________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ૨૫૧
કાર્ય સંભવે જ નહિ તેવો ત્યાગ કરવો તો કષાયભાવોથી જ થાય છે. જેમ કોઈ સાત વ્યસન તો સેવે અને સ્વસ્ત્રીનો ત્યાગ કરે એ કેમ બને? જોકે સ્વસ્ત્રીનો ત્યાગ કરવો એ ધર્મ છે, તોપણ પહેલાં સાત વ્યસનનો ત્યાગ થાય ત્યારે જ સ્વત્રીનો ત્યાગ કરવો યોગ્ય છે. એ જ પ્રમાણે અન્ય પણ સમજવું.
વળી સર્વ પ્રકારથી ધર્મના સ્વરૂપને નહિ જાણતા એવા કેટલાક જીવો, કોઈ ધર્મના અંગને મુખ્ય કરી અન્ય ધર્મોને ગૌણ કરે છે. જેમ કોઈ જીવદયા ધર્મને મુખ્ય કરી પૂજાપ્રભાવનાદિ કાર્યોને ઉથાપે છે, કોઈ પૂજા-પ્રભાવનાદિ ધર્મને મુખ્ય કરી હિંસાદિકનો ભય રાખતા નથી, કેટલાક તપની મુખ્યતા કરી આર્તધ્યાનાદિ કરીને પણ ઉપવાસાદિક કરે છે વા પોતાને તપસ્વી માની નિઃશંક ક્રોધાદિક કરે છે, કેટલાક દાનની મુખ્યતા કરી ઘણાં પાપ કરીને પણ ધન ઉપજાવી દાન આપે છે, કેટલાક આરંભ-ત્યાગની મુખ્યતા કરી યાચના આદિ કરવા લાગી જાય છે, તથા કેટલાક જીવહિંસા મુખ્ય કરી જળ વડે સ્નાન-શૌચાદિક કરતા નથી વા લૌકિક કાર્ય આવતાં ધર્મ છોડીને પણ ત્યાં લાગી જાય છે, ઇત્યાદિ પ્રકારથી કોઈ ધર્મને મુખ્ય કરી અન્ય ધર્મને ગણતા નથી વા તેને આશ્રયે પાપ પણ આચરે છે. જેમ કોઈ અવિવેકી વ્યાપારીને કોઈ વ્યાપારના નફા અર્થે અન્ય પ્રકારથી ઘણો તોટે થાય છે તેવું આ કાર્ય થયું.
જેમ વિવેકી વ્યાપારીનું પ્રયોજન નફો છે તેથી તે સર્વ વિચાર કરી જેમ નફો ઘણો થાય તેમ કરે; તેમ જ્ઞાનીનું પ્રયોજન વીતરાગભાવ છે, તેથી તે સર્વ વિચાર કરી જેમ વીતરાગભાવ ઘણો થાય તેમ કરે, કારણ કે મૂળધર્મ વીતરાગભાવ છે.
એ પ્રમાણે અવિવેકી જીવ અન્યથા ધર્મ અંગીકાર કરે છે તેથી તેમને તો સમ્મચારિત્રનો આભાસ પણ હોતો નથી.
વળી કોઈ જીવ અણુવ્રત-મહાવ્રતાદિરૂપ યથાર્થ આચરણ કરે છે તથા આચરણાનુસાર જ પરિણામ છે, કોઈ માયા-લોભાદિકનો અભિપ્રાય નથી; એને ધર્મ જાણી મોક્ષ અર્થે તેનું સાધન કરે છે, કોઈ સ્વર્ગાદિકના ભોગોની ઇચ્છા રાખતો નથી, પરંતુ પ્રથમ તત્ત્વજ્ઞાન ન થયેલું હોવાથી પોતે તો જાણે છે કે “હું મોક્ષનું સાધન કરું છું” પણ મોક્ષનું સાધન જે છે તેને જાણતો પણ નથી. કેવળ સ્વર્ગાદિકનું જ સાધન કરે છે. સાકરને અમૃત જાણી ભક્ષણ કરે છે પણ તેથી અમૃતનો ગુણ તો ન થાય; પોતાની પ્રતીતિ અનુસાર ફળ થતું નથી પણ જેવું સાધન કરે છે તેવું જ ફળ લાગે છે.
શાસ્ત્રમાં એમ કહ્યું છે કે-ચારિત્રમાં જે “સભ્ય પદ છે, તે અજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ અર્થે છે, માટે પહેલાં તત્ત્વજ્ઞાન થાય તે પછી ચારિત્ર હોય તે જ સમ્યફચારિત્ર નામ પામે છે. જેમ કોઈ ખેડૂત બીજ તો વાવે નહિ અને અન્ય સાધન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com