________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪]
મોક્ષમાર્ગ પ્રકાશક
એ કરણલબ્ધિવાળા જીવને બુદ્ધિપૂર્વક તો એટલો જ ઉધમ હોય છે કે તે તત્ત્વવિચારમાં ઉપયોગને તદ્રુપ થઈ લગાવે તેથી સમયે સમયે તેના પરિણામ નિર્મળ થતા જાય છે. જેમ કોઈને શિક્ષાનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને શિક્ષાની પ્રતીતિ તુરત જ થઈ જશે, તેમ તત્ત્વ ઉપદેશનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને તેનું તુરત જ શ્રદ્ધાન થઈ જાય, વળી એ પરિણામોનું તારતમ્ય કેવળજ્ઞાન વડે દેખ્યું તેનું કરણાનુયોગમાં નિરૂપણ કર્યું છે.
એ કરણલબ્ધિના ત્રણ ભેદ છે-અધ:કરણ, અપુર્વકરણ અને અનિવૃત્તિકરણ; તેનું વિશેષ વ્યાખ્યાન તો શ્રી લબ્ધિસાર શાસ્ત્રમાં કર્યું છે ત્યાંથી જાણવું, અહીં સંક્ષેપમાં કહીએ છીએ
ત્રિકાળવર્તી સર્વ કરણલબ્ધિવાળા જીવોના પરિણામોની અપેક્ષાએ એ ત્રણ નામ છે, તેમાં કરણનામ તો પરિણામનું છે.
અધ:કરણ:- જ્યાં પહેલા અને પાછલા સમયોના પરિણામ સમાન હોય તે અધ:કરણ છે. જેમ કોઈ જીવના પરિણામ તે કરણના પહેલા સમયે અલ્પવિશુદ્ધતા સહિત થયા, પછી સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતાથી વધતા થયા, વળી તેને જેમ બીજા-ત્રીજા આદિ સમયોમાં પરિણામ થાય તેવા કોઈ અન્ય જીવોને પ્રથમ સમયમાં જ થાય તેને તેનાથી સમયે સમયે અનંત ગુણી વિશુદ્ધતા વડ વધતા હોય એ પ્રમાણે અધ:પ્રવૃત્તકરણ જાણવું.”
અપૂર્વકરણ:- જેમાં પહેલા અને પાછલા સમયોના પરિણામ સમાન ન હોય, અપૂર્વ જ હોય તે અપૂર્વકરણ છે. જેમકે-તે કરણના પરિણામ જેવા પ્રથમ સમયમાં હોય તેવાં કોઈ પણ જીવને દ્વિતીયાદિ સમયોમાં ન હોય પણ વધતા જ હોય, તથા અહીં અધ:કરણવત્ જે જીવોને કરણનો પ્રથમ સમય જ હોય તે અનેક જીવોના પરિણામ પરસ્પર સમાન પણ હોય છે તથા અધિક-હીન વિશુદ્ધતા સહિત પણ હોય છે, પરંતુ અહીં એટલું વિશેષ થયું કે તેની ઉત્કૃષ્ટતાથી પણ દ્વિતીયાદિ સમયગાળાના જઘન્ય પરિણામ પણ અનંતગુણી વિશુદ્ધતા સહિત જ હોય છે. એ જ પ્રમાણે જેને કરણ માંડયે દ્વિતીયાદિ સમય થયા હોય, તેને તે સમયવાળાઓના પરિણામ તો પરસ્પર સમાન વા અસમાન હોય છે, પરંતુ ઉપરના સમયગાળાના પરિણામ તે સમયે સર્વથા સમાન હોય નહિ પણ અપૂર્વ જ હોય છે. એ અપૂર્વકરણ જાણવું.
* લબ્ધિસાર ગા૩૫.
१. समए समए भिण्ण भावा तम्हा अपुव्वकरणो हु।। लब्धसार–३६ ।।
जम्हा उवरिमभावा हेडिमभावेहिं णत्थि सरिसत्तं। तम्हा बिदियं करणं अपुव्वकरणेत्ति णिद्दिढ़।। लब्धि०।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com