________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ર૩૪]
મોક્ષમાર્ગ પ્રકાશક
હવે તેને તત્ત્વશ્રદ્ધાન કેવા પ્રકારનું હોય છે તે અહીં કહીએ છીએ
જીવ-અજીવતત્ત્વનું અન્યથારૂપ
જૈનશાસ્ત્રોથી જીવના ત્ર-સ્થાવરાદિરૂપ તથા ગુણસ્થાન-માર્ગણાદિરૂપ ભેદોને જાણે છે. અજીવના પગલાદિ ભેદોને તથા તેના વર્ણાદિ ભેદોને જાણે છે, પરંતુ અધ્યાત્મ-શાસ્ત્રોમાં ભેદવિજ્ઞાનના કારણભૂત વા વીતરાગદશા થવાને કારણભૂત જેવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી.
વળી કોઈ પ્રસંગવશ તેવું પણ જાણવું થઈ જાય. ત્યારે શાસ્ત્રાનુસાર જાણી તો લે છે, પરંતુ સ્વને સ્વ-રૂપ જાણી પરનો અંશ પણ પોતાનામાં ન મેળવવો તથા પોતાનો અંશ પણ પરમાં ન મેળવવો-એવું સાચું શ્રદ્ધાન કરતો નથી. જેમ અન્ય મિથ્યાષ્ટિ, નિર્ધાર વિના પર્યાયબુદ્ધિથી જાણપણામાં વા વર્ણાદિમાં અહંબુદ્ધિ ધારે છે, તેમ આ પણ આત્માશ્રિત જ્ઞાનાદિમાં તથા શરીરાશ્રિત ઉપદેશ-ઉપવાસાદિ ક્રિયાઓમાં પોતાપણું માને છે.
વળી કોઈ વખત શાસ્ત્રાનુસાર સાચી વાત પણ બનાવે પરંતુ ત્યાં અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધાન નથી, તેથી જેમ કેફી મનુષ્ય માતાને માતા પણ કહે તોપણ તે શાણો નથી, તેમ આને પણ સમ્યગ્દષ્ટિ કહેતા નથી.
વળી જેમ કોઈ બીજાની જ વાતો કરતો હોય તેમ આ આત્માનું કથન કરે છે, પરંતુ આ આત્મા હું છું –એવો ભાવ ભાસતો નથી.
વળી જેમ કોઈ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય તેમ આત્મા અને શરીરની ભિન્નતા પ્રરૂપે છે; પરંતુ હું એ શરીરાદિથી ભિન્ન છું—એવો ભાવ ભાસતો નથી.
વળી પર્યાયમાં જીવ-પુગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી નીપજી માને છે પણ આ જીવની ક્રિયા છે તેનું પુદ્ગલ નિમિત્ત છે તથા આ પુદગલની ક્રિયા છે તેનું જીવ નિમિત્ત છે-એમ ભિન્ન-ભિન્ન ભાવ ભાસતો નથી. ઇત્યાદિ ભાવ ભાસ્યા વિના તેને જીવ-અજીવનો સાચો શ્રદ્ધાની કહી શકાય નહિ. કારણ કે જીવ-અજીવ જાણવાનું પ્રયોજન તો એ જ હતું તે થયું નહિ.
આસ્રવતવનું અન્યથારૂપ
વળી આસ્રવતત્ત્વમાં-જે હિંસાદિરૂપ પાપાસ્રવ છે તેને હેય જાણે છે તથા અહિંસાદિ-રૂપ પુણાસ્રવ છે તેને ઉપાદેય માને છે, હવે એ બંને કર્મબંધનાં જ કારણ છે, તેમાં ઉપાદેયપણું માનવું એ જ મિથ્યાદષ્ટિ છે. શ્રી સમયસારના બંધાધિકારમાં પણ એ જ કહ્યું છે કે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com