________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૨]
મોક્ષમાર્ગ પ્રકાશક
ઉત્તરઃ- તેને જાણતાં પણ કાંઈ તેમાં ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ થતી નથી તેથી પૂર્વોક્ત સિદ્ધિ થાય છે.
પ્રશ્ન:- જો એમ છે, તો જેનાથી કાંઈ પ્રયોજન નથી એવા પાષાણાદિને પણ જાણતાં ત્યાં ઇષ્ટ-અનિષ્ટપણે માનતા નથી એટલે તે પણ કાર્યકારી થયું?
ઉત્તર:- સરાગી જીવ રાગાદિ પ્રયોજન વિના કોઈને જાણવાનો ઉધમ કરે નહિ જો સ્વયમેવ તેનું જાણવું થાય તો અંતરંગ રાગાદિકના અભિપ્રાયવશ ત્યાંથી ઉપયોગને છોડાવવા જ ઇચ્છે છે. અહીં ઉધમપૂર્વક દ્વીપ-સમુદ્રાદિકને જાણે છે, ત્યાં ઉપયોગ લગાવે છે તેથી રાગાદિ ઘટતાં એવું કાર્ય થાય છે. વળી પાષાણાદિકમાં જો આ લોકનું કોઈ પ્રયોજન ભાસી જાય તો રાગાદિક થઈ આવે પણ દ્વીપ-સમુદ્રાદિકમાં આ લોક સંબંધી કોઈ કાર્ય નથી તેથી તે રાગાદિકનું કારણ નથી.
જો સ્વર્ગાદિકની રચના સાંભળી ત્યાં રાગ થાય તો પરલોક સંબંધી થાય અને તેનું કારણ પુણ્યને જાણે એટલે તે પાપને છોડી પુણ્યમાં પ્રવર્તે એટલો જ લાભ થાય, વળી દ્વિીપાદિકને જાણતાં યથાવત્ રચના ભાસે ત્યારે અન્યમતાદિનું કહ્યું જૂઠ ભાસી તે સત્ય શ્રદ્ધાની થાય અને એ યથાવત્ રચના જાણવાથી ભ્રમ મટી ઉપયોગની નિર્મળતા થાય છે માટે આ (કરણાનુયોગનો ) અભ્યાસ કાર્યકારી છે.
પ્રશ્ન:- કરણાનુયોગમાં ઘણી કઠણતા હોવાથી તેના અભ્યાસમાં ખેદ થાય છે.
ઉત્તરઃ- જો વસ્તુને શીધ્ર જાણવામાં આવે તો ત્યાં ઉપયોગમાં ઉલઝતો નથી તથા જાણેલી વસ્તુને વારંવાર જાણવાનો ઉત્સાહ પણ થાય નહિ એટલે ઉપયોગ પાપકાર્યોમાં લાગી જાય છે, માટે પોતાની બુદ્ધિ અનુસાર જેનો અભ્યાસ થતો જણાય તેનો કઠણતા છતાં પણ અભ્યાસ કરવો, તથા જેનો અભ્યાસ થઈ જ શકે નહિ તેનો તો કેવી રીતે કરે!
વળી તું કહે છે કે “અહીં ખેદ થાય છે પણ પ્રમાદી રહેવામાં તો ધર્મ છે નહિ! પ્રમાદથી સુખશીલિયા રહેવામાં આવે તો પાપ થાય છે માટે ધર્મ અર્થે તો ઉદ્યમ કરવો જ યોગ્ય છે.
એમ વિચારી કરણાનુયોગમાં અભ્યાસ કરવો યોગ્ય છે.
ચરણાનુયોગમાં દોષ-કલ્પનાનું નિરાકરણ
કેટલાક જીવ કહે છે કે-“ચરણાનુયોગમાં બાહ્ય વ્રતાદિ સાધનનો ઉપદેશ છે એટલે તેનાથી કોઈ સિદ્ધિ નથી, પોતાના પરિણામ નિર્મળ જોઈએ પછી બાહ્ય તો ઇચ્છાનુસાર પ્રવર્તે, એમ વિચારી તે આ ઉપદેશથી પરામુખ રહે છે.
તેને કહીએ છીએ કે આત્મપરિણામોને અને બાહ્યપ્રવૃત્તિને નિમિત્ત-નૈમિત્તિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com