________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
આઠમો અધિકાર
[ ર૯૫
ઉત્તર:- વ્યવહારધર્મનું સાધન દ્રવ્યલિંગીને ઘણું છે તથા ભક્તિ કરવી એ પણ વ્યવહાર જ છે, માટે જેમ કોઈ ધનવાન ન હોય પરંતુ જો કુળમાં મોટો હોય તો તેને કુળ અપેક્ષાએ મોટો જાણી તેનો સત્કાર કરવામાં આવે છે. તેમ પોતે સમ્યકત્વ-ગુણસહિત છે, પરંતુ જો કોઈ વ્યવહારધર્મમાં પ્રધાન હોય તેને વ્યવહારધર્મની અપેક્ષાએ ગુણાધિક માની તેની ભક્તિ કરે છે, એમ સમજવું. એ જ પ્રમાણે જે જીવ ઘણા ઉપવાસાદિ કરે છે તેને તપસ્વી કહીએ છીએ, જોકે કોઈ ધ્યાન-અધ્યયનાદિ વિશેષ કરે છે તે ઉત્કૃષ્ટ તપસ્વી છે તોપણ અહીં ચરણાનુયોગમાં બાહ્ય તપની જ પ્રધાનતા છે, માટે તેને જ તપસ્વી કહીએ છીએ. એ પ્રમાણે અન્ય નામાદિક સમજવાં.
એ જ પ્રમાણે અન્ય અનેક પ્રકાર સહિત ચરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન જાણવું.
દ્રવ્યાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન
હવે દ્રવ્યાનુયોગમાં કેવી રીતે વ્યાખ્યાન છે તે અહીં દર્શાવીએ છીએ.
જીવને જીવાદિ દ્રવ્યોનું યથાર્થ શ્રદ્ધાન જેમ થાય તેમ ભેદ, યુક્તિ, હેતુ અને દષ્ટાંતાદિકનું અહીં નિરૂપણ કરવામાં આવે છે. કારણ કે આ અનુયોગમાં યથાર્થ શ્રદ્ધાન કરવાનું પ્રયોજન છે. જોકે જીવાદિ વસ્તુ અભેદ છે તો પણ તેમાં ભેદકલ્પના વડે વ્યવહારથી દ્રવ્ય-ગુણ-પર્યાયાદિના ભેદ નિરૂપણ કરીએ છીએ, વળી પ્રતીતિ અણાવવા અર્થે અનેક યુક્તિ વડે અથવા પ્રમાણ નય વડે ઉપદેશ આપીએ છીએ તે પણ યુક્ત છે, તથા વસ્તુના અનુમાન-પ્રત્યભિજ્ઞાનાદિક કરાવવા માટે હેતુ-દષ્ટાંતાદિક આપીએ છીએ, એ રીતે અહીં વસ્તુની પ્રતીતિ કરાવવા માટે ઉપદેશ આપે છે.
તથા અહીં મોક્ષમાર્ગનું શ્રદ્ધાન કરાવવા અર્થે જીવાદિ તત્ત્વોના ભેદ-યુક્તિ-હેતુદષ્ટાંતાદિક વડે નિરૂપણ કરીએ છીએ, જેમ સ્વ-પરભેદ-વિજ્ઞાનાદિક થાય તેમ અહીં જીવઅજીવનો નિર્ણય કરીએ છીએ, તથા જેમ વીતરાગભાવ થાય તેમ આગ્નવાદિકનું સ્વરૂપ દર્શાવીએ છીએ અને ત્યાં મુખ્યપણે જ્ઞાન-વૈરાગ્યનાં કારણ કે આત્માનુભવનાદિક તેનું માહાભ્ય ગાઈએ છીએ.
દ્રવ્યાનુયોગમાં નિશ્ચય અધ્યાત્મ ઉપદેશની પ્રધાનતા હોય છે, ત્યાં વ્યવહારધર્મનો પણ નિષેધ કરીએ છીએ. જે જીવ, આત્માનુભવનો ઉપાય કરતો નથી અને માત્ર બાહ્યક્રિયાકાંડમાં મગ્ન છે તેને ત્યાંથી ઉદાસ કરી આત્માનુભવનાદિમાં લગાવવા અર્થે વ્રત-શીલ-સંયમાદિનું હીનપણું પ્રગટ કરીએ છીએ, ત્યાં એમ ન સમજી લેવું કે એને (વ્રત-શીલ-સંયમાદિને) છોડી પાપમાં લાગી જવું, કારણ કે એ ઉપદેશનું પ્રયોજન કાંઈ અશુભમાં જોડવાનું નથી પણ શુદ્ધોપયોગમાં લગાવવા માટે શુભોપયોગનો નિષેધ કરીએ છીએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com