________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ૨૭૯
પ્રકારના મિથ્યાત્વભાવ છોડી સમ્યગ્દષ્ટિ થવું યોગ્ય છે, કારણ કે સંસારનું મૂળ મિથ્યાત્વ છે, મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ નથી.
એક મિથ્યાત્વ અને તેની સાથે અનંતાનુબંધી (કષાય)નો અભાવ થતાં એક્તાલીસ પ્રકૃતિઓનો બંધ તો મટી જાય છે, ન તથા સ્થિતિ અંત:કોડાકોડીસાગરની રહી જાય છે અને અનુભાગ થોડો જ રહી જાય છે, શીધ્ર જ મોક્ષપદ પ્રાપ્ત કરે છે; પણ મિથ્યાત્વનો સદ્દભાવ રહેતાં અનેક ઉપાય કરવા છતાં પણ મોક્ષમાર્ગ થતો નથી, માટે હરકોઈ ઉપાય વડે સર્વ પ્રકારે મિથ્યાત્વનો નાશ કરવો યોગ્ય છે.
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્રમાં જૈનમતવાળા મિથ્યાષ્ટિઓનું નિરૂપણ કરવાવાળો સાતમો અધિકાર સમાસ
૧. એ એક્તાલીસ પ્રકૃતિઓનાં નામ-મિથ્યાત્વ, હુડકસંસ્થાન, નપુંસકવેદ, અસંપ્રાપ્તાસૃપાટિકા સહુનન, એકેન્દ્રિય, સ્થાવર, આતાપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, બેઇન્દ્રિય, રૅન્દ્રિય, ચૌરિન્દ્રિય, નર્કગતિ, નર્કગત્યાનુપૂર્વિ, નકયુ.-એ સોળ પ્રકૃતિઓના બંધનું કારણ એક મિથ્યાત્વ જ છે, તે મિથ્યાત્વગુણસ્થાનના અંતસમયમાં એ સોળ પ્રકૃતિઓના બંધનો વિચ્છેદ થાય છે; તથા અનંતાનુબંધી કષાયના કારણે પચીસ કર્મપ્રકૃતિ તેમાં-અનંતાનુબંધીની ચાર, સ્યાનગૃદ્ધિ-નિદ્રાનિદ્રાપ્રચલાપ્રચલા-એ ત્રણ નિદ્રા, દુર્ભગ, દુસ્વર, અનાદય, જોધપરિમંડલ-સ્વાતિ-કુન્જ અને વામન એ ચાર સંસ્થાન, વજનારાચ-નારાચ-અર્ધનારાચ અને કીલિત એ ચાર સંહનન, અપ્રશસ્તવિહાયોગતિ, સ્ત્રીવેદ, નીચગોત્ર, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વિ, તિર્યંચાયુ અને ઉદ્યોત એ ૨૫ પ્રકૃતિઓની બુચ્છિતી બીજા સાસાદન ગુણસ્થાનના અંત સમયમાં થાય છે.
(ગોમ્મદસાર કર્મકાંડ ગાથા ૯૫-૬૯)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com