________________
Version 003: remember to check http://www.Atma Dharma.com for updates
२५२ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
કરે તો તેને અન્ન પ્રાપ્તિ કયાંથી થાય ? ઘાસફૂસ જ થાય; તેમ અજ્ઞાની તત્ત્વજ્ઞાનનો તો અભ્યાસ કરે નહિ અને અન્ય સાધન કરે તો મોક્ષપ્રાપ્તિ કયાંથી થાય ? દેવપદાદિક જ થાય.
તેમાં કેટલાક જીવ તો એવા છે કે જેઓ તત્ત્વાદિકનાં નામ પણ બરાબર જાણતા નથી અને માત્ર વ્રતાદિકમાં જ પ્રવર્તે છે, તથા કેટલાક જીવ એવા છે કે જેઓ પૂર્વોક્ત પ્રકારે સમ્યગ્દર્શન-જ્ઞાનનું અયથાર્થ સાધન કરી વ્રતાદિકમાં પ્રવર્તે છે; જોકે તેઓ વ્રતાદિક યથાર્થ આચરે છે તોપણ યથાર્થ શ્રદ્ધાન-જ્ઞાન વિના તેમનું સર્વ આચરણ મિથ્યાચારિત્ર જ છે.
શ્રી સમયસાર–કળશમાં પણ કહ્યું છે કે
क्लिश्यंतां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः क्लिश्यतां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरं । साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमंते न हि ।। १४२ ।।
અર્થ-કોઈ મોક્ષથી પરાભુખ એવા અતિ દુસ્તર પંચાગ્નિતપનાદિ કાર્યવડે પોતે જ લેશ કરે છે તો કરો, તથા અન્ય કેટલાક જીવ મહાવ્રત અને તપના ભારથી ઘણા કાળ સુધી ક્ષીણ થઈને કલેશ કરે છે તો કરો, પરંતુ આ સાક્ષાત્ મોક્ષસ્વરૂપ સર્વ રોગરહિતપદ આપોઆપ અનુભવમાં આવે એવો જ્ઞાનસ્વભાવ તે તો જ્ઞાનગુણ વિના અન્ય કોઈપણ પ્રકારથી પામવાને સમર્થ નથી.
વળી પંચાસ્તિકાયમાં જ્યાં અંતમાં વ્યવહારાભાસવાળાઓનું કથન કર્યું છે, ત્યાં
१. ये तु केवलव्यवहारावलम्बिनस्ते खलु भिन्नसाधनभावाऽवलोकनेनाऽनवरतं नितरां खिद्यमाना मुहुर्महुर्धर्मादि श्रद्धानरुपाध्यवसायानुस्यूतचेतसः, प्रभूतश्रुतसंस्काराधिरोपितविचित्रविकल्पजालकल्माषितचैतन्यवृत्तयः समस्तयतिवृत्तसमुदायरूपतपःप्रवृत्तिरुपकर्मकाण्डोड्डमराचलिताः, कदाचित्किञ्चिद्रोचमानाः, कदाचित्किंचिद्विकल्पयन्तः कदाचित्किञ्चिदाचरन्तः दर्शनाचरणाय कदाचित्प्रशाम्यन्तः कदाचित्संविजमानः ( वैराग्यमानाः) कदाचिदनुकम्प्यमानाः कदाचिदास्तिक्यमुद्वहन्तः शङ्काकाङ्क्षाविचिकित्सामूढदृष्टितानांव्युत्थापननिरोधाय नित्पबद्धपरिकराः उपबृंहणस्थितिकरणवात्सल्यप्रभावनां भावयमाना, वारंवारमभिवर्धितोत्साहा, ज्ञानाचरणाय स्वाध्यायकालमवलोकयन्तो, बहुधा विनयं प्रपंचयन्त, प्रविहितदुर्द्धरोपधानाः सुष्ठुबहुमानमातन्वन्तो, निन्हवापत्तिं नितरां निवारयन्तोऽर्थव्यञ्जनतदुभयशुद्धौ नितान्तसावधाना, चारित्राचरणाय हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहसमस्तविरतिरूपेषु पंचमहाव्रतेषु तन्निष्ठवृत्तयः सम्यग्योगनिग्रहलक्षणासु गुप्तिषु नितान्तं गृहीतोद्योगा, ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गरुपासु -
"
Please inform us of any errors on rajesh@AtmaDharma.com