________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ર૯૬]
મોક્ષમાર્ગ પ્રકાશક
પ્રશ્ન:- અધ્યાત્મશાસ્ત્રોમાં પુણ્ય-પાપને સમાન કહ્યાં છે માટે શુદ્ધોપયોગ થાય તો ભલું જ છે, ન થાય તો પુણ્યમાં લાગો વા પાપમાં લાગો?
ઉત્તર:- જેમ શૂદ્ર જાતિની અપેક્ષાએ જાટ અને ચાંડાળને સમાન કહ્યા છે, પરંતુ ચાંડાળથી જાટ કાંઈક ઉત્તમ છે, એ અસ્પૃશ્ય છે ત્યારે આ સ્પૃશ્ય છે. તેમ બંધારણની અપેક્ષાએ પુણ્ય અને પાપ સમાન છે, પરંતુ પાપથી પુણ્ય કાંઈક ભલું છે, એ તીવ્રકષાય-રૂપ છે ત્યારે આ મંદકષાયરૂપ છે; માટે પુણ્યને છોડી પાપમાં લાગવું યોગ્ય નથી એમ સમજવું.
વળી જે જીવ, જિનબિમ્બ ભક્તિ આદિ કાર્યોમાં જ નિમગ્ન છે તેને આત્મશ્રદ્ધાનાદિ કરાવવા માટે “દેહમાં દેવ છે દેરામાં નથી.' ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ; ત્યાં એમ ન સમજી લેવું કે-ભક્તિ છોડી ભોજનાદિથી પોતાને સુખી કરવો. કારણ કે એ ઉપદેશનું પ્રયોજન કાંઈ એવું નથી.
એ જ પ્રમાણે જ્યાં અન્ય વ્યવહારનો નિષેધ કર્યો હોય ત્યાં તેને યથાર્થ જાણી પ્રમાદી ન થવું, એમ સમજવું. જે કેવળ વ્યવહારસાધનમાં જ મગ્ન છે તેને નિશ્ચયચિ કરાવવા અર્થે ત્યાં વ્યવહારને હીન બતાવ્યો છે.
વળી એ જ શાસ્ત્રોમાં સમ્યગ્દષ્ટિના વિષયભોગાદિને બંધના કારણરૂપ ન કહ્યા પણ નિર્જરાના કારણરૂપ કહ્યા. ત્યાં ભોગોનું ઉપાદેયપણું ન સમજી લેવું. ત્યાં સમ્યગ્દષ્ટિનું માહાભ્ય બતાવવા માટે જ પ્રગટ તીવ્રબંધના કારણ ભોગાદિક પ્રસિદ્ધ હતા તે ભોગાદિક હોવા છતાં પણ શ્રદ્ધાનશક્તિના બળથી તેને મંદબંધ થવા લાગ્યો તેને ગયો નહિ. અને તે જ બળથી નિર્જરા વિશેષ થવા લાગી તેથી ઉપચારથી ભોગોને પણ ત્યાં બંધના કારણરૂપ ન કહ્યા પણ નિર્જરાના કારણરૂપ કહ્યા. વિચાર કરતાં ભોગ નિર્જરાનું કારણ હોય તો તેને છોડી સમ્યગ્દષ્ટિ જીવ, મુનિપદને શામાટે ગ્રહણ કરે? અહીં તો એ કથનનું એટલું જ પ્રયોજન છે કે-જુઓ સમ્યકત્વનું માહાભ્ય! કે જેના બળથી ભોગ પણ પોતાના ગુણનું ફળ આપી શક્તા નથી.
એ પ્રમાણે અન્ય કથન પણ હોય તો ત્યાં તેનું યથાર્થપણું સમજી લેવું.
વળી દ્રવ્યાનુયોગમાં પણ ચરણાનુયોગની માફક ગ્રહણ-ત્યાગ કરવાનું પ્રયોજન છે. તેથી છદ્મસ્થની બુદ્ધિગોચર પરિણામોની અપેક્ષાએ જ ત્યાં કથન કરવામાં આવે છે. એટલું વિશેષ છે કે ચરણાનુયોગમાં તો બાહ્યક્રિયાની મુખ્યતાથી વર્ણન કરીએ, છીએ, દ્રવ્યાનુયોગમાં આત્મપરિણામોની મુખ્યતાથી નિરૂપણ કરીએ છીએ, પણ કરણાનુયોગની માફક સૂક્ષ્મવર્ણન કરતા નથી. તેના ઉદાહરણ
ઉપયોગના શુભ, અશુભ અને શુદ્ધ એ ત્રણ ભેદ કહ્યા છે, તેમાં ધર્માનુરાગરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com