________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪]
મોક્ષમાર્ગ પ્રકાશક
તથા શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે-આત્મજ્ઞાનશૂન્ય તત્ત્વાર્થશ્રદ્ધાન કાર્યકારી નથી *
વળી વ્યવહારદષ્ટિથી સમ્યગ્દર્શનનાં આઠ અંગ કહ્યો છે તેને તે પાળે છે, પચીસ દોષ કહ્યા છે તેને ટાળે છે, તથા સંવેગાદિગુણ કહ્યા છે તેને ધારે છે, પરંતુ જેમ બીજ વાવ્યા વિના ખેતીનાં બધાં સાધન કરવા છતાં પણ અન્ન થતું નથી તેમ સત્ય તત્ત્વશ્રદ્ધાન થયા વિના સમ્યગ્દર્શન થતું નથી. શ્રી પંચાસ્તિકાયની વ્યાખ્યામાં અંતમાં જ્યાં વ્યવહારાભાસવાળાનું વર્ણન કર્યું છે ત્યાં પણ એવું જ કથન કર્યું છે.
એ પ્રમાણે તેને સમ્યગ્દર્શન અર્થે સાધન કરવા છતાં પણ સમ્યગ્દર્શન થતું નથી.
સમ્યજ્ઞાનનું અન્યથારૂપ
શાસ્ત્રમાં સમ્યજ્ઞાન માટે શાસ્ત્રાભ્યાસ કરવાથી સમ્યજ્ઞાન થવું કહ્યું છે તેથી તે શાસ્ત્રાભ્યાસમાં તત્પર રહે છે. ત્યાં શીખવું, શીખવવું, યાદ કરવું, વાંચવું, ભણવું ઇત્યાદિ ક્રિયામાં તો ઉપયોગને રમાવે છે પરંતુ તેના પ્રયોજન ઉપર દષ્ટિ નથી. આ ઉપદેશમાં મને કાર્યકારી શું છે?' તે અભિપ્રાય નથી, સ્વયં શાસ્ત્રાભ્યાસ કરીને અન્યને ઉપદેશ આપવાનો અભિપ્રાય રાખે છે અને ઘણા જીવો ઉપદેશ માને ત્યાં પોતે સંતુષ્ટ થાય છે. પણ જ્ઞાનાભ્યાસ તો પોતાના અર્થે કરવામાં આવે છે તથા અવસર પામીને પરનું પણ ભલું થતું હોય તો પરનું પણ ભલું કરે; તથા કોઈ ઉપદેશ ન સાંભળે, તો ન સાંભળો, પોતે શા માટે વિષાદ કરે? શાસ્ત્રાર્થનો ભાવ જાણી પોતાનું ભલું કરવું.
વળી શાસ્ત્રાભ્યાસમાં પણ કેટલાક તો વ્યાકરણ, ન્યાય, કાવ્યાદિ શાસ્ત્રોનો ઘણો અભ્યાસ કરે છે, પણ એ તો લોકમાં પંડિતતા પ્રગટ કરવાનાં કારણ છે. એમ આત્મહિતનું નિરૂપણ તો નથી, એનું પ્રયોજન તો એટલું જ છે કે-પોતાની બુદ્ધિ ઘણી હોય તો તેનો થોડો ઘણો અભ્યાસ કરી પછી આત્મહિતસાધક શાસ્ત્રોનો અભ્યાસ કરવો, પણ જો થોડી બુદ્ધિ હોય તો આત્મહિતસાધક સુગમશાસ્ત્રોનો જ અભ્યાસ કરવો, પરંતુ એ વ્યાકરણાદિનો જ અભ્યાસ કરતાં કરતાં આયુષ્ય પૂર્ણ થઈ જાય અને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ ન બને એમ તો ન કરવું.
પરંતુ કર્મથી કદી પણ છૂટતો નથી તેથી તેને સત્યાર્થધર્મની શ્રદ્ધાનનો અભાવ હોવાથી સત્યાર્થ શ્રદ્ધાન પણ નથી. એમ હોવાથી નિશ્ચયનયથી વ્યવહારનયનો નિષેધ યોગ્ય જ છે. (શ્રી સમયસાર ગા. ૧૭૫ ની વ્યાખ્યા.)
-અનુવાદક
* अत आत्मज्ञानशून्यमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्त्वयौगपद्यमप्यकिंचित्करमेव
અર્થ:- આત્મજ્ઞાનથી શૂન્ય પુરુષને આગમજ્ઞાન, તત્ત્વાર્થ શ્રદ્ધાન અને સંયમભાવોની એકતા પણ કાર્યકારી નથી. (શ્રી પ્રવચનસાર અ. ૩ ગા. ૩૯ની વ્યાખ્યામાંથી.)
-અનુવાદક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com