________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮]
મોક્ષમાર્ગ પ્રકાશક
પ્રવૃત્તિ તો ઘણી છે પણ જો તેને અંતરંગ કપાયશક્તિ થોડી છે તો તેને મંદકષાયી કહીએ છીએ, તથા કોઈ જીવને કષાયોની પ્રવૃત્તિ તો થોડી છે પણ જો તેને અંતરંગ કષાયશક્તિ ઘણી છે તો તેને તીવ્રકષાયી કહીએ છીએ. જેમ ભંતરાદિ દેવો કષાયોથી નગર નાશાદિ કાર્ય કરે છે તોપણ તેમને થોડી કષાયશક્તિ હોવાથી પીતલેશ્યા કહી, તથા એકેંદ્રિયાદિ જીવો કષાયકાર્ય કરતા જણાતા નથી તોપણ તેમને ઘણી કષાયશક્તિ હોવાથી કૃષ્ણાદિ લેશ્યાઓ કહી. વળી સર્વાર્થસિદ્ધિના દેવો કષાયરૂપ થોડા પ્રવર્તે છે તોપણ તેમને ઘણી કષાયશક્તિ હોવાથી અસંયમી કહ્યા, તથા પંચમગુણસ્થાનવર્તી જીવ વ્યાપાર અને અબ્રહ્મચર્યાદિ કષાયકાર્યરૂપ ઘણો પ્રવર્તે છે. તોપણ તેને મંદકષાયશક્તિ હોવાથી દેશ-સંયમી કહ્યો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી કોઈ જીવને મન-વચન-કાયાની ચેષ્ટા થોડી થતી દેખાય છે તોપણ કર્મઆકર્ષણશક્તિની અધિક્તાની અપેક્ષાએ તેને ઘણો યોગ્ય કહ્યો તથા કોઈને ઘણી ચેષ્ટા દેખાય છે તોપણ એ કર્માકર્ષણ શક્તિની હીનતાથી અલ્પયોગ કહ્યો. જેમ કેવળજ્ઞાની ગમનાદિકિયારહિત થયા હોય તો પણ તેમને ઘણો યોગ કહ્યો, ત્યારે બે ઇંદ્રિયાદિ જીવો ગમનાદિક્રિયા કરે છે તોપણ તેમને અલ્પયોગ કહ્યો. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી કોઈ ઠેકાણે જેની વ્યક્તતા તો કાંઈ ભાસતી નથી તોપણ સૂક્ષ્મશક્તિના સભાવથી તેનું ત્યાં અસ્તિત્વ કહ્યું; જેમ મુનિને અબ્રહ્મકાર્ય તો કાંઈ નથી તોપણ નવમા ગુણસ્થાન સુધી તેમને મૈથુનસંજ્ઞા કહી; અહમિન્દ્રોને દુઃખનું કારણ વ્યક્ત નથી તોપણ તેમને કદાચિત અશાતાનો ઉદય કહ્યો છે; નારકીઓને સુખનું કારણ વ્યક્ત નથી તોપણ કદાચિત્ શાતાનો ઉદય કહ્યો, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
કરણાનુયોગમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાદિને ધર્મનું નિરૂપણ કર્મપ્રકૃતિઓના ઉપશમાદિકની અપેક્ષા સહિત સૂક્ષ્મશક્તિ જેવી હોય તેમ ગુણસ્થાનાદિકમાં નિરૂપણ કરે છે, અથવા સમ્યગ્દર્શનાદિકના વિષયભૂત જીવાદિકનું નિરૂપણ પણ સૂક્ષ્મભેદાદિ સહિત કરે છે, અહીં કોઈ કરણાનુયોગ અનુસાર સ્વયં ઉધમ કરે તો તેમ થઈ શકે નહિ, કરણાનુયોગમાં તો યથાર્થ પદાર્થ જણાવવાનું પ્રયોજન મુખ્ય છે, આચરણ કરાવવાની મુખ્યતા નથી. માટે પોતે તો ચરણાનુયોગ અનુસાર પ્રવર્તે અને તેનાથી જે કાર્ય થવાનું હોય તે સ્વયં જ થાય છે; જેમ પોતે કર્મોનો ઉપશમાદિ કરવા ઇચ્છે તો કેવી રીતે થાય? પોતે તો તત્ત્વાદિકનો નિશ્ચય કરવાનો ઉધમ કરે, તેનાથી ઉપશમાદિસમ્યકત્વ સ્વયં જ થાય છે, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે સમજવું. એક અંતર્મુહૂર્તમાં અગિયારમાં ગુણસ્થાનથી પડીને ક્રમથી મિથ્યાષ્ટિ થઈ વળી પાછો ચઢી કેવળજ્ઞાન ઉપજાવે છે, હવે એવા સમ્યકત્વાદિના સૂક્ષ્મભાવ બુદ્ધિગોચર થતા નથી માટે તેને કરણાનુયોગ અનુસાર જેમ છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com