________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૮]
મોક્ષમાર્ગ પ્રકાશક
અથવા દ્રવ્યલિંગીને શુભોપયોગ તો ઉત્કૃષ્ટ હોય છે, શુદ્ધોપયોગ હોતો જ નથી, તેથી વાસ્તવિકપણે તેમને કારણ-કાર્યપણું નથી. જેમ કોઈ રોગીને ઘણો રોગ હતો અને પાછળથી અલ્પરોગ રહ્યો ત્યાં એ અલ્પરોગ કાંઈ નીરોગ થવાનું કારણ નથી; હા એટલું ખરું કે-અલ્પરોગ રહે ત્યારે નીરોગ થવાનો ઉપાય કરે તો થઈ જાય, પણ જો અલ્પ રોગને જ ભલો જાણી તેને રાખવાનો યત્ન કરે તો તે નીરોગી કેવી રીતે થાય? તેમ કોઈ કષાયીને તીવ્રકષાયરૂપ અશુભોપયોગ હતો, પાછળથી મંદકષાયરૂપ શુભોપયોગ થયો. હવે એ શુભોપયોગ કાંઈ નિષ્કષાય શુદ્ધોપયોગ થવાનું કારણ નથી; હા એટલું ખરું કે-શુભોપયોગ થતાં શુદ્ધોપયોગનો જો યત્ન કરે તો થઈ જાય, પણ જો શુભોપયોગને જ ભલો જાણી તેનું સાધન કર્યા કરે તો શુદ્ધોપયોગ કયાંથી થાય? માટે મિથ્યાષ્ટિનો શુભોપયોગ તો શુદ્ધોપયોગનું કારણ છે જ નહિ, સમ્યગ્દષ્ટિને શુભોપયોગ થતાં નિકટ શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય છે એવા મુખ્યપણાથી કોઈ ઠેકાણે શુભોપયોગને શુદ્ધોપયોગનું કારણ પણ કહીએ છીએ-એમ સમજવું.
વળી આ જીવ પોતાને નિશ્ચય-વ્યવહારરૂપ મોક્ષમાર્ગનો સાધક માને છે, ત્યાં પૂર્વે કહ્યા પ્રમાણે આત્માને શુદ્ધ માન્યો તે તો સમ્યગ્દર્શન થયું, તે જ પ્રમાણે જાણ્યો તે સમ્યજ્ઞાન થયું, તથા તે જ પ્રમાણે વિચારમાં પ્રવર્યો તે સમ્યકચારિત્ર થયું. એ પ્રમાણે તો પોતાને નિશ્ચયરત્નત્રય થયું માને છે; પણ હું પ્રત્યક્ષ અશુદ્ધ છતાં શુદ્ધ કેવી રીતે માનું-જાણું-વિચારું છું? ઇત્યાદિ વિવેકરહિત ભ્રમથી સંતુષ્ટ થાય છે.
વળી અહંતાદિક વિના અન્ય દેવાદિકને માનતો નથી વા જૈનશાસ્ત્રાનુસાર જીવાદિકના ભેદ શીખી લીધા છે તેને જ માને છે, અન્યને માનતો નથી તે તો સમ્યગ્દર્શન થયું, જૈનશાસ્ત્રોના અભ્યાસમાં ઘણો પ્રવર્તે છે તે સમ્યજ્ઞાન થયું, તથા વ્રતાદિરૂપ ક્રિયાઓમાં પ્રવર્તે છે તે સમ્યક્રચારિત્ર થયું, –એ પ્રમાણે પોતાને વ્યવહારરત્નત્રય થયું માને છે; પણ વ્યવહાર તો ઉપચારનું નામ છે અને તે ઉપચાર પણ ત્યારે જ બને કે જ્યારે તે સત્યભૂત નિશ્ચયરત્નત્રયના કારણાદિક થાય, અર્થાત્ જેમ નિશ્ચયરત્નત્રય સધાય તેમ તેને સાધે તો તેમાં વ્યવહારપણું પણ સંભવે. પણ આને તો સત્યભૂત નિશ્ચયરત્નત્રયની પિછાણ જ થઈ નથી તો આ એ પ્રમાણે કેવી રીતે સાધી શકે ? માત્ર આજ્ઞાનુસારી બની દેખાદેખી સાધન કરે છે તેથી તેને નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગ થયો નહિ.
નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગનું નિરૂપણ આગળ કરીશું તેનું સાધન થતાં જ મોક્ષમાર્ગ
થશે.
એ પ્રમાણે આ જીવ નિશ્ચયાભાસને માને—જાણે છે, પરંતુ વ્યવહારસાધનને પણ ભલાં જાણે છે તેથી સ્વચ્છંદી બની અશુભરૂપ પ્રવર્તતો નથી પણ વ્રતાદિ શુભોપયોગરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com