________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૨]
મોક્ષમાર્ગ પ્રકાશક
પોતાને ન ભાસે, ૨. જેવી પર્યાયમાં અહંબુદ્ધિ છે તેવી કેવળ આત્મામાં અહંબુદ્ધિ ન થાય, ૩. અને હિત-અહિતરૂપ પોતાના ભાવો છે, તેને ન ઓળખે ત્યાંસુધી તે સમ્યકત્વસમ્મુખ મિથ્યાદષ્ટિ છે. આવો જીવ થોડા જ કાળમાં સમ્યકત્વને પ્રાપ્ત થશે, આ જ ભાવમાં વા અન્ય પર્યાયમાં સમ્યકત્વને પામશે.
આ ભવમાં અભ્યાસ વડે પરલોકમાં તિર્યંચાદિ ગતિમાં પણ જાય તો ત્યાં આ સંસ્કારના બળથી દેવ-ગુરુ-શાસ્ત્રના નિમિત્ત વિના પણ તેને સમ્યકત્વ થઈ જાય છે. કારણ કે-એના અભ્યાસના બળથી મિથ્યાત્વ કર્મનો અનુભાગ (રસ) ઓછો થાય છે. જ્યાં તેનો ઉદય ન થાય ત્યાં જ સમ્યકત્વ થઈ જાય છે.
એવો અભ્યાસ જ મૂળ કારણ છે. દેવાદિકનું તો બાહ્યનિમિત્ત છે. હવે મુખ્યપણે તો તેના નિમિત્તથી જ સમ્યકત્વ થાય છે અને તારતમ્યતાથી પૂર્વ અભ્યાસના સંસ્કારથી વર્તમાનમાં તેનું નિમિત્ત ન હોય તોપણ સમ્યકત્વ થઈ શકે છે. સિદ્ધાંતમાં એવું સૂત્ર છે કે‘તન્નિધિમાક્' (મોક્ષશાસ્ત્ર અ. ૧, સૂત્ર ૩) અર્થાત્-એ સમ્યગ્દર્શન નિસર્ગ વા અધિગમથી થાય છે, ત્યાં દેવાદિ બાહ્યનિમિત્ત વિના થાય તેને તો નિસર્ગથી થયું કહીએ છીએ, દેવાદિના નિમિત્તથી થાય તેને અધિગમથી થયું કહીએ છીએ.
જુઓ, તત્ત્વવિચારનો મહિમા! તત્ત્વવિચાર રહિત દેવાદિકની પ્રતીતિ કરે, ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રતાદિક પાળે, તપશ્ચરણાદિ કરે છતાં તેને તો સમ્યકત્વ થવાનો અધિકાર નથી અને તત્ત્વવિચારવાળો એ વિના પણ સમ્યકત્વનો અધિકારી થાય છે.
વળી કોઈ જીવને તત્ત્વવિચાર થવા પહેલાં કોઈ કારણ પામીને દેવાદિકની પ્રતીતિ થાય, વા વ્રત-તપ અંગીકાર થાય અને પછી તે તત્ત્વવિચાર કરે, પરંતુ સમ્યકત્વનો અધિકારી તત્ત્વવિચાર થતાં જ થાય છે.
વળી કોઈને તત્ત્વવિચાર થયા પછી તત્ત્વપ્રતીતિ ન થવાથી સમ્યકત્વ તો ન થયું અને વ્યવહારધર્મની પ્રતીતિ-રુચિ થઈ ગઈ તેથી તે દેવાદિકની પ્રતીતિ કરે છે વા વ્રત-તપને અંગીકાર કરે છે. તથા કોઈને દેવાદિકની પ્રતીતિ અને સમ્યકત્વ એકસાથે થાય છે તથા વ્રત-તપ સમ્યકત્વની સાથે પણ હોય અથવા પહેલાં પછી પણ હોય, પરંતુ દેવાદિકની પ્રતીતિનો તો નિયમ છે, એ વિના સમ્યકત્વ થાય નહિ. વ્રતાદિક હોવાનો નિયમ નથી. ઘણા જીવો તો પહેલાં સમ્યકત્વ થાય પછી જ વ્રતાદિક ધારણ કરે છે. કોઈને એકસાથે પણ થઈ જાય છે. એ પ્રમાણે આ તત્ત્વવિચારવાળો જીવ સમ્યકત્વનો અધિકારી છે; પરંતુ તેને સમ્યકત્વ થાય જ એવો નિયમ નથી, કારણ કે શાસ્ત્રમાં સમ્યકત્વ હોવા પહેલાં પાંચ લબ્ધિ હોવી કહી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com