________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮]
મોક્ષમાર્ગ પ્રકાશક
શરીરાદિકથી રાગ હતો પણ પાછળથી તેના અનિત્યસ્વાદિ અવગુણ દેખી આ ઉદાસીન થયો, પરંતુ એવી ઉદાસીનતા તો વૈષરૂપ છે; જ્યાં જેવો પોતાનો વા શરીરાદિનો સ્વભાવ છે તેવો ઓળખી ભ્રમ છોડી, તેને ભલાં જાણી રાગ ન કરવો તથા બૂરાં જાણી દ્વષ ન કરવો એવી સાચી ઉદાસીનતા અર્થે યથાર્થ અનિત્યતાદિકનું ચિંતવન કરવું એ જ સાચી અનુપ્રેક્ષા છે.
પરીષહજય:- વળી ક્ષુધાદિક લાગતાં તેના નાશનો ઉપાય ન કરવો, તેને તે પરિષહુસહુનતા કહે છે. હવે ઉપાય તો ન કર્યો અને અંતરંગમાં સુધાદિ અનિષ્ટ સામગ્રી મળતાં દ:ખી થયો તથા રતિ આદિનું કારણ મળતાં સુખી થયો, એ તો દુઃખ-સુખરૂપ પરિણામ છે, અને એ જ આર્ત-રૌદ્રધ્યાન છે, એવા ભાવોથી સંવર કેવી રીતે થાય? દુઃખનાં કારણો મળતાં દુઃખી ન થાય તથા સુખનાં કારણો મળતાં સુખી ન થાય પણ શેયરૂપથી તેનો જાણવાવાળો જ રહે, એ જ સાચો પરિષહજય છે.
ચારિત્ર:- વળી હિંસાદિ સાવધ (પાપકારી) યોગના ત્યાગને ચારિત્ર માને છે, ત્યાં મહાવ્રતાદિરૂપ શુભયોગને ઉપાદેયપણાથી ગ્રાહ્ય માને છે, પણ તત્ત્વાર્થસૂત્રમાં આસ્રવપદાર્થનું નિરૂપણ કરતાં મહાવ્રત-અણુવ્રતને પણ આસવરૂપ કહ્યાં છે તો એ ઉપાદેય કેવી રીતે હોય? તથા આસવ તો બંધનો સાધક છે અને ચારિત્ર મોક્ષનું સાધન છે, તેથી મહાવ્રતાદિરૂપ આસવભાવોને ચારિત્રપણું સંભવતું નથી; સર્વ કષાયરહિત જે ઉદાસીનભાવ તેનું જ નામ ચારિત્ર છે.
જે ચારિત્રમોહના દેશઘાતિ સ્પદ્ધકોના ઉદયથી મહામંદ પ્રશસ્તરાગ થાય છે તે તો ચારિત્રનો મળ છે, એને નહિ છૂટતો જાણીને તેનો ત્યાગ કરતા નથી અને સાવધ-યોગનો જ ત્યાગ કરે છે; પરંતુ જેમ કોઈ પુરુષ કંદમૂળાદિ ઘણા દોષવાળી હરિતકાયનો ત્યાગ કરે છે તથા કેટલાક હરિતકાયોનું ભક્ષણ કરે છે પણ તેને ધર્મ માનતો નથી, તેમ મુનિ હિંસાદિ તીવ્રકષાયરૂપ ભાવોનો ત્યાગ કરે છે તથા કેટલાક મંદકષાયરૂપ મહાવ્રતાદિનું પાલન કરે છે પરંતુ તેને મોક્ષમાર્ગ માનતા નથી.
પ્રશ્ન:- જો એ પ્રમાણે છે તો ચારિત્રના તેર ભેદોમાં મહાવ્રતાદિક કેમ કહ્યાં છે?
ઉત્તર - ત્યાં તેને વ્યવહારચારિત્ર કહ્યું છે, અને વ્યવહાર નામ ઉપચારનું છે. એ મહાવ્રતાદિ થતાં જ વીતરાગચારિત્ર થાય છે એવો સંબંધ જાણી એ મહાવ્રતાદિકમાં ચારિત્રનો ઉપચાર કર્યો છે; નિશ્ચયથી નિષ્કષાયભાવ છે તે જ સાચું ચારિત્ર છે.
એ પ્રમાણે સંવરના કારણોને અન્યથા જાણતો હોવાથી સંવરતત્ત્વનો પણ એ સાચો શ્રદ્ધાની થતો નથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com