________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
આઠમો અધિકાર
[ ૨૯૩
કહ્યું, તે જોકે જૂઠ છે, કારણ કે અન્ય ઠેકાણે પણ દંડ થતો જોવામાં આવે છે, પરંતુ ત્યાં અન્યાયવાન થોડા છે અને ન્યાયવાન ઘણા છે તથા ન્યાયવાનને દંડ થતો નથી, એવા પ્રયોજનને પોષે છે માટે તે જૂઠ નથી. વળી બૃહસ્પતિનું નામ સુરગુરુ” લખ્યું વા મંગળનું નામ “કુજ' લખ્યું, હવે એવાં નામ તો અન્યમત અપેક્ષાએ છે, એનો અક્ષરાર્થ છે તે તો જૂઠો છે પરંતુ એ નામો તે પદાર્થને પ્રગટ કરે છે માટે તે જૂઠાં નથી. એ પ્રમાણે અન્યમતાદિકનાં ઉદાહરણાદિ આપીએ છીએ તે જાઠાં છે પરંતુ અહીં ઉદાહરણાદિકનું તો શ્રદ્ધાન કરાવવાનું નથી, શ્રદ્ધાન તો પ્રયોજનનું કરાવવાનું છે, અને પ્રયોજન સાચું છે તેથી દોષ નથી.
વળી ચરણાનુયોગમાં છદ્મસ્થની બુદ્ધિગોચર સ્થળપણાની અપેક્ષાએ લોકપ્રવૃત્તિની મુખ્યતાસહિત ઉપદેશ આપીએ છીએ, પણ કેવળજ્ઞાનગોચર સૂક્ષ્મપણાની અપેક્ષાએ આપતા નથી, કારણ કે તેનું આચરણ થઈ શક્યું નથી અને અહીં તો આચરણ કરાવવાનું પ્રયોજન છે. જેમ અણુવ્રતીને ત્રસહિંસાનો ત્યાગ કહ્યો, હવે આને સ્ત્રીસેવનાદિ કાર્યોમાં ત્રસહિંસા થાય છે, વળી આ જાણે પણ છે કે-જિનવાણીમાં અહીં ત્રસજીવ કહ્યા છે, પરંતુ આને ત્રસજીવ મારવાનો અભિપ્રાય નથી તથા લોકમાં જેનું નામ ત્રસઘાત છે તેને આ કરતો નથી તેથી એ અપેક્ષાએ તેને ત્રસહિંસાનો ત્યાગ છે. બીજું, મુનિને સ્થાવરહિંસાનો પણ ત્યાગ કહ્યો, હવે મુનિ, પૃથ્વીજળાદિકમાં ગમનાદિક કરે છે ત્યાં ત્રસનો પણ સર્વથા અભાવ નથી કારણ કે-ત્રસ જીવોની પણ એવી સૂક્ષ્મ અવગાહના હોય છે કે જે દૃષ્ટિગોચર થતી નથી તથા તેથી સ્થિતિ પૃથ્વી-જળાદિમાં જ છે એ આ મુનિ જિનવાણીથી જાણે છે વા કોઈ વેળા અવધિજ્ઞાનાદિ વડે પણ જાણે છે, પરંતુ આને પ્રમાદથી સ્થાવર-ત્રસહિંસાનો અભિપ્રાય નથી. લોકમાં ભૂમિ ખોદવી તથા અપ્રાસુક જળથી ક્રિયા કરવી, ઇત્યાદિ પ્રવૃત્તિનું નામ સ્થાવરહિંસા છે અને સ્થૂળ ત્રસજીવોને પીડવાનું નામ ત્રસહિંસા છે, તેને આ કરતો નથી તેથી મુનિને હિંસાનો સર્વથા ત્યાગ કહીએ છીએ. તે જ પ્રમાણે અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનો તેમને ત્યાગ કહ્યો છે, પણ કેવળજ્ઞાનમાં જાણવાની અપેક્ષાએ અસત્યવચનયોગ બારમા ગુણસ્થાન સુધી કહ્યો છે, અદત્તકર્મપરમાણુ આદિ પરદ્રવ્યોનું ગ્રહણ તેરમાં ગુણસ્થાન સુધી છે, વેદનો ઉદય નવમાં ગુણસ્થાન સુધી છે, અંતરંગપરિગ્રહ દશમા ગુણસ્થાન સુધી છે, તથા બાહ્યપરિગ્રહ સમવસરણાદિ કેવળીભગવાનને પણ હોય છે પરંતુ મુનિને પ્રમાદપૂર્વક પાપરૂપ અભિપ્રાય નથી, લોકપ્રવૃત્તિમાં જે ક્રિયાઓ વડે
આ જૂઠું બોલે છે, ચોરી કરે છે, કુશીલ સેવે છે, તથા પરિગ્રહ રાખે છે”—એવું નામ પામે છે તે ક્રિયાઓ આને નથી, તેથી તેને અસત્યાદિકનો ત્યાગ કહીએ છીએ. વળી જેમ મુનિને મૂળગુણોમાં પાંચ ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કહ્યો, પણ ઇન્દ્રિયોનું જાણવું તો મટતું નથી તથા જ વિષયોમાં રાગ-દ્વેષ સર્વથા દૂર થયો હોય તો ત્યાં યથાખ્યાતચારિત્ર થઈ જાય, તે અહીં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com