________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૦]
મોક્ષમાર્ગ પ્રકાશક
પ્રાપ્ત થઈ શક્તા નથી તેમનો એટલો જ ઉપકાર કર્યો કે–તેમને વ્યવહારધર્મનો ઉપદેશ આપી કુગતિનાં દુઃખોના કારણરૂપ પાપકર્યો છોડાવી સુગતિનાં ઇન્દ્રિયજનિત કારણરૂપ પુણ્યકાર્યોમાં લગાવ્યા. ત્યાં જેટલું દુઃખ મટયું તેટલો તો ઉપકાર થયો. વળી પાપીને તો પાપવાસના જ રહે છે અને એ કુગતિમાં જાય છે ત્યાં ધર્મનાં નિમિત્ત નહિ હોવાથી તે પરંપરાએ દુઃખ જ પામ્યા કરે છે; તથા પુણવાનને ધર્મવાસના રહે છે અને સુગતિમાં જાય છે ત્યાં ધર્મનાં નિમિત્ત પ્રાપ્ત થાય છે તેથી પરંપરાએ સુખને પામે છે, અથવા કર્મ શક્તિહીન થઈ જાય તો તે મોક્ષમાર્ગને પણ પ્રાપ્ત થઈ જાય છે, માટે તેમને વ્યવહારના ઉપદેશ વડે હિંસાદિ પાપથી છોડાવી પુણ્યકાર્યમાં લગાવે છે. વળી જે જીવો મોક્ષમાર્ગને પ્રાપ્ત થયા છે વા પ્રાપ્ત થવા યોગ્ય છે તેમનો એવો ઉપકાર કર્યો કે–તેમને નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ આપી મોક્ષમાર્ગમાં પ્રવર્તાવ્યા. એમ શ્રીગુરુ તો સર્વનો એવો જ ઉપકાર કરે છે, પરંતુ જે જીવોને એવો ઉપકાર ન થાય તો ત્યાં શ્રીગુરુ શું કરે? તેમણે તો જેવો બન્યો તેવો ઉપકાર જ કર્યો. એ પ્રમાણે બે પ્રકારથી ઉપદેશ આપીએ છીએ.
હવે, વ્યવહાર ઉપદેશમાં તો બાહ્યક્રિયાઓની જ પ્રધાનતા છે, તેના ઉપદેશથી જીવ પાપક્રિયા છોડી પુણ્યક્રિયાઓમાં પ્રવર્તે છે તથા ત્યાં ક્રિયા અનુસાર પરિણામ પણ તીવ્રકષાય છોડી કંઈક મંદકષાયરૂપ થઈ જાય છે, મુખ્યપણે તો એ પ્રમાણે છે છતાં કોઈને ન થાય તો ન પણ થાય, શ્રીગુરુ તો પરિણામ સુધારવા અર્થે બાહ્ય-ક્રિયાઓને ઉપદેશે છે. વળી નિશ્ચયસહિત વ્યવહારના ઉપદેશમાં પરિણામોની જ પ્રધાનતા છે, તેના ઉપદેશથી તત્ત્વજ્ઞાનના અભ્યાસ વડે વા વૈરાગ્યભાવના વડે પરિણામ સુધારે ત્યાં પરિણામો અનુસાર બાહ્ય ક્રિયા પણ સુધરી જાય છે. પરિણામ સુધરતાં બાહ્ય ક્રિયા અવશ્ય સુધરે જ, માટે શ્રીગુરુ મુખ્ય તો પરિણામ સુધારવાનો ઉપદેશ કરે છે. એ પ્રમાણે બંને પ્રકારના ઉપદેશમાં જ્યાં વ્યવહારનો જ ઉપદેશ હોય ત્યાં સમ્યગ્દર્શનના અર્થે તો અરહંતદેવ-નિગ્રંથગુરુ-દયાધર્મને જ માનવા પણ અન્યને ન માનવા, જીવાદિતત્ત્વોનું જે વ્યવહારસ્વરૂપ કહ્યું છે તેનું શ્રદ્ધાન કરવું. શંકાદિક પચ્ચીસ દોષ ન લગાવવા તથા નિઃશંક્તિાદિ અંગ વા સંવેગાદિ ગુણ પાળવા ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ. સમ્યજ્ઞાનના અર્થે જૈનમતનાં શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને અર્થ-વ્યંજનાદિ અંગોનું સાધન કરવું, ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ. તથા સમ્યફચારિત્રના માટે એકદેશ વા સર્વદશ હિંસાદિ પાપોનો ત્યાગ કરવો અને વ્રતાદિ અંગોને પાળવાં, ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ. વળી કોઈ જીવને વિશેષ ધર્મસાધન ન થતું જાણી એક આખડી આદિનો પણ ઉપદેશ આપીએ છીએ, જેમ-ભીલને કાગડાનું માંસ છોડાવ્યું, ગોવાળને નમસ્કારમંત્ર જપવાનો ઉપદેશ આપ્યો તથા ગૃહસ્થને ચૈયાલય-પૂજા-પ્રભાવનાદિ કાર્યોનો ઉપદેશ દે છે, ઇત્યાદિ જેવો જીવ હોય તેને તેવો ઉપદેશ દે
વળી જ્યાં નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ હોય ત્યાં સમ્યગ્દર્શનના અર્થે યથાર્થ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com