________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
લગાવીએ છીએ. જેમ-પાપનાં ફળ નરકાદિકનાં દુ:ખ બતાવી ત્યાં ભયકષાય ઉપજાવી તેને પાપકાર્ય છોડાવીએ છીએ, તથા પુણ્યના ફળ સ્વર્ગાદિનાં સુખ બતાવી ત્યાં લોભકષાય ઉપજાવી તેને ધર્મકાર્યોમાં લગાવીએ છીએ. બીજું આ જીવ ઈદ્રિયવિષય, શરીર, પુત્ર અને ધનાદિના અનુરાગથી પાપ કરે છે–ધર્મથી પરામુખ રહે છે માટે ઇંદ્રિયવિષયોને મરણ-કલેશાદિનાં કારણ દર્શાવી તેમાં અરતિકષાય કરાવીએ છીએ; શરીરાદિને અશુચિરૂપ બતાવી ત્યાં જુગુપ્સાકષાય કરાવીએ છીએ; પુત્રાદિને ધનાદિકનાં ગ્રાહક બતાવી ત્યાં દ્વેષ કરાવીએ છીએ તથા ધનાદિકને મરણ-કલેશાદિનાં કારણ બતાવી ત્યાં અનિષ્ટબુદ્ધિ કરાવીએ છીએ; ઇત્યાદિ ઉપાયોથી વિષયાદિમાં તીવ્રરાગ દૂર થવાથી તેને પાપક્રિયા છૂટી ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. નામસ્મરણ,
સ્તુતિકરણ, પૂજા, દાન-શીળાદિકથી આ લોકમાં દરિદ્ર-કષ્ટ દૂર થાય છે, પુત્ર-ધનાદિની પ્રાપ્તિ થાય છે એમ નિરૂપણ કરી તેને લોભ ઉપજાવી તે ધર્મકાર્યોમાં લગાવીએ છીએ, એ જ પ્રમાણે અન્ય ઉદાહરણ પણ જાણવાં.
પ્રશ્ન:- કોઈ કષાય છોડાવી વળી કોઈ અન્ય કષાય કરાવવાનું શું પ્રયોજન?
ઉત્તર:- જેમ રોગ તો શીતાંગ પણ છે તથા જ્વર પણ છે, પરંતુ કોઈને શીતાંગથી મરણ થતું જાણે તો ત્યાં વૈધ તેને જ્વર થવાનો ઉપાય કરે છે અને જ્વર પણ થયા પછી તેને જીવવાની આશા થતાં પાછળથી જ્વર મટાડવાનો ઉપાય કરે છે. તેમ કષાય તો બધાય હેય છે, પરંતુ કોઈ જીવોને કષાયોથી પાપકાર્ય થતાં જાણે, ત્યાં શ્રીગુરુ તેમને પુણ્યકાર્યના કારણભૂત કષાય થવાનો ઉપાય કરે છે અને પાછળથી તેને સાચી ધર્મબુદ્ધિ થઈ જાણે ત્યારે એ કષાય મટાડવાનો ઉપાય કરે છે. એવું પ્રયોજન જાણવું.
વળી ચરણાનુયોગમાં જેમ જીવ પાપને છોડી ધર્મમાં જોડાય તેવી અનેક યુક્તિથી વર્ણન કરીએ છીએ. ત્યાં લૌકિક દષ્ટાંત યુક્તિ, ઉદાહરણ, ન્યાયપદ્ધતિથી સમજાવીએ છીએ તથા કોઈ ઠેકાણે અન્યમતનાં પણ ઉદાહરણાદિ આપીએ છીએ. જેમ સૂક્તામુક્તાવલિમાં લક્ષ્મીને કમળવાસિની કહી તથા સમુદ્રમાં વિષ અને લક્ષ્મી બને ઊપજે છે એ અપેક્ષાએ તેને વિષની ભગિની કહી, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ કહીએ છીએ. ત્યાં કોઈ ઉદાહરણ જૂઠાં પણ છે, પરંતુ સાચા પ્રયોજનને પોષે છે તેથી ત્યાં દોષ નથી. કોઈ કહે કે-અહીં જાઠનો દોષ તો લાગે છે? તેનું સમાધાન-જો જૂઠ પણ છે, પરંતુ જો તે સાચા પ્રયોજનને પોષે છે તો તેને જૂઠ કહેતા નથી તથા સત્ય પણ છે પરંતુ જે તે જૂઠા પ્રયોજનને પોષે છે તો તે જૂઠ જ છે. એ પ્રમાણે અલંકારયુક્ત નામાદિકમાં વચન-અપેક્ષાએ સાચ-જૂઠ નથી પણ પ્રયોજન અપેક્ષાએ સાચ-જૂઠ છે, જેમ તુચ્છ શોભાસહિત નગરને ઇંદ્રપુરી સમાન કહીએ છીએ તે જોકે જૂઠ છે પરંતુ શોભાના પ્રયોજનને પોષે છે માટે જpઠ નથી. વળી આ નગરમાં છત્રને જ દંડ છે, અન્ય ઠેકાણે નથી.” એમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com