________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ૨૫૯
સંસારદશાના સ્વાંગ છે, અને પોતે તો આત્મા છે માટે આત્મગુણનાં ઘાતક જે ઘાતિકર્મ છે તેનું હીનપણું કાર્યકારી છે.
હવે ઘાતિકર્મોનો બંધ બાહ્યપ્રવૃત્તિ અનુસાર નથી પણ અંતરંગ કપાયશક્તિ અનુસાર છે, તેથી જ દ્રવ્યલિંગીની અપેક્ષાએ અસંયત વા દેશસંયત સમ્યગ્દષ્ટિને ઘાતિકર્મોનો બંધ થોડો છે. દ્રવ્યલિંગીને તો સર્વ ઘાતિયા કર્મોનો બંધ ઘણી સ્થિતિ-અનુભાગસહિત હોય છે ત્યારે અસંયતદેશસંતસમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ કર્મોનો બંધ તો છે જ નહિ તથા બાકીની પ્રકૃતિઓનો બંધ હોય છે પણ તે અલ્પસ્થિતિ-અનુભાગસહિત હોય છે. દ્રવ્યલિંગીને ગુણશ્રેણીનિર્જરા કદી પણ થતી નથી ત્યારે સમ્યગ્દષ્ટિને કોઈ વેળા થાય છે તથા દેશ-સકલસંયમ થતાં નિરંતર થાય છે, માટે તે મોક્ષમાર્ગી થયો છે, એટલા માટે દ્રવ્યલિંગીમુનિને શાસ્ત્રમાં અસંયત-દેશસંતસમ્યગ્દષ્ટિથી હીન કહ્યો છે.
શ્રી સમયસાર શાસ્ત્રમાં દ્રવ્યલિંગી મુનિનું હીનપણું ગાથા, ટીકા અને કળશમાં પ્રગટ કર્યું છે. શ્રી પંચાસ્તિકાયની ટીકામાં પણ જ્યાં કેવળ વ્યવહારાવલંબીનું કથન કર્યું છે, ત્યાં વ્યવહારપંચાચાર હોવા છતાં પણ તેનું હીનપણું જ પ્રગટ કર્યું છે. શ્રી પ્રવચનસારમાં દ્રવ્યલિંગીને સંસારતત્ત્વ* કહ્યું છે, તથા પરમાત્મપ્રકાશાદિ અન્ય શાસ્ત્રોમાં પણ એ વ્યાખ્યાનને સ્પષ્ટ કર્યું છે. દ્રવ્યલિંગીને જે જપ, તપ, શીલ, સંયમાદિ ક્રિયાઓ હોય છે તેને પણ એ શાસ્ત્રોમાં જ્યાં ત્યાં અકાર્યકારી બતાવી છે ત્યાં જોઈ લેવું અહીં ગ્રંથ વધી જવાના ભયથી લખતા નથી.
એ પ્રમાણે કેવળ વ્યવહારાભાસના અવલંબી મિથ્યાષ્ટિઓનું નિરૂપણ કર્યું.
* ये स्वयमविवेकतोऽन्यथैव प्रतिपद्यार्थानित्यमेव तत्त्वमिति निश्चयमाचरयन्तः सततं समुपचीयमानमहामोहमलमलीमसमानसतया नित्यमज्ञानिनो भवन्ति ते खलु समयस्थिताअप्यनासादितपरमार्थश्रामण्यतया श्रमणाभासाः सन्तोऽनन्तकर्मफलोपभोगप्राग्भारभयंकरमनन्तकालमनन्तभवान्तपरावर्तेरनवस्थितवृत्तयः संसारतत्त्वमेवावबुध्यताम्।
અર્થ:- તે અજ્ઞાની મુનિ મિથ્થાબુદ્ધિથી પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન કરતો નથી પણ અન્યની અન્ય પ્રકારરૂપ કલ્પના કરે છે, તે મહામોહમલ વડે નિરંતર ચિત્તની મલિનતાથી અવિવેકી છે. જોકે તે દ્રવ્યલિંગ ધારણ કરી રહ્યો છે, મુનિ જેવો દેખાય છે, તોપણ પરમાર્થ મુનિપણાને પ્રાપ્ત થયો નથી. તેવો મુનિ અનંતકાળ સુધી અનંતપરાવર્તન વડે ભયાનક કર્મફળને ભોગવતો ભટકયા કરે છે તેથી એવા શ્રમણાભાસ મુનિને સંસારતત્ત્વ જાણવું. બીજો અન્ય કોઈ સંસાર નથી. જે જીવ મિથ્યાબુદ્ધિસહિત છે તે જીવ પોતે જ સંસાર છે.
(શ્રી પ્રવચનસાર અ૦ ૩. ગા) ૭૧ ની વ્યાખ્યા-અનુવાદક.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com