________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
આઠમો અધિકાર
[ ૨૮૯
તેમ જાણી તો લે પરંતુ પ્રવૃત્તિ તો બુદ્ધિગોચર જેમ ભલું થાય તેમ કરે.
વળી કરણાનુયોગમાં પણ કોઈ ઠેકાણે ઉપદેશની મુખ્યતાપૂર્વક વ્યાખ્યાન હોય છે તેને સર્વથા તેમ જ ન માનવું. જેમ હિંસાદિકના ઉપાયને કુમતિજ્ઞાન કહ્યું છે, અન્ય-મતાદિકના શાસ્ત્રાભ્યાસને કુશ્રુતજ્ઞાન કહ્યું છે, બૂરું દેખાય-ભલું ન દેખાય તેને વિર્ભાગજ્ઞાન કહ્યું છે, હવે તે તો તેને છોડાવવા માટે ઉપદેશરૂપે એમ કહ્યું છે પણ તારતમ્યથી મિથ્યાષ્ટિનું બધુંય જ્ઞાન કુશાન છે, સમ્યગ્દષ્ટિનું બધુંય જ્ઞાન સુજ્ઞાન છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કોઇ ઠેકાણે સ્થૂળ કથન કર્યું હોય તેને તારતમ્યરૂપ ન જાણવું; જેમ વ્યાસથી ત્રણગુણી પરિધિ કહીએ છીએ, પણ સૂક્ષ્મપણાથી ત્રણગુણીથી કંઈક અધિક હોય છે. એમ જ અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કોઈ ઠેકાણે મુખ્યતાની અપેક્ષાએ વ્યાખ્યાન હોય તેને સર્વપ્રકારરૂપ ન જાણવું. જેમ મિથ્યાષ્ટિ અને સાસાદન-ગુણસ્થાનવાળા જીવોને પાપજીવ કહ્યા તથા અસંયતાદિ ગુણસ્થાનવાળા જીવોને પુણજીવ કહ્યા, એ તો મુખ્યપણાથી એમ કહ્યું છે પણ તારતમ્યતાથી તો બંનેમાં યથાસંભવ પાપ-પુણ્ય હોય છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એ પ્રમાણે અન્ય પણ નાના પ્રકાર હોય છે તે યથાસંભવ સમજવા. એ પ્રમાણે કરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન દર્શાવ્યું. હવે ચરણાનુયોગમાં કેવી રીતે વ્યાખ્યાન છે તે અહીં દર્શાવીએ છીએ
ચરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન
ચરણાનુયોગમાં જેમ જીવોને પોતાના બુદ્ધિગોચર ધર્મનું આચરણ થાય તેવો ઉપદેશ આપ્યો છે. હવે ધર્મ તો નિશ્ચયરૂપ મોક્ષમાર્ગ છે તે જ છે, તેનાં સાધનાદિક ઉપચારથી ધર્મ છે. તેથી વ્યવહારનયની પ્રધાનતાથી નાનાપ્રકારરૂપ ઉપચારધર્મના ભેદાદિકનું આમાં નિરૂપણ કરવામાં આવે છે; કારણ કે નિશ્ચયધર્મમાં તો કાંઈ ગ્રહણ-ત્યાગનો વિકલ્પ નથી, તથા નીચલી અવસ્થામાં વિકલ્પ છુટતો નથી તેથી આ જીવને ધર્મવિરોધી કાર્યોને છોડાવવાનો તથા ધર્મસાધનાદિ કાર્યોને ગ્રહણ કરાવવાનો આમાં ઉપદેશ છે. એ ઉપદેશ બે પ્રકારથી કરીએ છીએ. એક તો વ્યવહારનો જ ઉપદેશ આપીએ છીએ તથા એક નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ આપીએ છીએ. તેમાં જે જીવોને નિશ્ચયનું જ્ઞાન નથી વા ઉપદેશ આપવા છતાં પણ થતું જણાતું નથી એવા મિથ્યાષ્ટિ જીવો કંઈક ધર્મ-સન્મુખ થતાં તેમને વ્યવહારનો જ ઉપદેશ આપીએ છીએ, તથા જે જીવોને નિશ્ચય-વ્યવહારનું જ્ઞાન છે વા ઉપદેશ આપતાં તેનું જ્ઞાન થતું જણાય છે. એવા સમ્યગ્દષ્ટિ જીવોને વા સમ્યકત્વસમ્મુખ મિથ્યાષ્ટિ જીવોને નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ આપીએ છીએ; કારણ કે શ્રીગુરુ તો સર્વ જીવોના ઉપકારી છે. હવે અસંગી જીવ તો ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય જ નથી તેથી તેમનો તો એટલો જ ઉપકાર કર્યો કે અન્ય જીવોને તેમની દયા કરવાનો ઉપદેશ આપ્યો, તથા જે જીવ કર્મની પ્રબળતાથી નિશ્ચયમોક્ષમાર્ગને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com