________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ર૮૬]
મોક્ષમાર્ગ પ્રકાશક
વળી પ્રથમાનુયોગમાં કોઈ ધર્મબુદ્ધિથી અનુચિત કાર્ય કરે તેની પણ પ્રશંસા કરવામાં આવે છે, જેમ વિષ્ણુકુમારે મુનિજનોનો ઉપસર્ગ દૂર કર્યો તે તો ધર્માનુરાગથી કર્યો, પરંતુ મુનિપદ છોડી આ કાર્ય કરવું યોગ્ય નહોતું, કારણ કે એવું કાર્ય તો ગૃહસ્થધર્મમાં સંભવે છે, હવે ગૃહસ્થધર્મથી તો મુનિધર્મ શ્રેષ્ઠ છે એટલે શ્રેષ્ઠ ધર્મ છોડી નીચો ધર્મ અંગીકાર કર્યો તે તો અયોગ્ય છે, પરંતુ વાત્સલ્યસંગની પ્રધાનતાથી અહીં વિષ્ણુકુમારની પ્રશંસા કરી; પણ એ છળ વડે બીજાઓએ શ્રેષ્ઠ ધર્મ છોડી નીચો ધર્મ અંગીકાર કરવો યોગ્ય નથી. વળી જેમ ગોવાળિયાએ મુનિને અગ્નિ વડે તપાવ્યા એ કાર્ય તો તેણે કરુણાથી કર્યું, પરંતુ આવ્યા ઉપસર્ગને દૂર કરતાં તો સહજ અવસ્થામાં જે શીતાદિકનો પરિષહ થાય છે તેને દૂર કરવાથી ત્યાં રતિ માની લેવાનું કારણ થાય છે, અને તેમને રતિ તો કરવી નથી માટે ત્યાં તો ઊલટો ઉપસર્ગ થાય છે એટલા માટે વિવેકી તો ત્યાં શીતાદિકનો ઉપચાર કરતા નથી, પરંતુ ગોવાળિયો અવિવેકી હતો અને કરુણા વડ તેણે આ કાર્ય કર્યું તેથી તેની અહીં પ્રશંસા કરી, પણ તેથી છળ વડે બીજાઓએ ધર્મપદ્ધતિમાં જે વિરુદ્ધ હોય તે કાર્ય કરવું યોગ્ય નથી. વળી જેમ વજકરણ રાજા સિંહોદર રાજાને નમ્યો નહિ પણ મુદ્રિકામાં પ્રતિમા રાખી. હવે મોટા મોટા સમ્યગ્દષ્ટિઓ રાજાદિકને નમન કરે છે તેમાં દોષ નથી, તથા મુદ્રિકામાં પ્રતિમાં રાખવાથી અવિનય થાય-યથાવત્ વિધિથી એવી પ્રતિમા હોય નહિ તેથી એ કાર્યમાં દોષ છે, પરંતુ તેને એવું જ્ઞાન નહોતું, તેને તો ધર્માનુરાગથી હું બીજાઓને નમું નહિ” એવી બુદ્ધિ થઈ માટે તેની પ્રશંસા કરી, પણ એ છળથી બીજાઓએ એવાં કાર્ય કરવા યોગ્ય નથી. વળી કોઈ પુરુષોએ પુત્રાદિકની પ્રાપ્તિ અર્થે વા રોગ-કટાદિક દૂર કરવા અર્થે ચેત્યાલય-પૂજનાદિ કાર્ય કર્યા, સ્તોત્રાદિ કર્યા, વા નમસ્કારમંત્ર સ્મરણ કર્યો હુવે એ પ્રમાણે કરતાં તો નિઃકાંક્ષિતગુણનો અભાવ થાય છે, નિદાનબંધ નામનું આર્તધ્યાન થાય છે, તથા અંતરંગમાં પાપનું જ પ્રયોજન છે તેથી પાપનો જ બંધ થાય છે; પરંતુ મોહિત થઈને પણ ઘણા પાપબંધના કારણરૂપ કુવાદિનું તો પૂજનાદિ તેણે ન કર્યું! એટલો જ તેનો ગુણ ગ્રહણ કરી અહીં તેની પ્રશંસા કરીએ છીએ, પણ એ છળથી બીજાઓએ લૌકિક કાર્યો અર્થે ધર્મસાધન કરવું યોગ્ય નથી. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એ જ પ્રમાણે પ્રથમાનુયોગમાં અન્ય કથન પણ હોય તેને યથા-સંભવ સમજવાં, પરંતુ ભ્રમરૂપ થવું નહિ. હવે કરણાનુયોગમાં કેવા પ્રકારથી વ્યાખ્યાન છે તે અહીં કહીએ છીએ
કરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન
જેમ કેવળજ્ઞાન વડે જાયું તેમ કરણાનુયોગમાં વ્યાખ્યાન છે. તથા કેવળજ્ઞાન વડે તો ઘણું જાણ્યું પરંતુ આત્માને કાર્યકારી જીવ-કર્માદિકનું વા ત્રિલોકાદિકનું જ આમાં નિરૂપણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com