________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ર ]
મોક્ષમાર્ગ પ્રકાશક
થાય છે; વળી પ્રવૃત્તિમાં નયનું પ્રયોજન ન નથી. કારણ કે પ્રવૃત્તિ તો દ્રવ્યની પરિણતિ છે, ત્યાં 'જે દ્રવ્યની પરિણતિ હોય તેને તેની જ પ્રરૂપણ કરીએ તે નિશ્ચયનય તથા તેને જ અન્ય દ્રવ્યની પ્રરૂપીએ તે વ્યવહારનય-એ પ્રમાણે અભિપ્રાયાનુસાર પ્રરૂપણથી તે પ્રવૃત્તિમાં બંને નય બને છે પણ કાંઈ પ્રવૃત્તિ જ તો નયરૂપ છે નહિ. તેથી એ પ્રમાણે પણ બંને નયોનું ગ્રહણ માનવું મિથ્યા છે.
પ્રશ્ન:- તો શું કરીએ?
ઉત્તર:- નિશ્ચયનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહારનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. શ્રી સમયસાર-કળશમાં પણ એ જ કહ્યું છે કે
सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनैस्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः। सम्यगनिश्चयमेकमेव तदमी निष्कंपमाक्रम्य किं शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नति संतो धृतिम्।। १७३।।
અર્થ:- જેથી બધાય હિંસાદિ વા અહિંસાદિમાં અધ્યવસાય છે તે બધા જ છોડવાએવું શ્રી જિનદેવે કહ્યું છે, તેથી હું એમ માનું છું કે-જે પરાશ્રિત વ્યવહાર છે તે સઘળો જ છોડાવ્યો છે તો પુરુષ એક પરમ નિશ્ચયને જ ભલા પ્રકારે નિષ્ફમ્પપણે અંગીકાર કરી શુદ્ધ જ્ઞાનઘનરૂપ નિજ મહિનામાં સ્થિતિ કેમ કરતા નથી?
ભાવાર્થ- અહીં વ્યવહારનો તો ત્યાગ કરાવ્યો છે; માટે નિશ્ચયને અંગીકાર કરી નિજમહિમારૂપ પ્રવર્તવું યુક્ત છે. વળી પાહુડમાં પણ કહ્યું છે કે
जो सुत्तो ववहारे सो जोई जग्गए सकज्जम्मि;
નો નારિ વવદારે સો સુત્તો ગપ્પા વષ્ના રૂપા (મોક્ષપાહુડ) અર્થ - જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે તથા જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે.
માટે વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે.
વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ
૧. સમયસાર ગા. પ૬ ની ટીકા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com