________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨]
મોક્ષમાર્ગ પ્રકાશક
બીજું, જે જીવ તત્ત્વજ્ઞાની થઈને આ કરણાનુયોગનો અભ્યાસ કરે તેને આ તેના વિશેષણરૂપ ભાસે છે. જેમ જીવાદિક તત્ત્વોને પોતે જાણે છે, હવે તેના જ વિશેષ (ભેદ) કરણાનુયોગમાં કર્યા છે, તેમાં કેટલાંક વિશેષણ તો યથાવત્ નિશ્ચયરૂપ છે તથા કેટલાંક ઉપચારસહિત વ્યવહારરૂપ છે, કેટલાંક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિકનું સ્વરૂપ પ્રમાણાદિરૂપ છે તથા કેટલાંક નિમિત્ત-આશ્રયાદિની અપેક્ષા સહિત છે; ઇત્યાદિ અનેક પ્રકારનાં વિશેષણ નિરૂપણ કર્યા છે, તેને જેમ છે તેમ માનીને આ કરણાનુયોગનો અભ્યાસ કરે છે.
એ અભ્યાસથી તત્ત્વજ્ઞાન નિર્મળ થાય છે. જેમ કોઈ એમ તો જાણતો હતો કે આ રત્ન છે, પરંતુ એ રત્નોના ઘણા વિશેષણ (ભેદો ) જાણતાં તે નિર્મળ રત્નનો પરીક્ષક થાય છે, તેમ આ તત્ત્વોને જાણતો તો હતો કે “આ જીવાદિક છે,” પરંતુ એ તત્ત્વોના ઘણા ભેદો જાણે તો તેને તત્ત્વજ્ઞાન નિર્મળ થાય છે, અને તત્ત્વજ્ઞાન નિર્મળ થતાં પોતે જ વિશેષ ધર્માત્મા થાય છે.
વળી અન્ય ઠેકાણે ઉપયોગને લગાવે તો રાગાદિકની વૃદ્ધિ થાય છે અને છદ્મસ્થનો ઉપયોગ નિરંતર એકાગ્ર રહે નહિ, માટે જ્ઞાની આ કરણાનુયોગના અભ્યાસમાં પોતાના ઉપયોગને લગાવે છે, જે વડે કેવળજ્ઞાન વડે દેખેલા પદાર્થોનું જાણપણું તેને થાય છે. ભેદમાત્ર ત્યાં પ્રત્યક્ષ-અપ્રત્યક્ષનો જ છે પણ ભાસવામાં વિરુદ્ધતા નથી.
એ પ્રમાણે આ કરણાનુયોગનું પ્રયોજન જાણવું.
કરણ' એટલે ગણિતકાર્યના કારણરૂપ જે સૂત્ર, તેનો જેમાં “અનુયોગ' અર્થાત અધિકાર હોય તે કરણાનુયોગ છે. આ અનુયોગમાં ગણિતવર્ણનની મુખ્યતા છે, એમ સમજવું.
ચરણાનુયોગનું પ્રયોજન
ચરણાનુયોગમાં નાનાપ્રકારનાં ધર્મસાધન નિરૂપણ કરી જીવોને ધર્મમાં લગાવીએ છીએ. જે જીવ હિત-અહિતને જાણતો નથી અને હિંસાદિ પાપકાર્યોમાં તત્પર થઈ રહ્યો છે, તેને જેમ તે પાપકાર્યોને છોડી ધર્મકાર્યમાં જોડાય તેમ અહીં ઉપદેશ આપ્યો છે, તેને જાણી જિનધર્માચરણ કરવાને સન્મુખ થતાં તે જીવ ગૃહસ્થ-મુનિધર્મનું વિધાન સાંભળી પોતાનાથી જેવો ધર્મ સધાય તેવા ધર્મસાધનમાં લાગે છે.
એવા સાધનથી કષાય મંદ થાય છે અને તેના ફળમાં એટલું તો થાય છે કે તે કુગતિનાં દુ:ખ ન પામતાં સુગતિનાં સુખ પ્રાપ્ત કરે છે. વળી એવા સાધનથી જૈનમતનાં નિમિત્ત બન્યાં રહે છે. ત્યાં તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થવાની હોય તો થઈ જાય.
બીજાં, જે જીવ તત્ત્વજ્ઞાની થઈ ચરણાનુયોગનો અભ્યાસ કરે છે તેને એ બધાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com