________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૪]
મોક્ષમાર્ગ પ્રકાશક
પાપમાં પ્રવર્તે તો તેની મુખ્યતા કરી અધ્યાત્મશાસ્ત્રોનો તો નિષેધ ન કરવો.
બીજું, અધ્યાત્મગ્રંથોથી કોઈ સ્વચ્છંદી થાય તે તો પહેલાં પણ મિથ્યાષ્ટિ હતો અને આજે પણ મિથ્યાદષ્ટિ જ રહ્યો. હા, એટલું જ નુકશાન થાય કેતેને સુગતિ ન થતાં કુગતિ થાય. પરંતુ અધ્યાત્મઉપદેશ ન થતાં ઘણા જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિનો અભાવ થાય છે અને તેથી ઘણા જીવોનું ઘણું બૂરું થાય છે માટે અધ્યાત્મઉપદેશનો નિષેધ કરવો નહીં.
શંકા - દ્રવ્યાનુયોગરૂપ અધ્યાત્મ ઉપદેશ છે તે ઉત્કૃષ્ટ છે, અને તે ઉચ્ચદશાને પ્રાપ્ત હોય તેને કાર્યકારી છે પણ નીચલી દશાવાળાઓને તો વ્રત-સંયમાદિનો જ ઉપદેશ આપવો યોગ્ય છે.
સમાધાન- જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યકત્વ હોય પછી વ્રત હોય છે, અને તે સમ્યકત્વ તો સ્વ-પરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવાથી થાય છે. માટે પ્રથમ દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન વડે સમ્યગ્દષ્ટિ થાય અને ત્યારપછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક ધારણ કરી વ્રતી થાય. એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે તથા ગૌણપણે જેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલાં કોઈ વ્રતાદિકનો ઉપદેશ આપવામાં આવે છે, માટે ઉચ્ચદશાવાળાને અધ્યાત્મનો અભ્યાસ કરવા યોગ્ય છે. એમ જાણી નીચલી દશાવાળાઓએ ત્યાંથી પરાભુખ થવું યોગ્ય નથી.
શંકા - ઊંચા ઉપદેશનું સ્વરૂપ નીચલી દશાવાળાને ભાસે નહિ.
સમાધાનઃ- અન્ય તો અનેક પ્રકારની ચતુરાઈ જાણે છે અને અહીં મૂર્ણપણું પ્રગટ કરે છે તે યોગ્ય નથી. અભ્યાસ કરવાથી સ્વરૂપ બરાબર ભાસે છે, તથા પોતાની બુદ્ધિ અનુસાર થોડું ઘણું ભાસે છે, પરંતુ સર્વથા નિરુદ્યમી થવાનું પોષણ કરીએ એ તો જિનમાર્ગના હૃષી થવું છે.
શંકા - આ કાળ નિકૃષ્ટ (હલકો ) છે માટે ઉત્કૃષ્ટ અધ્યાત્મના ઉપદેશની મુખ્યતા ન
કરવી.
સમાધાનઃ- આ કાળ સાક્ષાત્ મોક્ષ નહિ થવાની અપેક્ષાએ નિકૃષ્ટ છે પણ આત્માનુભવનાદિક સમ્યકત્વાદિક હોવાની આ કાળમાં મના નથી, માટે આત્માનુભવનાદિ અર્થે દ્રવ્યાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવો.
પપાહુડમાં (મોક્ષપાહુડમાં) કહ્યું છે કે
अज्ज वि तिरयणसुद्धा अप्पा झाऊण जति सुरलोए। लोयंतियदेवत्तं तत्थ चुआ णिव्वदिं जंति।। ७६ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com