ્રવર્તે. વળી પહેલાં તો વ્યવહારશ્રદ્ધાન વડે પોતે આત્મજ્ઞાનથી ભ્રષ્ટ થઈ રહ્યો હતો અને પછી વ્યવહાર ઉપદેશની જ મુખ્યતા કરી
१. दुःप्रज्ञाबललुप्तवस्तु निचया विज्ञान शून्याशयाः, विद्यते प्रतिमंदिरं निजनिज स्वार्थोद्यता देहिनः ।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com