________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
આઠમો અધિકાર
[ ૨૮૭
હોય છે, તેનું પણ સર્વ સ્વરૂપ નિરૂપણ થઈ શક્યું નથી માટે જેમ વચનગોચર થાય અને છદ્મસ્થના જ્ઞાનમાં તેનો કંઈક ભાવ ભાસે, એ પ્રમાણે અહીં સંકોચ પૂર્વક નિરૂપણ કરવામાં આવે છે. અહીં ઉદાહરણ-જેમ, જીવોના ભાવોની અપેક્ષાએ ગુણસ્થાન કહ્યાં છે પણ તે ભાવ અનંતસ્વરૂપસહિત હોવાથી વચનગોચર નથી, તેથી ત્યાં ઘણા ભાવોની એકજાતિ કરી ચૌદ ગુણસ્થાન કહ્યાં, જીવ જાણવાના અનેક પ્રકાર છે છતાં ત્યાં મુખ્ય ચૌદ માર્ગણાઓનું નિરૂપણ કર્યું; કર્મપરમાણુ અનંત પ્રકારની શક્તિસહિત છે છતાં તેમાં ઘણાની એકજાતિ કરી આઠ વા એકસો અડતાલીસ પ્રકૃતિ કહી, ત્રણ લોકમાં અનેક રચના છે છતાં ત્યાં મુખ્ય રચનાઓનું નિરૂપણ કરે છે, તથા પ્રમાણના અનંત ભેદ છે છતાં ત્યાં સંખ્યાતાદિ ત્રણ ભેદ વા તેના એકવીસ ભેદ નિરૂપણ કર્યા, -એ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી કરણાનુયોગમાં જોકે વસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિક અખંડિત છે તોપણ છબસ્થને તેનું હીનાધિક જ્ઞાન થવા અર્થે પ્રદેશ, સમય અને અવિભાગ-પ્રતિચ્છેદાદિકની કલ્પના કરી તેનું પ્રમાણ નિરૂપણ કરવામાં આવે છે. એક વસ્તુમાં જુદા જુદા ગુણો વા પર્યાયોનો ભેદ કરી નિરૂપણ કરીએ છીએ તથા જીવ-પુદગલાદિક જોકે ભિન્ન ભિન્ન છે તોપણ સંબંધાદિકવડે વા અનેક દ્રવ્યથી નિપજેલા ગતિ-જાતિ આદિ ભેદોને એક જીવના નિરૂપણ કરે છે. ઇત્યાદિ વ્યાખ્યાન વ્યવહારનયની પ્રધાનતા સહિત સમજવું. કારણ કે-વ્યવહાર વિના વિશેષ જાણી શકાય નહિ. વળી કોઈ ઠેકાણે નિશ્ચય વર્ણન પણ હોય છે, જેમ કે-જીવાદિક દ્રવ્યોનું પ્રમાણ નિરૂપણ કર્યું ત્યાં જુદાં જુદાં એટલાં જ દ્રવ્ય છે, તે યથાસંભવ જાણી લેવાં.
વળી કરણાનુયોગમાં જે કથન છે તેમાં કોઈ તો છદ્મસ્થને પ્રત્યક્ષ-અનુમાનાદિગોચર થાય છે, પણ જે ન થાય તેને આજ્ઞા-પ્રમાણ વડે જ માનવાં. જેમ જીવ-પુદ્ગલના સ્થૂળ ઘણા કાળસ્થાયી મનુષ્યાદિ પર્યાય વા ઘટાદિ પર્યાય નિરૂપણ કર્યા તેનાં તો પ્રત્યક્ષ-અનુમાનાદિક થઈ શકે છે પરંતુ સમયે સમયે થતાં સૂક્ષ્મ પરિણમનની અપેક્ષાએ જ્ઞાનાદિકના તથા સ્નિગ્ધરુક્ષાદિકના અંશોનું જે નિરૂપણ કર્યું છે તે તો આજ્ઞાથી જ પ્રમાણ થાય છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
કરણાનુયોગમાં છદ્મસ્થોની પ્રવૃત્તિ અનુસાર વર્ણન કર્યું નથી પણ કેવળજ્ઞાનગમ્ય પદાર્થોનું નિરૂપણ છે. જેમ કેટલાક જીવ તો દ્રવ્યાદિકનો વિચાર કરે છે તથા વ્રતાદિક પાળે છે પરંતુ તેને અંતરંગ સમ્યકત્વ-ચારિત્રશક્તિ નહિ હોવાથી તેને મિથ્યાષ્ટિ-અવ્રતી કહીએ છીએ; તથા કેટલાક જીવ દ્રવ્યાદિકના વા વ્રતાદિકના વિચાર રહિત છે, અન્ય કાર્યોમાં પ્રવર્તે છે વા નિદ્રાદિ વડે નિર્વિચાર થઈ રહ્યા છે તો પણ તેને સમ્યકત્વાદિ શક્તિનો સદભાવ હોવાથી સમ્યગ્દષ્ટિ વા વતી કહીએ છીએ. વળી કોઈ જીવને કષાયોની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com