________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
સાતમો અધિકાર
[ ૨૩૫
* સર્વજીવોને જીવન-મરણ, સુખ-દુઃખ પોતપોતાના કર્મના નિમિત્તથી થાય છે. જ્યાં અન્ય જીવ અન્ય જીવના એ કાર્યોનો કર્તા થાય, એ જ મિથ્યાઅધ્યવસાય બંધનું કારણ છે. ત્યાં અન્ય જીવને જીવાડવાનો વા સુખી કરવાનો અધ્યવસાય થાય તો પુણ્યબંધનું કારણ છે, તથા મારવાનો વા દુઃખી કરવાનો અધ્યવસાય થાય પાપબંધનું કારણ છે.
એ પ્રમાણે અહિંસાની માફક સત્યાદિક તો પુણ્યબંધનાં કારણ છે તથા હિંસાની માફક અસત્યાદિક પાપબંધનાં કારણ છે; એ સર્વ મિથ્યાઅધ્યવસાય છે તે ત્યાજ્ય છે, માટે હિંસાદિની માફક અહિંસાદિકને પણ બંધનાં કારણ જાણી તૈયરૂપ જ માનવાં.
હિંસામાં મારવાની બુદ્ધિ થાય પણ તેના આયુપૂર્ણ થયા વિના તે મરે નહિ અને પોતાની દ્વેષપરિણતિથી પોતે જ પાપ બાંધે છે; તથા અહિંસામાં રક્ષા કરવાની બુદ્ધિ થાય પણ તેના આયુ અવશેષ વિના તે જીવે નહિ, આ પોતાની પ્રશસ્તરાગપરિણતિથી પોતે જ પુણ્ય બાંધે છે-એ પ્રમાણે એ બંને હૈય છે, જ્યાં વીતરાગ થઈ દુષ્ટા-જ્ઞાતારૂપ પ્રવર્તે ત્યાં નિબંધ છે, તે ઉપાદેય છે.
હવે એવી દશા ન થાય ત્યાં સુધી પ્રશસ્તરાગરૂપ પ્રવર્તો, પરંતુ શ્રદ્ધાન તો એવું રાખો કે-આ પણ બંધનું કારણ છે-ય છે; જો શ્રદ્ધાનમાં તેને મોક્ષમાર્ગ જાણે તો મિથ્યાદષ્ટિ જ થાય
છે.
વળી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ-એ આસવના ભેદ છે, તેને બાહ્યરૂપથી તો માને પણ અંતરંગમાં એ ભાવોની જાતિને ઓળખે નહિ.
ત્યાં અન્ય દેવાદિકના સેવનરૂપ ગૃહીતમિથ્યાત્વને તો મિથ્યાત્વ જાણે, પણ અનાદિ અગૃહીતમિથ્યાત્વ છે તેને ન ઓળખે.
બાહ્ય ત્રસ-સ્થાવરની હિંસાને વા ઇંદ્રિય-મનના વિષયોમાં પ્રવૃત્તિને અવિરતિ માને, પણ હિંસામાં પ્રમાદપરિણણત મૂળ તથા વિષયસેવનમાં અભિલાષા મૂળ છે તેને અવલોકે નિહ.
બાહ્ય ક્રોધાદિ કરવો તેને કષાય જાણે, પણ અભિપ્રાયમાં જે રાગ-દ્વેષ રહેલા છે તેને ઓળખતો નથી.
* સમયસાર ગા. ૨૫૪ થી ૨૫૬ તથા સમયસાર કળશ બંધ અધિકાર सर्वं सदैव नियतं भवति स्वकीय, कर्मोदयान्मरणजीवितदुःखसौख्यम्। अज्ञानमेतदिह यत्तु परः परस्य कुर्यात्पुमान् मरणंजीवितदुःखसौख्यम्।। ६।। अज्ञानमेतदधिगम्य परात्परस्य पश्यन्ति ये मरणजीवितदुःखसौख्यम् । कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते मिथ्यादृशो नियतमात्महनो भवन्ति ।। ७।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com