________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ૨૪૭
પાલન લખ્યું છે. શ્રી પ્રવચનસારમાં પણ એમ લખ્યું છે કે-xજેને આગમજ્ઞાન એવું થયું છે કેજે વડે સર્વ પદાર્થોને હસ્તામલકવતું જાણે છે, તથા એમ પણ જાણે છે કે- આનો જાણવાવાળો હું છું પરંતુ “હું જ્ઞાનસ્વરૂપ છું”—એવો પોતાને પરદ્રવ્યથી ભિન્ન કેવળ ચૈતન્યદ્રવ્ય અનુભવતો નથી, માટે આત્મજ્ઞાનશૂન્ય આગમજ્ઞાન પણ કાર્યકારી નથી.
એ પ્રમાણે તે સમ્યજ્ઞાન અર્થે જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરે છે તો પણ તેને સમ્યજ્ઞાન
નથી.
જ્ઞાનનું શ્રદ્ધાન નહિ કરવાવાળો અભવ્ય આચારાંગાદિથી માંડીને અગિયાર અંગરૂપ શ્રુતજ્ઞાનને ભણતો હોવા છતાં પણ શાસ્ત્ર ભણવાના ફળના અભાવથી જ્ઞાની થતો નથી. શાસ્ત્રાધ્યયનનો ગુણ (ફળ) તો એ છે કે ભિન્નવસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન થાય. એટલે તે ભિન્નવસ્તુભૂત જ્ઞાનને નહિ શ્રદ્ધાન કરવાવાળો અભવ્ય શાસ્ત્ર ભણવાથી પણ આત્મજ્ઞાન કરવાને સમર્થ થતો નથી (અર્થાત્ શાસ્ત્રભણતર તેને શુદ્ધાત્મજ્ઞાન કરી શકતું નથી.) તેથી તેને શાસ્ત્ર ભણવાનું ફળ જે ભિન્ન આત્માને જાણવો તે તેને નથી અર્થાત્ સત્યાર્થ જ્ઞાનશ્રદ્ધાનના અભાવથી તે અભવ્ય અજ્ઞાની જ છે એવો નિયમ છે. (શ્રી સમયસાર ગા. ર૭૪ ની વ્યાખ્યા-અનુવાદક.)
x यदि करतलामलकीकृतसकलागमसारतया भूतभवद्भावि च स्वोचितपर्यायविशिष्टमशेषद्रव्यजातं जानन्तमात्मानं जानन् श्रद्धानः संयमयंश्चागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां योगपद्येऽपि मनाङ्मोहमलोपलिप्तत्वात् यदा शरीरादिमुर्छापरक्ततया निरुपरागोपयोगपरिणतं कृत्वा ज्ञानात्मानमात्मानं नानुभवति तदा तावन्मात्रमोहमलकलङ्ककीलिकाकीलितैः कर्मभिरविमुच्यमानो न सिद्धयति। अत आत्मज्ञानशून्यमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्त्वयौगपद्यमप्यकिंचित्करमेव।।
અર્થ - જેમ હાથમાં રાખેલા નિર્મળ સ્ફટિકમણિનું અંતર બહારથી સારી રીતે દેખાય છે તેમ જે પુરુષ સર્વ આગમનું રહસ્ય જાણે છે તથા આગમ અનુસાર ત્રિકાળવર્તી સર્વ પર્યાયો સહિત સંપૂર્ણ દ્રવ્યોને જાણવાવાળા આત્માને જાણે છે-શ્રદ્ધાન કરે છે, આચરણ કરે છે, એમ જે પુરુષને આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન અને સંયમરૂપ રત્નત્રયની એકતા પણ થઈ છે, પરંતુ જો તે કોઈ કાળમાં શરીરાદિ પરદ્રવ્યોમાં રાગભાવરૂપ મળથી મલીન થયો થકો જ્ઞાનસ્વરૂપ નિજ આત્માને વીતરાગ ઉપયોગભાવરૂપ અનુભવ કરતો નથી તો તે એટલા માત્ર સૂક્ષ્મ મોહકલંકથી કિલિત કર્મોથી છૂટતો નથી–મુક્ત થતો નથી. તેથી આ વાત સિદ્ધ થાય છે કેવીતરાગ નિર્વિકલ્પસમાધિરૂપ આત્મજ્ઞાનથી શૂન્ય પુરુષની આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન અને સંયમભાવની એકતા પણ કિંચિત્ કાર્યકારી નથી.
(શ્રી પ્રવચનસાર અ૦ ૩ ગા) ૩૯ ની વ્યાખ્યા.) –અનુo
Please inform us of any errors on rajesh@AtmaDharma.com