________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ૨૪૫
પ્રશ્ન:- એવું છે તો વ્યાકરણાદિનો અભ્યાસ ન કરવો જોઈએ?
ઉત્તર:- એના અભ્યાસ વિના મહાન ગ્રંથોનો અર્થ ખુલતો નથી, તેથી એનો પણ અભ્યાસ કરવો યોગ્ય છે.
પ્રશ્ન:- મહાન ગ્રંથ એવા શા માટે બનાવ્યા છે જેનો અર્થ વ્યાકરણાદિ વિના ન ખુલે? ભાષા વડે સુગમરૂપ હિતોપદેશ કેમ ન લખ્યો? તેમને કાંઈ પ્રયોજન તો હતું નહિ?
ઉત્તર:- ભાષામાં પણ પ્રાકૃત-સંસ્કૃતાદિકના જ શબ્દો છે, પરંતુ તે અપભ્રંશ-સહિત છે, વળી જુદાજુદા દેશોમાં જુદા જાદા પ્રકારની ભાષા છે, હવે મહાનપુરુષ શાસ્ત્રોમાં અપભ્રંશ કેમ લખે? બાળક તોતડું બોલે પણ મોટા તો ન બોલે; વળી એક દેશનાં ભાષારૂપ શાસ્ત્ર બીજા દેશમાં જાય તો ત્યાં તેનો અર્થ કેવી રીતે ભાસએટલા માટે પ્રાકૃત-સંસ્કૃતાદિ શુદ્ધ શબ્દરૂપ ગ્રંથ રચ્યા.
તથા વ્યાકરણ વિના શબ્દનો અર્થ યથાવત્ ભાસે નહિ તથા ન્યાય વિના લક્ષણ પરીક્ષાદિ યથાયોગ્ય થઈ શકે નહિ, ઇત્યાદિ વચન દ્વારા વસ્તુનો સ્વરૂપનિર્ણય વ્યાકરણાદિ વિના બરાબર ન થતો જાણી તેની આમ્નાયાનુસાર કથન કર્યું છે. ભાષામાં પણ તેની થોડીઘણી આમ્નાય મળવાથી જ ઉપદેશ થઈ શકે છે, પણ તેથી ઘણી આમ્નાયથી બરાબર નિર્ણય થઈ શકે
છે.
પ્રશ્ન- એમ છે તો હવે ભાષારૂપ ગ્રંથ શા માટે બનાવો છો?
ઉત્તર:- કાળદોષથી જીવોની મંદબુદ્ધિ જાણી કોઈ કોઈ જીવોને જેટલું જ્ઞાન થશે તેટલું તો થશે, એવો અભિપ્રાય વિચારી ભાષાગ્રંથ કરીએ છીએ. માટે ત્યાં જે જીવ વ્યાકરણાદિનો અભ્યાસ ન કરી શકે તેણે તો આવા ગ્રંથો વડે જ અભ્યાસ કરવો.
પરંતુ જે જીવ નાનાપ્રકારની યુક્તિપૂર્વક શબ્દોના અર્થ કરવા માટે વ્યાકરણ અવગાહે છે, વાદાદિક વડે મહંત થવા માટે ન્યાય અવગાહે છે, તથા ચતુરપણું પ્રગટ કરવા માટે કાવ્ય અવગાહે છે, ઇત્યાદિ લૌકિક પ્રયોજનપૂર્વક તેનો અભ્યાસ કરે છે તે ધર્માત્મા નથી, પણ તેનો બને તેટલો થોડોઘણો અભ્યાસ કરી આત્મહિત અર્થે જે તત્ત્વાદિકનો નિર્ણય કરે છે તે જ ધર્માત્મા પંડિત સમજવો.
વળી કેટલાક જીવ પુણ્ય-પાપાદિ ફળનાં નિરૂપક પુરાણાદિ શાસ્ત્ર, પુણ્ય-પાપક્રિયાનાં નિરૂપક આચારાદિ શાસ્ત્ર, તથા ગુણસ્થાન, માર્ગણા, કર્મપ્રકૃતિ અને ત્રિલોકાદિકનાં નિરૂપક કરણાનુયોગનાં શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, પણ જો તેનું પ્રયોજન પોતે વિચારે નહિ તો એ પોપટ જેવો જ અભ્યાસ થયો. અને જો તેનું પ્રયોજન વિચારે છે તો ત્યાં પાપને બૂર જાણવું, પુણ્યનું ભલું જાણવું, ગુણસ્થાનાદિક સ્વરૂપ જાણી લેવું. તથા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com