________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ૨૪૯
હવે જો પરીષહ સહ્યા જતા નથી તથા વિષયવાસના છૂટી નથી તો એવી પ્રતિજ્ઞા શામાટે કરી કે સુગમ વિષય છોડી વિષમ વિષયના ઉપાય કરવા પડે! એવું કાર્ય શામાટે કો છો ? ત્યાં તો ઊલટો રાગભાવ તીવ્ર થાય છે.
અથવા પ્રતિજ્ઞામાં દુ:ખ થાય ત્યારે પરિણામ લગાવવા માટે કોઈ આલંબન બિચારે છે; જેમ કોઈ ઉપવાસ કરી પછી ક્રીડા કરવા લાગે છે, કોઈ પાપી જુગારાદિ કુવ્યસનમાં લાગે છે, તથા કોઈ સૂઈ રહેવા ઇચ્છે છે, એ એમ જાણે છે કે કોઈ પણ પ્રકારથી વખત પૂરો કરવો. એ જ પ્રમાણે અન્ય પ્રતિજ્ઞામાં પણ સમજવું.
અથવા કોઈ પાપી એવા પણ છે કે પહેલાં તો પ્રતિજ્ઞા કરે પણ પછી તેનાથી દુઃખી થાય ત્યારે તેને છોડી દે, પ્રતિજ્ઞા લેવી-મૂકવી એ તેને ખેલ માત્ર છે. પણ પ્રતિજ્ઞા ભંગ કરવાનું તો મહાપાપ છે, એ કરતાં તો પ્રતિજ્ઞા ન લેવી જ ભલી છે.
એ પ્રમાણે પહેલાં તો વિચાર સિવાય પ્રતિજ્ઞા કરે અને પાછળથી એવી દશા થાય.
જૈનધર્મમાં પ્રતિજ્ઞા ન લેવા બદલ દંડ તો છે નહિ, જૈનધર્મમાં તો એવો ઉપદેશ છે કેપહેલાં તત્ત્વજ્ઞાની થાય, પછી જેનો ત્યાગ કરે તેના દોષ ઓળખે; ત્યાગ કરવાથી જે ગુણ થાય તેને જાણે અને પોતાના પરિણામોનો વિચાર કરે; વર્તમાન પરિણામોના જ ભરોંસે પ્રતિજ્ઞા ન કરી બેસે પરંતુ ભવિષ્યમાં તેનો નિર્વાહ થતો જાણે તો પ્રતિજ્ઞા કરે, વળી શરીરની શક્તિ વા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિકનો પણ વિચાર કરે, આ પ્રમાણે વિચાર કર્યા પછી પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે; તે પણ એવી પ્રતિજ્ઞા કરવી કે જે પ્રતિજ્ઞા પ્રત્યે નિરાદરભાવ ન થાય પણ ચઢતાભાવ રહે, એવી જૈનધર્મની આમ્રાય છે.
પ્રશ્ન:- ચાંડાળાદિકોએ પ્રતિજ્ઞા કરી તેમને આટલો બધો વિચાર કયાં હોય છે?
ઉત્તર:- “મરણપર્યંત કષ્ટ થાઓ તો ભલે થાઓ, પરંતુ પ્રતિજ્ઞા ન છોડવી ”–એવા વિચારથી તે પ્રતિજ્ઞા કરે છે પરંતુ પ્રતિજ્ઞામાં નિરાદ૨૫ણું નથી.
તથા સમ્યગ્દષ્ટિ જે પ્રતિજ્ઞા કરે છે તે તત્ત્વજ્ઞાનાદિપૂર્વક જ કરે છે.
પણ જેને અંતરંગવિરક્તતા નથી થઈ અને બાહ્યથી પ્રતિજ્ઞા ધારણ કરે છે, તે પ્રતિજ્ઞાની પહેલાં વા પાછળ જેની તે પ્રતિજ્ઞા કરે છે તેમાં અતિ આસક્ત થઈ લાગે છે; જેમ ઉપવાસના ધારણા-પારણાનાં ભોજનમાં અતિ લોભી થઈ ગરિષ્ટાદિ ભોજન કરે છે, ઉતાવળ ઘણી કરે છે; જેમ જળને રોકી રાખ્યું હતું તે જ્યારે છૂટયું ત્યારે ઘણો પ્રવાહ વહેવા લાગ્યો, તેમ આણે પ્રતિજ્ઞાથી વિષયપ્રવૃત્તિ રોકી, પણ અંતરંગમાં આસક્તતા વધી ગઈ અને પ્રતિજ્ઞા પૂરી થતાં જ અત્યંત વિષયપ્રવૃત્તિ થવા લાગી, એટલે તેને પ્રતિજ્ઞાના કાળમાં પણ વિષયવાસના મટી નથી તથા આગળ-પાછળ તેની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com