________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૦]
મોક્ષમાર્ગ પ્રકાશક
આત્મજ્ઞાનનો ઉધમ ન કરે અથવા પહેલાં તો નિશ્ચયશ્રદ્ધાનવડે વૈરાગ્યભ્રષ્ટ બની સ્વચ્છંદી થઈ રહ્યો હતો, પછી નિશ્ચય ઉપદેશની જ મુખ્યતા કરી વિષય-કષાયને પોષણ કરે, એમ વિપરીત ઉપદેશને ગ્રહણ કરે તો તેનું બૂરું જ થાય.
વળી આત્માનુશાસનમાં એમ કહ્યું છે કે “તું ગુણવાન થઈ દોષ કેમ લગાવે છે? દોષવાન થયું હતું તો દોષમય જ કેમ ન થયો?" હવે પોતે તો ગુણવાન હોય પણ કોઈ દોષ તેનાથી થતો હોય તો ત્યાં એ દોષ દૂર કરવા માટે એ ઉપદેશને અંગીકાર કરવો પરંતુ પોતે દાપવાન હોય અને ઉપદેશને ગ્રહણ કરી ગુણવાન પુરુષોને નીચા દર્શાવે તો તેનું બૂરુ જ થાય, સર્વદોષમય હોવા કરતાં તો કિંચિત્ દોષરૂપ હોવું બૂરું નથી, માટે મારાથી તો એ ભલો છે! વળી અહીં એમ કહ્યું કે-“દોષમય જ કેમ ન થયો?' એ તો તર્ક કર્યો છે, પણ કાંઈ સર્વદોષમય થવા માટે એ ઉપદેશ નથી. બીજુ, જો ગુણવાન પુરુષને કિંચિત્ દોષ થવા છતાં પણ નિંદા છે તો સર્વદોષરહિત તો સિદ્ધભગવાન છે, નીચલી દશામાં તો કોઈ ગુણ અને કોઈ દોષ જ હોય.
પ્રશ્ન:- જો એમ છે તો “મુનિલિંગ ધારણ કરી કિંચિત્ પરિગ્રહ રાખે તો તે પણ નિગોદમાં જાય' એમ પપાહુડમાં શા માટે કહ્યું છે?
ઉત્તરઃ- ઉચ્ચપદ ધારણ કરી તે પદમાં અસંભવિત નીચું કાર્ય કરે તો પ્રતિજ્ઞા-ભંગાદિ થવાથી મહાદોષ લાગે છે પણ નીચી પદવીમાં ત્યાં સંભવિત ગુણ-દોષ હોય તો ત્યાં તેનો દોષ ગ્રહણ કરવો યોગ્ય નથી.
વળી ઉપદેશસિદ્ધાંતરત્નમાળામાં કહ્યું છે કે “આજ્ઞાનુસાર ઉપદેશ આપવાવાળાનો ક્રોધ પણ ક્ષમાનો ભંડાર છેહવે એ ઉપદેશ વક્તાને ગ્રહણ કરવા યોગ્ય નથી. જો એ ઉપદેશથી વક્તા ક્રોધ કર્યા કરે તો તેનું બૂરું જ થાય; એ ઉપદેશ તો શ્રોતાઓએ
१. आनंदामृतसिन्धशिकरचयैर्निर्वाप्य जन्मज्वरं,
ये मुक्तेर्वदनेन्दु विक्षणपरास्ते सन्ति द्वित्रा यदि। (ज्ञानार्णव-३३) हे चंद्रमः किमिति लांच्छनवान भूस्त्वं, तद्वान् भवे किमिति तन्मय एव नाभू। किंज्योत्स्नयामलमलं तव घोषयन्त्या, स्वर्भानुबन्ननु तथा सति नाऽसि लक्ष्यः।। १४०।।
२. जह जायरूव सरिसो, तिलतुसमत्तं ण गहदि अथेसु;
Mઉં તેડું ગપ્પ વહુ, તત્તો ન નાડું flોયા ૨૮ (સૂત્રપાહુડ)
३. रोसोवि खमाकोसो, सुत्तं भासंत जस्सघण्णस्स ,
उत्सूत्तेण खमाबिय, दोस महामोहआवासो।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com