________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
અર્થ:- જે જીવ મિથ્યાઅંધકારથી વ્યાસ બની પોતાને પર્યાયાશ્રિત ક્રિયાનો ર્તા માને છે તે જીવ મોક્ષાભિલાષી હોવા છતાં જેમ અન્યમતી સામાન્ય મનુષ્યોનો મોક્ષ થતો નથી તેમ તેને મોક્ષ થતો નથી; કારણ કે ર્તાપણાના શ્રદ્ધાનની (બંનેમાં ) સમાનતા છે.
વળી એ રીતે પોતે ર્તા બની શ્રાવકધર્મ વા મુનિધર્મની ક્રિયામાં નિરંતર મન-વચનકાયની પ્રવૃત્તિ રાખે છે, જેમ તે ક્રિયાઓમાં ભંગ ન થાય તેમ પ્રવર્તે છે, પણ એવા ભાવ તો સરાગ છે, અને ચારિત્ર તો વીતરાગભાવરૂપ છે, માટે એવા સાધનને મોક્ષમાર્ગ માનવો એ મિથ્યાબુદ્ધિ છે.
પ્રશ્ન:- ત્યારે સરાગ અને વીતરાગ ભેદથી બે પ્રકારે ચારિત્ર કહ્યું છે, તે કેવી રીતે ?
ઉત્તર:- જેમ ચાવલ બે પ્રકારે છે-એક તો ફોતરાં રહિત અને બીજા ફોતરાં સહિત. હવે ત્યાં એમ જાણવું કે–ફોતરાં છે તે ચાવલનું સ્વરૂપ નથી પણ ચાવલમાં દોષ છે. હવે કોઈ ડાહ્યો માણસ ફોતરાં સહિત ચાવલનો સંગ્રહ કરતો હતો, તેને જોઈ કોઈ ભોળો મનુષ્ય ફોતરાંને જ ચાવલ માની સંગ્રહ કરે તો તે નિરર્થક ખેખિન્ન જ થાય; તેમ ચારિત્ર બે પ્રકારથી છે-એક તો સરાગ છે તથા એક વીતરાગ છે, ત્યાં એમ જાણવું કે-રાગ છે તે ચારિત્રનું સ્વરૂપ નથી પણ ચારિત્રમાં દોષ છે. હવે કેટલાક જ્ઞાની પ્રશસ્ત રાગસહિત ચારિત્ર ધારે છે તેને દેખી કોઈ અજ્ઞાની પ્રશસ્ત રાગને જ ચારિત્ર માની સંગ્રહ કરે તો તે નિરર્થક ખેદ ખિન્ન જ થાય.
શંકા:- પાપક્રિયા કરતાં તીવ્રરાગાદિક થતા હતા, હવે આ ક્રિયાઓ કરતાં મંદરાગ થયો, તેથી જેટલા અંશ રાગભાવ ઘટયો તેટલો અંશ તો ચારિત્ર કહો, તથા જેટલા અંશ રાગ રહ્યો છે તેટલા અંશ રાગ કહો! એ પ્રમાણે તેને સરાગચારિત્ર સંભવે છે.
સમાધાનઃ- જો તત્ત્વજ્ઞાનપૂર્વક એ પ્રમાણે હોય તો તો જેમ કહો છો તેમ જ છે, પરંતુ તત્ત્વજ્ઞાન વિના ઉત્કૃષ્ટ આચરણ હોવા છતાં પણ અસંયમ નામ જ પામે છે, કારણ કે-રાગભાવ કરવાનો અભિપ્રાય મટતો નથી એ જ અહીં દર્શાવીએ છીએ
દ્રવ્યલિંગી મુનિ રાજ્યાદિક છોડી નિગ્રંથ થાય છે, અઠ્ઠાવીસ મૂળગુણોને પાળે છે, ઉગ્ર ઉગ્ર અનશનાદિ ઘણું તપ કરે છે, ક્ષુધાદિક બાવીસ પરિષહોને સહન કરે છે, શરીરના ખંડખંડ થતાં પણ વ્યગ્ર થતો નથી, વ્રતભંગનાં અનેક કારણો મળે તોપણ દઢ રહે છે, કોઈથી ક્રોધ કરતો નથી, એવા સાધનનું માન કરતો નથી, એવા સાધનમાં તેને કોઈ કપટ પણ નથી, તથા એ સાધનવડે આ લોક-પરલોકના વિષયસુખને તે ઇચ્છતો પણ નથી, એવી તેની દશા થઈ છે. જો એવી દશા ન હોય તો તે ત્રૈવેયક સુધી કેવી રીતે પહોંચે ? છતાં તેને શાસ્ત્રમાં મિથ્યાદષ્ટિઅસંયમી જ કહ્યો છે, તેનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com