________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[૨૩૭
છે. જે અંશ વીતરાગ થયો તે વડે તો સંવર છે, તથા જે અંશ સરાગ રહ્યો તે વડે બંધ છે. હવે (મિશ્ર એવા) એક ભાવથી તો બે કાર્ય બને છે, પણ એક પ્રશસ્તરાગથી જ પુણ્યાસ્રવ પણ માનવો તથા સંવર-નિર્જરા પણ માનવી એ ભ્રમ છે. મિશ્રભાવમાં પણ આ સરાગતા છે, આ વિરાગતા છે-એવી ઓળખાણ સમ્યગ્દષ્ટિને જ હોય છે, તેથી તે અવશેષ સરાગભાવને હેયરૂપ શ્રદ્ધા છે. મિથ્યાષ્ટિને એવી ઓળખાણ નથી, તેથી તે સરાગભાવમાં સંવરના ભ્રમથી પ્રશસ્તરાગરૂપ કાર્યોને ઉપાદેય શ્રદ્ધા છે.
વળી સિદ્ધાંતમાં ગુતિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય તથા ચારિત્ર-તે વડે સંવર થાય છે એમ કહ્યું છે, તેનું પણ તે યથાર્થ શ્રદ્ધાન કરતો નથી.
કેવી રીતે તે અહીં કહીએ છીએ:
ગુસિ:- બાહ્ય મન-વચન-કાયાની ચેષ્ટા મટાડ, પાપચિંતવન ન કરે, મૌન ધારે, ગમનાદિ ન કરે, તેને તે ગુતિ માને છે; હવે મનમાં તો ભક્તિ આદિરૂપ પ્રશસ્તરાગાદિ નાનાપ્રકારના વિકલ્પો થાય છે, અને વચન-કાયાની ચેષ્ટા પોતે રોકી રાખે છે પણ એ તો શુભપ્રવૃત્તિ છે, હવે પ્રવૃત્તિમાં તો ગુણિપણું બને નહિ. વીતરાગભાવ થતાં જ્યાં મન-વચનકાયાની ચેષ્ટા થાય નહિ એ જ સાચી ગુમિ છે.
સમિતિઃ- વળી પરજીવોની રક્ષા અર્થે યત્નાચાર પ્રવૃત્તિ તેને સમિતિ માને છે. પણ હિંસાના પરિણામોથી તો પાપ થાય છે તથા રક્ષાના પરિણામોથી સંવર કહેશો તો પુણ્યબંધનું કારણ કોણ ઠરશે? એષણા સમિતિમાં દોષ ટાળે છે ત્યાં રક્ષાનું પ્રયોજન નથી માટે રક્ષાને અર્થે જ સમિતિ નથી.
તો સમિતિ કેવી રીતે હોય છે?-મુનિઓને કિંચિત્ રાગ થતાં ગમનાદિકિયા થાય છે, ત્યાં તે ક્રિયાઓમાં અતિ આસક્તતાના અભાવથી પ્રમાદરૂપ પ્રવૃત્તિ થતી નથી, તથા બીજા જીવોને દુ:ખી કરી પોતાનું ગમનાદિ પ્રયોજન સાધતા નથી તેથી સ્વયમેવ જ દયા પળાય છે; એ પ્રમાણે સાચી સમિતિ છે.
ધર્મ - વળી બંધાદિકના ભયથી વા સ્વર્ગ–મોક્ષની ઇચ્છાથી ક્રોધાદિ કરતો નથી, પણ ત્યાં કોધાદિ કરવાનો અભિપ્રાય તો ગયો નથી; જેમ કોઈ રાજાદિકના ભયથી વા મહંતપણાનાં લોભથી પરસ્ત્રી સેવતો નથી તો તેને ત્યાગી કહી શકાય નહિ, તે જ પ્રમાણે આ ક્રોધાદિનો ત્યાગી નથી. તો કેવી રીતે ત્યાગી હોય? પદાર્થ ઇષ્ટ-અનિષ્ટ ભાસતાં ક્રોધાદિક થાય છે, જ્યારે તત્ત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઇષ્ટ-અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયમેવ જ ક્રોધાદિક ઊપજતા નથી, ત્યારે સાચો ધર્મ થાય છે.
અનુપ્રેક્ષા:- વળી અનિત્યાદિ ચિંતવનથી શરીરાદિકને બૂરાં જાણી, હિતકારી ન જાણી તેનાથી ઉદાસ થવું તેનું નામ તે અનુપ્રેક્ષા કહે છે; પણ એ તો જેમ કોઈ મિત્ર હતો ત્યારે તેનાથી રાગ હતો અને પાછળથી તેના અવગુણ જોઈ તે ઉદાસીન થયો; તેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com