________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
એ પ્રમાણે એ બંનેનું સ્વરૂપ તો વિરુદ્ધતાસહિત છે.
વળી તું એમ માને છે કે-સિદ્ધસમાન શુદ્ધ આત્માનો અનુભવ તે નિશ્ચય તથા વ્રતશીલ-સંયમાદિકરૂપ પ્રવૃત્તિ તે વ્યવહાર, પણ તારું એમ માનવું ઠીક નથી; કારણ કે-કોઈ દ્રવ્યભાવનું નામ નિશ્ચય તથા કોઈનું નામ વ્યવહાર એમ નથી; પણ એક જ દ્રવ્યના ભાવને તે જ સ્વરૂપે નિરૂપણ કરવો તે નિશ્ચયનય છે તથા તે દ્રવ્યના ભાવને ઉપચારથી અન્ય દ્રવ્યના ભાવસ્વરૂપ નિરૂપણ કરવો તે વ્યવહારનય છે, જેમ માટીના ઘડાને માટીનો ઘડો નિરૂપણ કરીએ તે નિશ્ચયનય તથા ધૃત સંયોગના ઉપચારથી તેને જ ધૃતનો ઘડો કહીએ તે વ્યવહારનય છે, એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
માટે તું કોઈને નિશ્ચય માને તથા કોઈને વ્યવહાર માને એ ભ્રમ છે.
વળી તારા માનવામાં પણ નિશ્ચય-વ્યવહારને પરસ્પર વિરોધ આવ્યો, જો તું પોતાને સિદ્ધ સમાન શુદ્ધ માને છે તો વ્રતાદિક શામાટે છે? તથા વ્રતાદિકના સાધન વડે સિદ્ધ થવા ઇચ્છે છે તો વર્તમાનમાં શુદ્ધ આત્માનો અનુભવ મિથ્યા થયો.
એ પ્રમાણે બંને નયોને પરસ્પર વિરોધ છે, માટે બંને નયોનું ઉપાદેયપણું તો બનતું
નથી.
[ ૨૬૧
પ્રશ્ન:- શ્રી સમયસારાદિમાં શુદ્ધ આત્માના અનુભવને નિશ્ચય કહ્યો છે તથા વ્રત-તપસંયમાદિકને વ્યવહાર કહ્યો છે અને અમે પણ એમ જ માનીએ છીએ?
ઉત્તર:- શુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે તેથી તેને નિશ્ચય કહ્યો છે. હવે અહીં સ્વભાવથી અભિન્ન અને પરભાવથી ભિન્ન એવો શુદ્ધ શબ્દનો અર્થ જાણવો, પણ સંસારીને સિદ્ધ માનવો એવો ભ્રમરૂપ શુદ્ધ શબ્દનો અર્થ ન જાણવો.
વળી વ્રત-તપાદિ મોક્ષમાર્ગ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી તેને મોક્ષમાર્ગ કહીએ છીએ તેથી તેને વ્યવહાર કહ્યો; એ પ્રમાણે ભૂતાર્થ-અભૂતાર્થ મોક્ષમાર્ગપણા વડે તેને નિશ્ચય-વ્યવહાર કહ્યા છે, એમ જ માનવું. પણ એ બંને જ સાચા મોક્ષમાર્ગ છે અને એ બંનેને ઉપાદેય માનવા એ તો મિથ્યાબુદ્ધિ જ છે.
પ્રશ્ન:- શ્રદ્ધાન તો નિશ્ચયનું રાખીએ છીએ તથા પ્રવૃત્તિ વ્યવહારરૂપ રાખીએ છીએ, એ પ્રમાણે એ બંને નયોને અમે અંગીકાર કરીએ છીએ?
ઉત્ત૨:- એમ પણ બનતું નથી, કારણ કે નિશ્ચયનું નિશ્ચયરૂપ તથા વ્યવહારનું વ્યવહારરૂપ શ્રદ્ધાન કરવું યોગ્ય છે. પણ એક જ નયનું શ્રદ્ધાન થતાં તો એકાંતમિથ્યાત્વ
૧. સમયસાર ગા. ૫૬ ની ટીકા ઉપરથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com