________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮]
મોક્ષમાર્ગ પ્રકાશક
સમ્મચારિત્રનું અન્યથારૂપ
હવે તેને સમ્યફચારિત્ર અર્થે કેવી પ્રવૃત્તિ છે તે કહીએ છીએ
બાહ્યક્રિયા ઉપર તો તેને દૃષ્ટિ છે પણ પરિણામ સુધારવા-બગાડવાનો વિચાર નથી; જો પરિણામોનો પણ વિચાર થાય તો જેવો પોતાનો પરિણામ થતો દેખે તેના જ ઉપર દષ્ટિ રહે છે; પરંતુ તે પરિણામોની પરંપરા વિચારતા અભિપ્રાયમાં જે વાસના છે તેને વિચારતો નથી, અને ફળ તો અભિપ્રાયમાં વાસના છે તેનું લાગે છે. તેનું વિશેષ વ્યાખ્યાન આગળ કરીશું ત્યાં તેનું સ્વરૂપ બરાબર ભાસશે.
એવી ઓળખાણ વિના તેને માત્ર બાહ્ય આચરણનો જ ઉદ્યમ છે.
ત્યાં કોઈ જીવ તો કુળક્રમથી વા દેખાદેખી વા ક્રોધ-માન-માયા-લોભાદિથી આચરણ આચરે છે તેમને તો ધર્મબુદ્ધિ જ નથી તો સમ્યફચારિત્ર તો કયાંથી હોય? એ જીવોમાં કોઈ તો ભોળા છે તથા કોઈ કષાયી છે. હવે જ્યાં અજ્ઞાનભાવ અને કષાય હોય ત્યાં સમ્યક્રચારિત્ર હોતું જ નથી.
કોઈ જીવ એવું માને છે કે-જાણવામાં શું છે, કંઈક કરીશું તો ફળ પ્રાપ્ત થશે એવું વિચારી તેઓ વ્રત-તપાદિ ક્રિયાના જ ઉધમી રહે છે પણ તત્ત્વજ્ઞાનનો ઉપાય કરતા નથી; હવે તત્ત્વજ્ઞાન વિના મહાવ્રતાદિકનું આચરણ પણ મિથ્યાચારિત્ર નામ જ પામે છે તથા તત્ત્વજ્ઞાન થતાં કાંઈ પણ વ્રતાદિક ન હોય તોપણ તે અસંયત સમ્યગ્દષ્ટિ નામ પામે છે; માટે પહેલાં તત્ત્વજ્ઞાનનો ઉપાય કરવો, પછી કષાય ઘટાડવા અર્થે બાહ્યસાધન કરવાં. શ્રી યોગેન્દ્રદેવકૃત શ્રાવકાચારમાં પણ કહ્યું છે કે
दसणभूमिह बाहिरा, जिय वयरुक्ख ण होति। અર્થ:- હે જીવ! આ સમ્યગ્દર્શનભૂમિ વિના વ્રતરૂપી વૃક્ષ ન થાય. અર્થાત-જે જીવોને તત્ત્વજ્ઞાન નથી તેઓ યથાર્થ આચરણ આચરતા નથી.
એ જ અહીં વિશેષ દર્શાવીએ છીએ
કોઈ જીવ પહેલાં તો મોટી પ્રતિજ્ઞા ધારણ કરી બેસે છે પણ અંતરંગમાં વિષયકષાયવાસના મટી નથી તેથી જેમ તેમ કરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા ઇચ્છે છે, ત્યાં તે પ્રતિજ્ઞાથી પરિણામ દુઃખી થાય છે. જેમ કોઈ ઘણા ઉપવાસ આદરી બેઠા પછી પીડાથી દુઃખી થતો રોગીની માફક કાળ ગુમાવે છે પણ ધર્મસાધન કરતો નથી; તો પ્રથમ જ સાધી શકાય તેટલી જ પ્રતિજ્ઞા કેમ ન લઈએ ? દુઃખી થવામાં તો આર્તધ્યાન થાય અને તેનું ફળ ભલું કયાંથી આવશે ? અથવા એ પ્રતિજ્ઞાનું દુ:ખ ન સહન થાય ત્યારે તેની અવેજ (અવેજીમાં-બદલામાં) વિષય પોષવા અર્થે તે અન્ય ઉપાય કરે છે, જેમકે–તરસ લાગે ત્યારે પાણી તો ન પીએ પણ અન્ય અનેક પ્રકારના શીતલ ઉપચાર કરે, વા ઘી તો છોડે પણ અન્ય સ્નિગ્ધવસ્તુ ઉપાય કરીને પણ ભક્ષણ કરે, એ પ્રમાણે અન્ય પણ જાણવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com