________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮]
મોક્ષમાર્ગ પ્રકાશક
જોઈએ,’ એવા વિચારથી તે કર્મફળચેતનારૂપ પ્રવર્તે છે. વળી પર્યાયદષ્ટિથી જે પરિષહાદિ-રૂપ
અવસ્થા થાય છે તે પોતાને થઈ માને છે પણ દ્રવ્યદૃષ્ટિથી પોતાની અને શરીરાદિકની અવસ્થાને ભિન્ન ઓળખતો નથી. એ જ પ્રમાણે તે નાના પ્રકારના વ્યવહાર વિચારોથી પરીષહાદિક સહન કરે છે.
વળી તેણે રાજ્યાદિ વિષયસામગ્રીનો ત્યાગ કર્યો છે તથા ઇષ્ટ ભોજનાદિકનો ત્યાગ કર્યા કરે છે, તે તો જેમ કોઈ દાહરૂરવાળો વાયુ થવાના ભયથી શીતળ વસ્તુના સેવનનો ત્યાગ કરે છે, પરંતુ જ્યાં સુધી તેને શીતળ વસ્તુનું સેવન રુચે છે ત્યાં સુધી તેને દાહનો અભાવ કહેતા નથી; તેમ રાગસહિત જીવ નરકાદિના ભયથી વિષયસેવનનો ત્યાગ કરે છે, પરંતુ જ્યાંસુધી તેને વિષયસેવન રુચે છે ત્યાંસુધી તેને રાગનો અભાવ કહેતા નથી. જેમ અમૃતના આસ્વાદી દેવને અન્ય ભોજન સ્વયં રુચતાં નથી, તેમ જ તેને નિજરસના આસ્વાદથી વિષયસેવનની અરુચિ થઈ નથી. એ પ્રમાણે ફળાદિકની અપેક્ષાએ પરીષહ-સહુનાદિકને તે સુખનાં કારણ જાણે છે તથા વિષયસેવનાદિકને દુઃખનાં કારણ જાણે છે.
વળી વર્તમાનમાં પરીષહસહુનાદિથી દુ:ખ થવું માને છે તથા વિષયસેવનાદિકથી સુખ માને છે; હવે જેનાથી સુખ-દુ:ખ થવું માનવામાં આવે તેમાં ઈષ્ટ–અનિષ્ટબુદ્ધિથી રાગ-દ્વેષરૂપ અભિપ્રાયનો અભાવ થતો નથી, અને જ્યાં રાગ-દ્વેષ છે ત્યાં ચારિત્ર હોય નહિ, તેથી આ દ્રવ્યલિંગી વિષયસેવન છોડી તપશ્ચરણાદિક કરે છે તોપણ તે અસંયમી જ છે. સિદ્ધાંતમાં અસંયત અને દેશસંયત-સમ્યગ્દષ્ટિ કરતાં પણ તેને હીન કહ્યો છે કેમકે તેને તો ચોથું-પાંચમું ગુણસ્થાન છે ત્યારે આને પહેલું જ ગુણસ્થાન છે.
શંકા- અસંયત-દેશસંયત સમ્યગ્દષ્ટિને કષાયોની પ્રવૃત્તિ વિશેષ છે અને દ્રવ્યલિંગી મુનિને થોડી છે તેથી અસંયત વા દેશસંયત સમ્યગ્દષ્ટિ તો સોલમાં સ્વર્ગ સુધી જ જાય છે, ત્યારે દ્રવ્યલિંગી મુનિ અંતિમરૈવેયક સુધી જાય છે, માટે ભાવલિંગીમુનિથી તો આ દ્રવ્યલિંગીને હીન કહો, પણ અસંયત-દેશસંયતસમ્યગ્દષ્ટિથી તેને હીન કેમ કહેવાય?
સમાધાનઃ- અસંયત-દેશસંતસમ્યગ્દષ્ટિને કષાયોની પ્રવૃત્તિ તો છે પરંતુ શ્રદ્ધાનમાં તેને કોઈપણ કષાય કરવાનો અભિપ્રાય નથી. અને દ્રવ્યલિંગીને શુભ કષાય કરવાનો અભિપ્રાય હોય છે, શ્રદ્ધાનમાં તેને ભલો જાણે છે, માટે શ્રદ્ધાન અપેક્ષાએ અસંતસમ્યગ્દષ્ટિથી પણ તેને અધિક કષાય છે.
વળી દ્રવ્યલિંગીને યોગોની પ્રવૃત્તિ શુભરૂપ ઘણી હોય છે, અને અઘાતિકર્મોમાં પુણ્યપાપબંધનો ભેદ શુભ-અશુભયોગોના અનુસારે છે માટે તે અંતિમરૈવેયક સુધી પહોંચે છે પણ એ કાંઈ કાર્યકારી નથી, કારણ કે-અઘાતિકર્મ કાંઈ આત્મગુણનાં ઘાતક નથી. તેના ઉદયથી ઊંચા-નીચાં પદ પામે તો તેથી શું થયું? એ તો બાહ્યસંયોગમાત્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com