________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮]
મોક્ષમાર્ગ પ્રકાશક
ઉદય રહે તો જેવી અનાદિ મિથ્યાષ્ટિની દશા હોય છે તેવી તેની પણ દશા થઈ જાય છે, ગૃહીતમિથ્યાત્વને પણ તે ગ્રહણ કરે છે તથા નિગોદાદિકમાં પણ રખડે છે, એનું કાંઈ પ્રમાણ નથી.
વળી કોઈ જીવ સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ સાસાદની થાય છે તો જઘન્ય એકસમય તથા ઉત્કૃષ્ટ છે આવલી પ્રમાણ કાળ રહે છે. તેના પરિણામની દશા વચન દ્વારા કહી શકાતી નથી. અહીં સૂક્ષ્મકાળમાત્ર કોઈ જાતિના કેવળજ્ઞાનગષ્મ પરિણામ હોય છે, ત્યાં અનંતાનુબંધીનો ઉદય તો હોય છે પણ મિથ્યાત્વનો ઉદય હોતો નથી, તેનું સ્વરૂપ આગમપ્રમાણથી જાણવું.
વળી કોઈ જીવ સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ મિશ્રગુણસ્થાનને પ્રાપ્ત થાય છે ત્યાં મિશ્રમોનીયનો ઉદય થાય છે. તેનો કાળ મધ્યમઅંતર્મુહૂર્તમાત્ર છે. તેનો કાળ પણ થોડો છે એટલે તેના પરિણામ પણ કેવળજ્ઞાનગમ્ય છે. અહીં એટલું ભાસે છે કે-જેમ કોઈને શિક્ષા આપી તેને તે કંઈક સત્ય અને કંઈક અસત્ય એક કાળમાં માને છે, તેમ આને તત્ત્વોને શ્રદ્ધાનઅશ્રદ્ધાન એક કાળમાં હોય છે, તે મિશ્રદશા છે.
પ્રશ્ન:- “અમારે તો જિનદેવ વા અન્યદેવ બધાય વંદન કરવા યોગ્ય છે.' ઇત્યાદિ મિશ્રશ્રદ્ધાનને મિશ્રગુણસ્થાન કહે છે?
ઉત્તર:- ના, એ તો પ્રત્યક્ષ મિથ્યાત્વદશા છે; વ્યવહારરૂપ દેવાદિકનું શ્રદ્ધાન હોવા છતાં પણ મિથ્યાત્વ રહે છે ત્યારે આને તો દેવ-કુદેવનો કાંઈ નિર્ણય જ નથી, એટલે આને તો પ્રગટ વિનયમિથ્યાત્વ છે એમ જાણવો.
એ પ્રમાણે સમ્યકત્વસમ્મુખ મિથ્યાષ્ટિઓનું કથન કર્યું પ્રસંગોપાત અન્ય પણ કથન
એ પ્રમાણે જૈનમતવાળા મિથ્યાદષ્ટિઓના સ્વરૂપનું નિરૂપણ કર્યું.
અહીં નાના પ્રકારના મિથ્યાષ્ટિઓનું કથન કર્યું છે તેનું પ્રયોજન એ જાણવું કે એ પ્રકારોને ઓળખી પોતાનામાં એવા દોષ હોય તો તેને દૂર કરી સમ્યકશ્રદ્ધાન-યુક્ત થવું, પણ અન્યના એવા દોષ જોઈ જોઈને કષાયી ન થવું. કારણ કે-પોતાનું ભલું-બૂરું તો પોતાના પરિણામોથી છે; જો અન્યને સચિવાન દેખે તો કંઈક ઉપદેશ આપી તેનું ભલું કરે. પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવો યોગ્ય છે, સર્વ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com