________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
આવે છે, તેથી એ અનશનાદિને વા પ્રાયશ્ચિત્તાદિકને ઉપચારથી તપ કહ્યાં છે; પણ કોઈ વીતરાગભાવરૂપ તપને તો ન જાણે અને તેને જ તપ જાણી સંગ્રહ કરે તો સંસારમાં જ ભ્રમણ
કરે.
ઘણું શું કહીએ ! આટલું જ સમજી લેવું કે-નિશ્ચયધર્મ તો વીતરાગભાવ છે, તથા અન્ય અનેક પ્રકારના ભેદો બાહ્યસાધનની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે, તેને વ્યવહારમાત્ર ધર્મસંજ્ઞા જાણવી. આ રહસ્યને જાણતો નથી તેથી તેને નિર્જરાનું પણ સાચું શ્રદ્ધાન નથી.
મોક્ષતત્ત્વનું અન્યથારૂપ
વળી સિદ્ધ થવું તેને તે મોક્ષ માને છે. જન્મ, જરા, મરણ, રોગ, કલેશાદિ દુ:ખ દૂર થયાં છે, અનંત જ્ઞાન વડે લોકાલોકનું તેને જાણવું થયું છે, ત્રૈલોકયપૂજ્યપણું થયું છે-ઇત્યાદિરૂપથી તેનો મહિમા જાણે છે, પણ એ પ્રમાણે દુઃખને દૂર કરવાની, શેયને જાણવાની તથા પૂજ્ય થવાની ઇચ્છા તો સર્વ જીવોને છે; જો એના જ અર્થે તેણે મોક્ષની ઇચ્છા કરી તો તેને અન્ય જીવોના શ્રદ્ધાનથી વિશેષતા શી થઈ?
વળી તેને એવો પણ અભિપ્રાય છે કે–સ્વર્ગમાં સુખ છે તેનાથી અનંતગણું મોક્ષમાં સુખ છે. હવે એ ગુણાકારમાં તે સ્વર્ગ અને મોક્ષસુખની એક જાતિ જાણે છે; સ્વર્ગમાં તો વિષયાદિ સામગ્રીજનિત સુખ હોય છે તેની જાતિ તો તેને ભાસે છે, પણ મોક્ષમાં વિષયાદિ સામગ્રી નથી એટલે ત્યાંના સુખની જાતિ તેને ભાસતી તો નથી પરંતુ મહાપુરુષો મોક્ષને સ્વર્ગથી પણ ઉત્તમ કહે છે તેથી આ પણ ઉત્તમ જ માને છે. જેમ કોઈ ગાયનના સ્વરૂપને ઓળખતો નથી પણ સભાના સર્વલોક વખાણે છે તેથી પોતે પણ વખાણે છે, એ પ્રમાણે આ મોક્ષને ઉત્તમ માને છે.
પ્રશ્ન:- શાસ્ત્રમાં પણ ઇંદ્રાદિકથી અનંતગણું સુખ સિદ્ધોને છે એમ પ્રરૂપ્યું છે, તેનું શું
કારણ ?
ઉત્ત૨:- જેમ તીર્થંકરના શરીરની પ્રભાને સૂર્યપ્રભાથી ક્રોડગુણી કહી ત્યાં તેની એક જાતિ નથી પરંતુ લોકમાં સૂર્યપ્રભાનું માહાત્મ્ય છે તેનાથી પણ ઘણું માહાત્મ્ય જણાવવા અર્થે એવો ઉપમાલંકાર કરીએ છીએ; તેમ સિદ્ધસુખને ઇંદ્રાદિસુખથી અનંતગણું કહ્યું છે ત્યાં તેની એક જાતિ નથી; પરંતુ લોકમાં ઇંદ્રાદિસુખનું માહાત્મ્ય છે તેનાથી પણ ઘણું માહાત્મ્ય જણાવવા અર્થે એવો ઉપમાલંકાર કરીએ છીએ.
પ્રશ્ન:- સિદ્ધસુખ અને ઇંદ્રાદિસુખની તે એક જાતિ જાણે છે-એવો નિશ્ચય તમે કેવી રીતે
કર્યો ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com