________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬]
મોક્ષમાર્ગ પ્રકાશક
એમ માની સંતુષ્ટ થાય છે, તથા કોઈ વેળા વચનદ્વારા નિરૂપણ પણ એવું જ કરે છે, પણ પ્રત્યક્ષ પોતે જેવો નથી તેવો પોતાને માનવો ત્યાં નિશ્ચય નામ કેવી રીતે પામે? કારણ કેવસ્તુને યથાવત્ પ્રરૂપણ કરે તેનું નામ નિશ્ચય છે તેથી જેમ કેવળ નિશ્ચયાભાસવાળા જીવનું અયથાર્થપણું પહેલાં કહ્યું હતું, તેમ જ આને પણ જાણવું.
અથવા તે એમ માને છે કે “આ નયથી આત્મા આવો છે તથા આ નયથી આવો છે,' પણ આત્મા તો જેવો છે તેવો જ છે, પરંતુ ત્યાં નય વડે નિરૂપણ કરવાનો જે અભિપ્રાય છે તેને આ ઓળખાતો નથી. જેમ આત્મા નિશ્ચયનયથી તો સિદ્ધસમાન, કેવળજ્ઞાનાદિસહિત, દ્રવ્યકર્મ-નોકર્મ-ભાવકર્મરહિત છે, તથા વ્યવહારનયથી સંસારી, મતિજ્ઞાનાદિસહિત, દ્રવ્યકર્મનોકર્મ-ભાવકર્મસહિત છે, એમ તે માને છે. હવે એક આત્માને એવા બે સ્વરૂપ તો હોય નહિ, કારણ કે-જે ભાવનું સહિતપણું તે જ ભાવનું રહિતપણું એક જ વસ્તુમાં કેવી રીતે સંભવે ? માટે એમ માનવું એ ભ્રમ છે.
તો કેવી રીતે છે? જેમ રાજા અને રંક મનુષ્યપણાની અપેક્ષાએ સમાન છે, તેમ સિદ્ધ અને સંસારી એ બંને જીવપણાની અપેક્ષાએ સમાન કહ્યા છે, કેવળજ્ઞાનાદિની અપેક્ષાએ સમાનતા માનીએ, પણ તેમ તો છે નહિ; કારણ કે-સંસારીને નિશ્ચયથી મતિજ્ઞાનાદિક જ છે તથા સિદ્ધને કેવળજ્ઞાન છે. અહીં એટલું વિશેષ કે-સંસારીને મતિજ્ઞાનાદિક છે તે કર્મના નિમિત્તથી છે તેથી સ્વભાવ અપેક્ષાએ સંસારીમાં કેવળજ્ઞાનની શક્તિ કહીએ તો તેમાં દોષ નથી; જેમ રકમનુષ્યમાં રાજા થવાની શક્તિ હોય છે તેમ આ શક્તિ જાણવી. વળી દ્રવ્યકર્મ-નોકર્મ તો પુદ્ગલથી નીપજે છે તેથી નિશ્ચયથી સંસારીને પણ તેનું ભિન્નપણું છે, પરંતુ સિદ્ધની માફક તેનો કારણ-કાર્ય અપેક્ષા સંબંધ પણ ન માને તો તે ભ્રમ જ છે, તથા ભાવકર્મ એ આત્માનો ભાવ છે, અને તે નિશ્ચયથી આત્માનો જ છે, પરંતુ કર્મના નિમિત્તથી થાય છે તેથી વ્યવહારથી તેને કર્મનો કહીએ છીએ. બીજાં સિદ્ધની માફક સંસારીને પણ રાગાદિક ન માનવા અને કર્મના જ માનવા, એ પણ ભ્રમ જ છે.
એ પ્રમાણે બંને નયથી એક જ વસ્તુને એક ભાવ અપેક્ષાએ “આમ પણ માનવી તથા આમ પણ માનવી” એ તો મિથ્યાબુદ્ધિ છે, પણ જુદા જુદા ભાવો અપેક્ષાએ નયોની પ્રરૂપણા છે એમ માની વસ્તુને યથાસંભવ માનવીએ જ સાચું શ્રદ્ધાન છે, એ પ્રમાણે મિથ્યાષ્ટિ અનેકાન્તરૂપ વસ્તુને માને છે પરંતુ તે યથાર્થ ભાવને ઓળખી માની શક્તો નથી એમ જાણવું.
વળી આ જીવને વ્રત-શીલ-સંયમાદિકનો અંગીકાર હોય છે તેને વ્યવહારથી “આ પણ મોક્ષમાર્ગનું કારણ છે” એવું માની તેને ઉપાદેય માને છે. એ તો જેમ પહેલાં કેવળ વ્યવહારાવલંબી જીવને અયથાર્થપણું કહ્યું હતું તેમ આને પણ અયથાર્થપણું જાણવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com