________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૦]
મોક્ષમાર્ગ પ્રકાશક
છે તેના નિમિત્તથી રાગાદિક વધી જાય, માટે એવું કથન કરવું ઠીક નથી; વા એવું કથન સાંભળવું નહિ.
તેને કહીએ છીએ કે કથા કહેવી હોય ત્યારે તો બધીય અવસ્થાનું કથન કરવું જોઈએ, વળી જે અલંકારાદિ વડે વધારીને કથન કરે છે તે તો પંડિતોનાં વચન યુક્તિસહિત જ નીકળે.
પ્રશ્ન:- સંબંધ મેળવવા માટે સામાન્ય કથન કરવું હતું પણ વધારીને કથન શા માટે
કર્યું?
ઉત્તર - પરોક્ષ કથનને વધારીને કહ્યા વિના તેનું સ્વરૂપ ભાસે નહિ કે-“પહેલાં તો આવા આવા ભોગ-સંગ્રામાદિ કર્યા પણ પછી સર્વનો ત્યાગ કરી મુનિ થયા,' ઇત્યાદિ ચમત્કાર તો ત્યારે જ ભાસે કે જ્યારે વધારીને કથન કરવામાં આવે.
તું કહે છે કે એના નિમિત્તથી રાગાદિક વધી જાય છે, પણ જેમ કોઈ ચૈત્યાલય બનાવે છે ત્યાં તેનું પ્રયોજન તો ધર્મકાર્ય કરાવવાનું છે, છતાં કોઈ પાપી ત્યાં પાપકાર્ય કરે તો ત્યાં ચૈત્યાલય બનાવવાવાળાનો તો દોષ નથી; તેમ શ્રી ગુરુએ પુરાણાદિમાં શૃંગારાદિનું વર્ણન કર્યું ત્યાં તેમનું પ્રયોજન રાગાદિક કરાવવાનું તો નથી પણ ધર્મમાં લગાવવાનું છે; છતાં કોઈ પાપી ધર્મ ન કરે અને રાગાદિક જ વધારે તો તેમાં શ્રી ગુરુનો શો દોષ?
પ્રશ્ન:- જે રાગાદિકના નિમિત્ત હોય તે કથન જ કરવાં નહોતાં?
ઉત્તર:- સરાગી જીવોનું મન કેવળ વૈરાગ્યકથનમાં જોડાય નહિ, તેથી જેમ બાળકને પતાસાના આશ્રયે ઔષધ આપીએ છીએ તેમ સરાગીને ભોગાદિકથનના આશ્રયે ધર્મમાં રુચિ કરાવીએ છીએ.
પ્રશ્ન:- જો એમ છે, તો વૈરાગી પુરુષોએ તો એવા ગ્રંથોનો અભ્યાસ કરવો યોગ્ય
નથી ?
ઉત્તર:- જેના અંતરંગમાં રાગભાવ નથી તેને તો શૃંગારાદિ કથન સાંભળવા છતાં પણ રાગાદિભાવ ઊપજતા જ નથી; એ તો જાણે છે કે આ પ્રમાણે જ અહીં કથન કરવાની પદ્ધતિ છે.
પ્રશ્ન:- તો જેને શૃંગારાદિ કથન સાંભળતાં રાગાદિભાવ થઈ આવે છે, તેણે તો એવા કથન સાંભળવા યોગ્ય નથી ?
ઉત્તરઃ- જ્યાં ધર્મનું જ પ્રયોજન છે તથા જ્યાં-ત્યાં ધર્મને જ પોષણ કરવામાં આવ્યો છે એવાં જૈનપુરાણાદિકોમાં પ્રસંગોપાત શૃંગારાદિકનું કથન કર્યું હોય તેને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com