________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ૨૪૧
ત્યાં પણ એટલું વિશેષ છે કે ઘણી શુદ્ધતા થતાં શુદ્ધોપયોગરૂપ પરિણતિ થાય છે, ત્યાં તો નિર્જરા જ છે, બંધ થતો નથી. અને થોડી શુદ્ધતા થતાં શુભોપયોગનો પણ અંશ રહે છે, તેથી જેટલી શુદ્ધતા થઈ તેનાથી તો નિર્જરા છે તથા જેટલો શુભભાવ છે તેનાથી બંધ છે. અને એવો મિશ્રભાવ જ્યાં યુગપતું હોય છે ત્યાં બંધ વા નિર્જરા બંને હોય છે.
પ્રશ્ન:- શુભભાવોથી પાપની નિર્જરા અને પુણ્યનો બંધ થાય છે પરંતુ શુદ્ધ ભાવોથી બંનેની નિર્જરા થાય છે એમ કેમ ન કહો?
ઉત્તર:- મોક્ષમાર્ગમાં સ્થિતિનું તો ઘટવું બધી જ પ્રકૃતિઓનું થાય છે, ત્યાં પુણ્ય-પાપની વિશેષતા છે જ નહિ, તથા અનુભાગનું ઘટવું પુણ્યપ્રકૃતિઓમાં શુદ્ધોપયોગથી પણ થતું નથી. ઉપર ઉપર પુણ્યપ્રકૃતિઓના અનુભાગનો તીવ્ર બંધ-ઉદય થાય છે તથા પાપપ્રકૃતિઓના પરમાણુ પલટી શુભપ્રકૃતિરૂપ થાય છે-એવું સંક્રમણ શુભ અને શુદ્ધ બંને ભાવ થતાં થાય છે, માટે પૂર્વોક્ત નિયમ સંભવતો નથી પણ વિશુદ્ધતાના જ અનુસાર નિયમ સંભવે છે.
જાઓ! ચોથા ગુણસ્થાનવાળો શાસ્ત્રાભ્યાસ. આત્મચિંતવન આદિ કાર્ય કરે-ત્યાં પણ તેને (ગુણશ્રેણી) નિર્જરા નથી, બંધ પણ ઘણો થાય છે, અને પાંચમા ગુણસ્થાનવાળો વિષય સેવનાદિ કાર્ય કરે ત્યાં પણ તેને ગુણશ્રેણી નિર્જરા થતી રહે છે, બંધ પણ થોડો થાય છે તથા પાંચમા ગુણસ્થાનવાળો ઉપવાસાદિ વા પ્રાયશ્ચિત્તાદિ તપ કરે તે કાળમાં પણ તેને નિર્જરા થોડી હોય છે, અને છઠ્ઠા ગુણસ્થાનવાળો આહાર વિહારાદિ ક્રિયા કરે તે કાળમાં પણ તેને નિર્જરા ઘણી થાય છે અને બંધ તેનાથી પણ થોડો થાય છે.
માટે બાહ્યપ્રવૃત્તિ અનુસાર નિર્જરા નથી, પણ અંતરંગ કપાયશક્તિ ઘટવાથી વિશુદ્ધતા થતાં નિર્જરા થાય છે. તેનું પ્રગટસ્વરૂપ આગળ નિરૂપણ કરીશું ત્યાંથી જાણવું.
એ પ્રમાણે અનશનાદિ ક્રિયાને તપસંજ્ઞા ઉપચારથી છે એમ જાણવું, અને તેથી જ તેને વ્યવહારતપ કહ્યું છે, વ્યવહાર ઉપચારનો એક અર્થ છે. વળી એવા સાધનથી જે વીતરાગભાવરૂપ વિશુદ્ધતા થાય તે જ સાચું તપ નિર્જરાનું કારણ જાણવું.
દષ્ટાંત-જેમ ધન વા અન્નને પ્રાણ કહ્યા છે તેનું કારણ, ધનથી અન્ન લાવી તેનું ભક્ષણ કરી પ્રાણોનું પોષણ કરવામાં આવે છે તેથી ઉપચારથી ધન અને અન્નને પ્રાણ કહ્યા છે. કોઈ ઇઢિયાદિક પ્રાણોને ન જાણે અને તેને જ પ્રાણ જાણી સંગ્રહ કરે તો તે મરણ જ પામે, તેમ અનશનાદિક વા પ્રાયશ્ચિત્તાદિકને તપ કહ્યાં છે, કારણ કે અનશનાદિ સાધનથી પ્રાયશ્ચિત્તાદિરૂપ પ્રવર્તન કરીને વીતરાગભાવરૂપ સત્યતાનું પોષણ કરવામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com