________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
આઠમો અધિકાર
[ ૨૮૫
પ્રશ્ન:- એમ જૂઠાં ફળ દર્શાવવાં તો યોગ્ય નથી, એવાં કથનને પ્રમાણ કેમ કરીએ?
ઉત્તર:- જે અજ્ઞાની જીવ ઘણું ફળ દર્શાવ્યા વિના ધર્મમાં ન જોડાય વા પાપથી ન ડરે, તેનું ભલું કરવા અર્થે એ પ્રમાણે વર્ણન કરીએ છીએ. જૂઠ તો ત્યારે થાય કે જ્યારે ધર્મના ફળને પાપનું ફળ બતાવે તથા પાપના ફળને ધર્મનું ફળ બતાવે, પણ એમ તો છે જ નહિ. જેમ દશ પુરુષ મળી કોઈ કાર્ય કરે ત્યાં ઉપચારથી કોઈ એક પુરુષે કર્યું પણ કહીએ તો ત્યાં દોષ નથી; અથવા જેના પિતાદિકે કોઈ કાર્ય કર્યું હોય તેને એકજાતિ અપેક્ષાએ ઉપચારથી પુત્રાદિકે કર્યું કહીએ તો ત્યાં દોષ નથી, તેમ ઘણા શુભ વા અશુભ કાર્યોનું એક ફળ થયું, તેને ઉપચારથી એક શુભ વા અશુભ કાર્યનું ફળ કહીએ તો ત્યાં દોષ નથી; અથવા કોઈ અન્ય શુભ વા અશુભકાર્યનું ફળ જે થયું હોય, તેને એકજાતિ અપેક્ષાએ ઉપચારથી કોઈ અન્ય જ શુભ વા અશુભ કાર્યનું ફળ કહીએ તો ત્યાં દોષ નથી. ઉપદેશમાં કોઈ ઠેકાણે વ્યવહાર વર્ણન છે તથા કોઈ ઠેકાણે નિશ્ચય વર્ણન છે. હવે અહીં ઉપચારરૂપ વ્યવહાર વર્ણન કર્યું છે, એ પ્રમાણે તેને પ્રમાણ કરે છે પણ તેને તારતમ્ય (સૂક્ષ્મ) ન માની લેવું, તારતમ્યનું તો કરણાનુયોગમાં નિરૂપણ કર્યું છે ત્યાંથી જાણવું.
વળી પ્રથમાનુયોગમાં ઉપચારરૂપ કોઈ ધર્મઅંગ થતાં ત્યાં સંપૂર્ણ ધર્મ થયો કહીએ છીએ; જેમ જીવોને શંકા-કાંક્ષાદિ ન કરતાં તેને સમ્યકત્વ ન થયું કહીએ છીએ; પણ કોઈ એક કાર્યમાં શંકા-કાંક્ષા ન કરવામાત્રથી તો સમ્યકત્વ ન થાય. સમ્યકત્વ તો તત્ત્વશ્રદ્ધાન થતાં જ થાય છે; પરંતુ અહીં નિશ્ચયસમ્યકત્વનો તો વ્યવહારસમ્યકત્વમાં ઉપચાર કર્યો તથા વ્યવહારસમ્યકત્વના કોઈ એક અંગમાં સંપૂર્ણ વ્યવહારસમ્યકત્વનો ઉપચાર કર્યો એ પ્રમાણે તેને ઉપચારથી સમ્યકત્વ થયું કહીએ છીએ. વળી જૈનશાસ્ત્રનું કોઈ એક અંગ જાણતાં સમ્યજ્ઞાન થયું કહીએ છીએ, હવે સમ્યજ્ઞાન તો સંશયાદિરહિત તત્ત્વજ્ઞાન થતાં જ થાય, પરંતુ અહીં પૂર્વવત્ ઉપચારથી સમ્યજ્ઞાન કહીએ છીએ. તથા કોઈ રૂડું આચરણ થતાં સમ્યક્રચારિત્ર થયું કહીએ છીએ, ત્યાં જેણે જૈનધર્મ અંગીકાર કર્યો હોય અથવા કોઈ નાની-મોટી પ્રતિજ્ઞા ગ્રહણ કરી હોય તેને શ્રાવક કહીએ છીએ, હવે શ્રાવક તો પંચમગુણસ્થાનવર્તી થતાં જ થાય છે પરંતુ પૂર્વવત્ ઉપચારથી તેને શ્રાવક કહ્યો છે. ઉત્તરપુરાણમાં શ્રેણિકને શ્રાવકોત્તમ કહ્યો પણ તે તો અસંયમી હતો, પરંતુ જૈન હતો માટે કહ્યો. એ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી કોઈ સમ્યકત્વરહિત મુનિલિંગ ધારણ કરે વા દ્રવ્યથી પણ કોઈ અતિચાર લગાવતો હોય છતાં તેને પણ અહીં મુનિ કહીએ છીએ, હવે મુનિ તો છઠ્ઠ આદિ ગુણસ્થાનવર્તી થતાં જ થાય છે પરંતુ પૂર્વવત્ ઉપચારથી તેને મુનિ કહ્યો છે. સમવસરણસભામાં મુનિઓની સંખ્યા કહી ત્યાં કાંઈ બધાય શુદ્ધ ભાવલિંગી મુનિ નહોતા પરંતુ નિલિંગ ધારવાથી ત્યાં બધાને મુનિ કહ્યા; એ જ પ્રમાણે સર્વ ઠેકાણે સમજવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com