________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૦]
મોક્ષમાર્ગ પ્રકાશક
ઉભયાભાસી મિથ્યાદષ્ટિ
હવે નિશ્ચય-વ્યવહાર બંને નયોના આભાસને અવલંબે છે એ એવા મિથ્યાષ્ટિઓનું નિરૂપણ કરીએ છીએ
જે જીવ એમ માને છે કે-જિનમતમાં નિશ્ચય અને વ્યવહાર બે નય કહ્યા છે માટે અમારે એ બંને નયોને અંગીકાર કરવા જોઈએ, એ પ્રમાણે વિચારી જેમ કેવળ નિશ્ચયાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું એ પ્રમાણે તો તે નિશ્ચયનો અંગીકાર કરે છે તથા જેમ કેવળ વ્યવહારાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તેમ વ્યવહારનો અંગીકાર કરે છે.
જોકે એ પ્રમાણે અંગીકાર કરવામાં બંને નયોમાં પરસ્પર વિરોધ છે, તોપણ કરે શું! કારણ બંને નયોનું સાચું સ્વરૂપ તેને ભાસ્યું નથી અને જૈનમતમાં બે નય કહ્યા છે તેમાંથી કોઈને છોડયો પણ જતો નથી તેથી ભ્રમસહિત બંને નયોનું સાધન સાધે છે; એ જીવો પણ મિથ્યાષ્ટિ જાણવા.
હવે તેમની પ્રવૃત્તિની વિશેષતા દર્શાવીએ છીએ
અંતરંગમાં પોતે તો નિર્ધાર કરી યથાવત્ નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગને ઓળખ્યો નથી, પણ જિનઆજ્ઞા માની નિશ્ચય-વ્યવહારરૂપ બે પ્રકારનો મોક્ષમાર્ગ માને છે; હવે મોક્ષમાર્ગ તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહારમોક્ષમાર્ગ છે, કારણ કે નિશ્ચયવ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો, પણ એક નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા એક વ્યવહારમોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે.
વળી તે નિશ્ચય-વ્યવહાર બંનેને ઉપાદેય માને છે તે પણ ભ્રમ છે, કારણ કે નિશ્ચયવ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધ સહિત છે. શ્રી સમયસાર (ગાથા ૧૧)માં પણ એમ કહ્યું છે કે
ववहारोऽभूयत्थो, भूयत्थो देसिदो दु सुद्धणओ
અર્થ:- વ્યવહાર અભૂતાર્થ છે, સત્યસ્વરૂપને નિરૂપતો નથી પણ કોઈ અપેક્ષાએ ઉપચારથી અન્યથા નિરૂપે છે; તથા શુદ્ધનય જે નિશ્ચય છે તે ભૂતાર્થ છે. કારણ કે તે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું નિરૂપે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com