________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
| [૨૩૯
નિર્જરાતત્ત્વનું અન્યથારૂપ
વળી તે અનશનાદિ તપથી નિર્જરા માને છે, પણ કેવળ બાહ્યતપ જ કરવાથી તો નિર્જરા થાય નહિ. બાહ્યત: તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે, શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે તેથી ઉપચારથી તપને પણ નિર્જરાનું કારણ કહ્યું છે. જો બાહ્યદુઃખ સહન કરવું એ જ નિર્જરાનું કારણ હોય તો તિર્યંચાદિક પણ ભૂખ-તરસાદિ સહન કરે છે.
પ્રશ્ન:- એ તો પરાધીનપણે સહે છે, સ્વાધીનપણે ધર્મબુદ્ધિપૂર્વક ઉપવાસાદિરૂપ તપ કરે તેને નિર્જરા થાય છે.
ઉત્તરઃ- ધર્મબુદ્ધિથી બાહ્ય ઉપવાસાદિક તો કરે, પણ ત્યાં ઉપયોગ તો અશુભ, શુભ વા શુદ્ધ જેમ પરિણમે તેમ પરિણમો. જો ઘણા ઉપવાસાદિ કરતાં ઘણી નિર્જરા થાય તથા થોડા કરતાં થોડી થાય એવો નિયમ ઠરે ત્યારે તો નિર્જરાનું મુખ્ય કારણ ઉપવાસાદિક જ ઠરે, પણ એમ તો બને નહિ, કારણ-પરિણામ દુષ્ટ થતાં ઉપવાસાદિ કરતાં પણ નિર્જરા થવી કેમ સંભવે ?
વળી અહીં જો એમ કહેશો કે “જેવો અશુભ-શુભ-શુદ્ધરૂપ ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ-નિર્જરા છે.” તો ઉપવાસાદિ તપ નિર્જરાનું મુખ્ય કારણ કયાં રહ્યું? ત્યાં તો અશુભ-શુભ પરિણામ બંધના કારણે ઠર્યા, તથા શુદ્ધ પરિણામ નિર્જરાનું કારણ કર્યો.
પ્રશ્ન:- તો તત્વાર્થસૂત્રમાં “તપસી નિર્નર ૨' (અ. ૯ સૂ. ૩) એમ શા માટે કહ્યું છે?
ઉત્તર:- શાસ્ત્રમાં “પુચ્છાનિરોધસ્તપ:' એમ કહ્યું છે અર્થાત્ ઇચ્છાને રોકવી તેનું નામ તપ છે. શુભ-અશુભ ઇચ્છા મટતાં ઉપયોગ શુદ્ધ થાય છે ત્યાં નિર્જરા થાય છે તેથી તપ વડે નિર્જરા કહી છે.
પ્રશ્ન:- આહારાદિરૂપ અશુભની ઇચ્છા તો દૂર થતાં જ તપ થાય પરંતુ ઉપવાસાદિ વા પ્રાયશ્ચિત્તાદિ શુભકાર્ય છે તેની ઇચ્છા તો રહે?
ઉત્તર:- જ્ઞાની પુરુષોને ઉપવાસાદિની ઇચ્છા નથી, એક શુદ્ધોપયોગની ઇચ્છા છે, હવે ઉપવાસાદિ કરતાં શુદ્ધોપયોગ વધે છે તેથી તેઓ ઉપવાસાદિક કરે છે, પણ જો ઉપવાસાદિથી શરીરની વા પરિણામોની શિથિલતાને કારણે શુદ્ધોપયોગ શિથિલ થતો જાણે તો તેઓ આહારાદિક ગ્રહણ કરે છે. જો ઉપવાસાદિથી જ સિદ્ધિ થાય તો શ્રી અજિતનાથાદિ ત્રેવીસ તીર્થકરો દીક્ષા લઈ બે ઉપવાસ જ કેમ ધારણ કરે? તેમની તો શક્તિ પણ ઘણી હતી, પરંતુ જેવા પરિણામ થાય તેવાં બાહ્યસાધન વડે એક વીતરાગ શુદ્ધોપયોગનો અભ્યાસ કર્યો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com