________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
પ્રથમાદિ અનુયોગોની આમ્રાય અનુસાર જ્યાં જેમ કથન કર્યું હોય ત્યાં તેમ જાણી લેવું; અન્ય અનુયોગના કથનને અન્ય અનુયોગના કથનથી અન્યથા જાણી ત્યાં સંદેહ ન કરવો. જેમ કે–કોઈ ઠેકાણે તો નિર્મળ સમ્યગ્દષ્ટિને જ શંકા, કાંક્ષા, વિચિકિત્સાનો અભાવ કહ્યો ત્યારે કોઈ ઠેકાણે ભયનો આઠમા ગુણસ્થાન સુધી, લોભનો દશમા સુધી અને જુગુપ્સાનો આઠમા સુધી ઉદય કહ્યો, ત્યાં વિરોધ ન જાણવો. કારણ કે-શ્રદ્ધાપૂર્વક તીવ્ર શંકાદિકનો સમ્યગ્દષ્ટિને અભાવ થયો છે અથવા મુખ્યપણે સમ્યગ્દષ્ટિ શંકાદિક કરે નહિ એ અપેક્ષાએ ચરણાનુયોગમાં સમ્યગ્દષ્ટિને શંકાદિકનો અભાવ કહ્યો પણ સૂક્ષ્મશક્તિની અપેક્ષાએ ભયાદિકનો ઉદય આઠમા આદિ ગુણસ્થાન સુધી હોય છે તેથી કરણાનુયોગમાં ત્યાં સુધી તેનો સદ્ભાવ કહ્યો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે જાણવું.
પૂર્વે અનુયોગોના ઉપદેશવિધાનમાં કેટલાંક ઉદાહરણ કહ્યાં છે તે જાણવાં અથવા પોતાની બુદ્ધિથી સમજી લેવાં.
વળી એક જ અનુયોગમાં વિવક્ષાવશ અનેકરૂપ કથન કરવામાં આવે છે. જેમ કેકરણાનુયોગમાં પ્રમાદોનો સાતમા ગુણસ્થાનમાં અભાવ કહ્યો ત્યાં કષાયાદિકને પ્રમાદના ભેદ કહ્યા; તથા ત્યાં જ કષાયાદિકનો સદ્દભાવ દશમાદિ ગુણસ્થાન સુધી કહ્યો, ત્યાં વિરોધ ન સમજવો. કારણ કે-અહીં પ્રમાદોમાં તો જે શુભાશુભ ભાવોના અભિપ્રાયપૂર્વક કષાયાદિક થાય છે તેનું ગ્રહણ છે, અને સાતમા ગુણસ્થાનમાં એવો અભિપ્રાય દૂર થયો છે તેથી તેનો ત્યાં અભાવ કહ્યો છે પણ સૂક્ષ્મ આદિ ભાવોની અપેક્ષાએ તેનો જ દશમા આદિ ગુણસ્થાન સુધી સદ્ભાવ કહ્યો છે.
વળી ચરણાનુયોગમાં ચોરી, પરસ્ત્રી આદિ સાત વ્યસનનો ત્યાગ પ્રથમ પ્રતિમામાં કહ્યો ત્યારે ત્યાં જ તેનો ત્યાગ બીજી પ્રતિમામાં પણ કહ્યો, ત્યાં વિરોધ ન સમજવો. કારણ કે સાત વ્યસનમાં તો એવાં ચોરી આદિ કાર્ય ગ્રહણ કર્યાં છે કે જેથી દંડાદિક પ્રાપ્ત થાય, લોકમાં ઘણી નિંદા થાય. તથા વ્રતોમાં એવાં ચોરી આદિ ત્યાગ કરવા યોગ્ય કહ્યાં છે કે જે ગૃહસ્થધર્મથી વિરુદ્ધ હોય વા કિંચિત્ લોકનિંધ હોય, એવો અર્થ સમજવો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે જાણવું.
વળી નાના ભાવોની સાપેક્ષતાથી એક જ ભાવને અન્ય અન્ય પ્રકારથી નિરૂપણ કરવામાં આવે છે. જેમ કે-કોઈ ઠેકાણે તો મહાવ્રતાદિકને ચારિત્રના ભેદ કહ્યા ત્યારે કોઈ ઠેકાણે મહાવ્રતાદિક હોવા છતાં પણ દ્રવ્યલિંગીને અસંયમી કહ્યા, ત્યાં વિરોધ ન સમજવો. કારણ કેસમ્યજ્ઞાનસહિત મહાવ્રતાદિક તો ચારિત્ર છે પણ અજ્ઞાનપૂર્વક વ્રતાદિક હોવા છતાં પણ તે અસંયમી જ છે.
વળી જેમ પાંચ મિથ્યાત્વોમાં પણ વિનય કહ્યો તથા બાર પ્રકારના તપોમાં પણ વિનય કહ્યો, ત્યાં વિરોધ ન સમજવો. કારણ કે-જે વિનય કરવા યોગ્ય ન હોય તેનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com