________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૨ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
થયો હોય અને ઊંચો ધર્મ ગ્રહણ કરે તો તેથી મહાદોષ ઊપજે. અહીં ઉદાહરણ-જેમ પોતાને અશુભ વિકાર પણ છૂટયો નથી અને જો નિર્વિકલ્પદશાને અંગીકાર કરે તો ઊલટો વિકાર વધે; જેમ-ભોજનાદિ વિષયોમાં આસક્ત હોય અને આરંભ-ત્યાગાદિ ધર્મને અંગીકાર કરે તો દોષ જ ઉત્પન્ન થશે તથા જેમ વ્યાપારાદિ કરવાનો વિકાર તો છૂટયો નથી અને જો ત્યાગના વેષરૂપધર્મ અંગીકાર કરે તો મહાન દોષ ઉત્પન્ન થશે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે સમજવું.
એ જ પ્રમાણે અન્ય પણ ઉપદેશને સાચા વિચારથી યથાર્થ જાણી અંગીકાર કરવો. અહીં તેનો વિસ્તાર કયાં સુધી કરીએ ? સમ્યજ્ઞાન થતાં પોતાને જ યથાર્થ ભાસે છે. ઉપદેશ તો વચનાત્મક છે અને વચન દ્વારા અનેક અર્થ એકસાથ કહ્યા જતા નથી, માટે ઉપદેશ તો કોઈ એક જ અર્થની મુખ્યતાપૂર્વક હોય છે.
જે અર્થનું જ્યાં વર્ણન ચાલે છે ત્યાં તેની જ મુખ્યતા છે, જો બીજા અર્થની ત્યાં જ મુખ્યતા કરવામાં આવે તો બંને ઉપદેશ દઢ ન થાય, તેથી ઉપદેશમાં એક અર્થને દઢ કરવામાં આવે છે, પરંતુ સર્વ જિનમતનું ચિહ્ન સ્યાદવાદ છે, ‘સ્યાત્ ’ પદનો અર્થ ‘કચિત્’ છે, માટે જે ઉપદેશ હોય તેને સર્વથા ન જાણી લેવો. ઉપદેશના અર્થને જાણી ત્યાં આટલો વિચાર કરવો કે
આ ઉપદેશ કયા પ્રકારે છે, કયા પ્રયોજન-સહિત છે અને કયા જીવને કાર્યકારી છે' ઇત્યાદિ વિચાર કરી તેના યથાર્થ અર્થને ગ્રહણ કરવો, પછી પોતાની દશા દેખે; એ ઉપદેશ જેમ પોતાને કાર્યકારી થાય તે પ્રમાણે તેને પોતે અંગીકાર કરે, તથા જે ઉપદેશ જાણવા યોગ્ય જ હોય તો તેને યથાર્થ જાણી લે, એ પ્રમાણે ઉપદેશના ફળને પ્રાપ્ત કરે.
પ્રશ્નઃ- જો અલ્પબુદ્ધિવાન એટલો વિચાર ન કરી શકે તો તે શું કરે ?
ઉત્તર:- જેમ વ્યાપારી પોતાની બુદ્ધિ અનુસાર જેમાં નફો સમજે તે થોડો વા ઘણો વ્યાપાર કરે પરંતુ નફા-તોટાનું જ્ઞાન તો અવશ્ય જોઈએ; તેમ વિવેકી પુરુષ પોતાની બુદ્ધિ અનુસાર જેમાં પોતાનું હિત સમજે તે થોડો વા ઘણો ઉપદેશ ગ્રહણ કરે પરંતુ ‘મને આ કાર્યકારી છે, આ કાર્યકારી નથી' એટલું જ્ઞાન તો અવશ્ય જોઈએ. હવે કાર્ય તો એટલું છે કેયથાર્થ શ્રદ્ધાનજ્ઞાન વડે રાગાદિક ઘટાડવા, એ કાર્ય પોતાને જેમ સધાય તે જ ઉપદેશનું પ્રયોજન ગ્રહણ કરે, વિશેષ જ્ઞાન ન હોય તોપણ પ્રયોજનને તો ભૂલે નહિ, એ સાવધાનતા તો અવશ્ય જોઈએ, જેમાં પોતાના હિતની હાનિ થાય તેમ ઉપદેશનો અર્થ સમજવો યોગ્ય નથી.
એ પ્રમાણે સ્યાદ્વાદદ્દષ્ટિસહિત જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરવાથી પોતાનું કલ્યાણ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com