________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ૨૭૫
અનિવૃત્તિકરણ - વળી જેમાં સમાન સમયવર્તી જીવોના પરિણામ સમાન જ હોય, નિવૃત્તિ અર્થાત્ પરસ્પર ભેદ તેનાથી રહિત હોય છે. જેમ કે કરણના પહેલા સમયમાં સર્વ જીવોના પરિણામ પરસ્પર સમાન જ હોય છે એ જ પ્રમાણે દ્વિતીયાદિ સમયોમાં પરસ્પર સમાનતા જાણવી. તથા પ્રથમાદિ સમયવાળાઓથી દ્વિતીયાદિ સમયવાળાઓને અનંતગુણી વિશુદ્ધતાસહિત હોય છે, એ પ્રમાણે અનિવૃત્તિકરણ જાણવું.
એ પ્રમાણે એ ત્રણ કરણ જાણવાં.
તેમાં પહેલાં અંતર્મુહૂર્ત કાળપર્યત અધ:કરણ થાય છે ત્યાં ચાર આવશ્યક થાય છે-૧સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતા થાય, ર-નવીનબંધની સ્થિતિ એક એક અંતર્મુહૂર્તથી ઘટતી જાય છે તે સ્થિતિબંધાપસરણ છે. ૩-સમયે સમયે પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ અનંતગુણો વધે, ૪-સમયે સમયે અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગબંધ અનંતમા ભાગે થાય-એ પ્રમાણે ચાર આવશ્યક થાય છે.
તે પછી અપૂર્વકરણ થાય છે, તેનો કાળ અધઃકરણના કાળના સંખ્યામાં ભાગ છે. તેમાં આ આવશ્યક બીજા થાય છે. (૧) સત્તાભૂત પૂર્વકર્મની સ્થિતિને એક એક અંતર્મુહૂર્તથી ઘટાડે તેવી સ્થિતિકાંડકઘાત થાય, (૨) તેનાથી અલ્પ એક એક અંતર્મુહૂર્તથી પૂર્વકર્મના અનુભાગને ઘટાડે તેવો અનુભાગકાંડકઘાત થાય, (૩) ગુણશ્રેણિના કાળમાં કમથી અસંખ્યાતગુણા પ્રમાણસહિત કર્મ નિર્જરવા યોગ્ય કરે તેવી ગુણશ્રેણિ નિર્જરા થાય, તથા ગુણસંક્રમણ અહીં થતું નથી પણ અન્યત્ર અપૂર્વકરણ થાય છે ત્યાં થાય છે.
એ પ્રમાણે અપૂર્વકરણ થયા પછી અનિવૃત્તિકરણ થાય છે તેનો કાળ અપૂર્વકરણના પણ સંખ્યામાં ભાગ છે, તેમાં પૂર્વોક્ત આવશ્યકસહિત કેટલોક કાળ ગયા પછી અંતરકરણ કરે છે, જે અનિવૃત્તિકરણના કાળ પછી ઉદય આવવા યોગ્ય એવાં
करणं परिणामो अपुव्वाणि च ताणि करणाणि च अपुव्वकरणाणि, असमाणपरिणामा ત્તિ નં ૩ત્ત હોાિા થવના ૬-૧-૮-૪TI
१. एगसमए वढ्ताणं जीवाणं परिणामेहि ण विज्जदे णियट्टी णिव्वत्ती जत्थ ते अणियट्टीपरिणामा। धवला १-९-८-४।
एक्कम्हि कालसमये संठाणादीहिं जह णिवट्ठति। ण णिवतॄति तहा परिणामेहिं मिहो નેહિં ગોત્ર નીવે કદ્દ !
२. किमंतरकरणं णाम ? विवक्खियकम्माणं हेट्ठिमोवरिमट्ठिदीओ मोत्तूण मज्झे अन्तोमुहुत्तमेत्ताणं द्विदीणं परिणामविसेसेण णिसेगाणमभावीकरण मंतरकरणमिदि भण्णदे।।
(जयधवला , अ० प० ९५३)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com