________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૦]
મોક્ષમાર્ગ પ્રકાશક
પરસ્પર ચર્ચા કરે, એ પ્રશ્નોત્તરમાં જે નિરૂપણ થયું હોય તેનો એકાંતમાં વિચાર કરે, એ પ્રમાણે જ્યાંસુધી પોતાના અંતરંગમાં જેવો ઉપદેશ આપ્યો હતો તેવો જ નિર્ણય થઈ તેનો ભાવ ન ભાસે ત્યાંસુધી એવો જ ઉદ્યમ કર્યા કરે.
વળી અન્યમતીઓ દ્વારા જે કલ્પિત તત્ત્વોનો ઉપદેશ આપ્યો છે તે વડે જૈન ઉપદેશ અન્યથા ભાસે, તેમાં સંદેહ થાય, તોપણ ઉપ૨ કહ્યા પ્રમાણે ઉદ્યમ કરે.
એ પ્રમાણે ઉદ્યમ કરતાં, ‘જેવો શ્રી જિનદેવનો ઉપદેશ છે તેમ જ સત્ય છે, મને પણ એમ જ ભાસે છે' એવો નિર્ણય થાય છે; કારણ કે જિનદેવ અન્યથાવાદી નથી.
પ્રશ્ન:- જો જિનદેવ અન્યથાવાદી નથી તો જેવો તેમનો ઉપદેશ છે તેમ જ શ્રદ્ધાન કરી લઈએ, પરીક્ષા શા માટે કરીએ ?
ઉત્તર:- પરીક્ષા કર્યા વિના એવું તો માનવું થાય કે-જિનદેવે આ પ્રમાણે કહ્યું છે તે સત્ય છે,' પરંતુ તેનો ભાવ પોતાને ભાસે નહિ, અને ભાવ ભાસ્યા વિના શ્રદ્ધાન નિર્મળ થાય નહિ, કારણ કે–જેની કોઈના વચનદ્વારા જ પ્રતીતિ કરી હોય તેની અન્યના વચન વડે અન્યથા પણ પ્રતીતિ થઈ જાય તેથી વચન વડે કરેલી પ્રતીતિ શક્તિ અપેક્ષાએ અપ્રતીતિ સમાન જ છે; પણ જેનો ભાવ ભાસ્યો હોય તેને અનેક પ્રકાર વડે પણ અન્યથા માને નહિ, માટે ભાવભાસનસહિત જે પ્રતીતિ થાય તે જ સાચી પ્રતીતિ છે.
અહીં કહેશો કે-‘પુરુષની પ્રમાણતાથી વચનની પ્રમાણતા કરીએ છીએ,' પરંતુ પુરુષની પ્રમાણતા પણ સ્વયં તો થતી નથી, પહેલાં તેનાં કેટલાંક વચનોની પરીક્ષા કરી લઈએ ત્યારે પુરુષની પ્રમાણતા થાય છે.
પ્રશ્ન:- ઉપદેશ તો અનેક પ્રકારના છે, ત્યાં કોની કોની પરીક્ષા કરીએ ?
ઉત્તર:- ઉપદેશમાં કોઈ ઉપાદેય કોઈ હેય તથા કોઈ શૈયતત્ત્વોનું નિરૂપણ કરવામાં આવે છે, ત્યાં એ ઉપાદેય-યતત્ત્વોની પરીક્ષા તો અવશ્ય કરી લેવી કારણ કે–તેમાં અન્યથાપણું થતાં પોતાનું બૂરું થાય છે, અર્થાત્ જો ઉપાદેયને હૈય માની લે તો બૂરું થાય, અગર મને ઉપાદેય માની લે તોપણ બૂરું થાય.
પ્રશ્ન:- પોતે પરીક્ષા ન કરે અને જિનવચનથી જ ઉપાદેયને ઉપાદેય જાણે તથા હેયને હેય જાણે તો તેમાં કેવી રીતે બૂરું થાય ?
ઉત્ત૨:- અર્થનો ભાવ ભાસ્યા વિના વચનનો અભિપ્રાય ઓળખાય નહિ. પોતે તો માની લે કે હું ‘જિનવચન અનુસાર માનું છું,' પરંતુ ભાવ ભાસ્યા વિના અન્યથાપણું થઈ જાય. લોકમાં પણ નોકરને કોઈ કાર્ય માટે મોકલીએ છીએ ત્યાં એ નોકર જો તે કાર્યના ભાવને જાણે તો એ કાર્ય સુધા૨ે, પણ જો એ નોકરને તેનો ભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com